Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४१४
तत्त्वन्यायविभाकरे प्रतिपतति स नियमादनुत्तरविमानसर्वार्थसिद्धवासिषूत्पद्यते, उत्पन्नश्च प्रथमसमय एव सर्वाण्यपि बन्धनादीनि करणानि प्रवर्त्तयतीति विशेष इत्युपशमश्रेणिः ॥ अस्मिन्नष्टमगुणस्थाने जीवः निद्राद्विकदेवद्विकपञ्चेन्द्रियत्वप्रशस्तविहायोगतित्रसनवकवैक्रियाहारकतैजसकार्मणवैक्रियाङ्गोपाङ्गाहारकाङ्गोपाङ्गाद्यसंस्थाननिर्माणतीर्थकृत्त्ववर्णचतुष्कामुरुलघूपघातपराघातोच्छासरूपद्वात्रिंशत्प्रकृतिव्यवच्छेदात् षड्विंशतिबन्धकः । अन्त्यसंहननत्रिकसम्यक्त्वोदयव्यवच्छेदाद् द्वासप्ततेर्वेदयिता, अष्टत्रिंशदधिकशतसत्ताकश्च भवति ॥
અપૂર્વ સ્થિતિબંધનું સ્વરૂપભાવાર્થ - વિશુદ્ધિના પ્રકર્ષથી, લાંબી કર્મસ્થિતિને હૃસ્વરૂપે બાંધવી, એ “અપૂર્વ સ્થિતિબંધ” કહેવાય છે. આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે. આ ગુણસ્થાનમાં રહેલો જીવ ક્ષેપક અને ઉપશમક ભેદથી બે પ્રકારનો છે.
વિવેચન - અશુદ્ધિના કારણે પહેલાં કર્મોની બાંધેલી ઘણી દીર્ઘ સ્થિતિને વિશુદ્ધિના કારણે પલ્યોપમના અસંખ્યાત ભાગે હીન-હીનતર-હીનતમ રૂપે બાંધવી, તે અપૂર્વ સ્થિતિબંધ છે એમ સમજવું.
૦ આ અપૂર્વકરણના ઉત્કૃષ્ટ સ્થિતિમાનને કહે છે કે - આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે. અર્થાત્ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત. ૦ અહીં બે શ્રેણિને બતાવતાં કહે છે કે - અહીં રહેલો જીવ પક અને ઉપશમકભેદે બે પ્રકારનો છે.
જો કે અહીં ક્ષપણા અને ઉપશમના નહિ હોવા છતાં જેમ રાજયયોગ્ય કુમારને રાજા કહેવાય છે, તેમ ક્ષપણાને યોગ્ય અને ઉપશમનાને યોગ્ય હોઈ ક્ષપક અને ઉપશમક એમ કહેવાય છે.
૦ આ ગુણસ્થાનમાં ત્રણેય કાળના અનેક જીવોની અપેક્ષાએ સમયે સમયે યથોત્તર (આગળ આગળ) અધિક વૃદ્ધિ હોવાથી અસંખ્યાત લોકાલોક પ્રદેશ પ્રમાણવાળા અધ્યવસાય સ્થાનો હોય છે. (જો કે અહીં ત્રણ કાળની અપેક્ષાએ અનંત જીવો આને પામેલ છે અને પામશે. એટલે આ ગુણસ્થાનને પામેલાઓના અનંત અધ્યવસાયસ્થાનનો પ્રસંગ આવે, તો પણ આ ગુણસ્થાનને પામનારા એવા બહુ નાના જીવો, એક અધ્યવસાય સ્થાનવર્તી હોઈ દોષ નથી. અધ્યવસાય સ્થાનોના ભેદમાં જ દોષનો સંભવ છે.)
૦ પ્રથમ ક્ષણમાં જ આ અપૂર્વકરણ ગુણસ્થાનને પામેલા ત્રણેય કાળના નાના જીવોની અપેક્ષાએ જઘન્યથી ઉત્કૃષ્ટ પર્વત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા અધ્યવસાય સ્થાનો હોય છે. તેનાથી અધિક અધિક, બીજા આદિ ક્ષણોમાં હોય છે.
૦ વળી સ્વભાવના વિશેષથી બીજા આદિ સમયોમાં અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિ સમજવી.
૦ વળી અહીં (૧) પ્રથમ સમય જઘન્ય અધ્યવસાયથી અનંત ગુણવિશુદ્ધ પ્રથમ સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન છે. (૨) તેનાથી દ્વિતીય સમય જઘન્ય અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. (૩) १. देवायुर्वर्जायुर्बन्धे उपशमश्रेण्यारोहणाभावादिति भावः ॥