Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૪૦૦
तत्त्वन्यायविभाकरे
છઠ્ઠા અને સાતમા ગુણઠાણાની દેશોનપૂર્વકોટિ સુધીની સ્થિતિની વ્યવસ્થા શ્રી ભગવતીસૂત્રમાં તો આ પ્રમાણે છે કે – પ્રમત્ત અને અપ્રમત્ત - એમ બે ગુણઠાણા, દરેક અંતર્મુહૂર્તની સ્થિતિના પ્રમાણવાળા જ છે. શંકા-દેશવિરત આદિની માફક પ્રચુર પણ કાળને કેમ પ્રમત્તપણું ભજતું નથી?, કે જેથી અંતમુહૂર્તવાળું જ તે ગુણસ્થાન છે. એમ નિશ્ચય છે તે કેવી રીતે? સમાધાન-ખરેખર, સંકલેશ સ્થાનની અપેક્ષાવાળું પ્રમત્તપણું છે અને સંકલેશ સ્થાનો અસંખ્યાત લોક આકાશપ્રદેશ પ્રમાણવાળા છે. જ્યાં સુધી મુનિ ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ ઉપર ચડતો નથી, ત્યાં સુધી અવશ્ય સ્વભાવથી જ અંતમુહૂર્ત સુધી સંકલેશ સ્થાનોમાં રહીને વિશોધિ સ્થાનમાં જાય છે. ત્યાં પણ તેટલા કાળ સુધી જ રહીને સંકલેશ સ્થાનમાં જાય છે. આ પ્રમાણે જ નિરંતર પરાવર્તનો દેશોનપૂર્વકોટિ સુધી કરે છે. એમ એક જીવની અપેક્ષાએ ઉત્કર્ષથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળું છે. તે બંને અંતર્મુહૂર્તની સ્થિતિવાળાઓ ક્રમપર્યાયથી પેદા થનાર છે, એટલે દેશોનપૂર્વ પૂર્વકોટિ સધી વારાફરતી પ્રમત્ત પછી અપ્રમત્ત, અપ્રમત્ત પછી પ્રમત્ત-એમ ક્રમથી પરિવર્તનો પામતા બંને હોય છે.” વળી અપ્રમત્તની અપેક્ષાએ પ્રમત્તના અંતર્મુહૂર્તો મોટા છે એમ કલ્પાય છે. એવંચ અપ્રમત્તના અંતર્મુહૂર્તોને અને પ્રમત્તના મહાનું અંતર્મુહૂર્તોની સાથે મેળવતાં પૂર્વકોટિનું માન થાય છે, એમ દેખાય છે.
૦ પ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ નામક ચાર પ્રકારના કષાયના વ્યવચ્છેદથી ૬૩ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે.
૦ ૧-તિર્યંચગતિ, ર-તિર્યંચ આયુ, ૩-નીચ, ગોત્ર, ૪-ઉદ્યોત પ્રત્યાખ્યાનાવરણ નામક ચાર કષાયો એવં આઠ કર્મપ્રકૃતિઓના ઉદયનો વ્યવચ્છેદ થવાથી, આહારકદ્ધિકનો ઉદય થવાથી ૮૧ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે.
૦ ૧૩૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો હોય છે. एतर्हि सप्तमं गुणस्थानमाह
संज्वलनकषायनोकषायाणां मन्दोदयतः प्रमादाभावोऽप्रमत्तसंयतगुणस्थानम् । नोकषाया हास्यादयष्षड् वेदत्रयञ्च । अन्तर्मुहूर्त्तस्थितिकमिदम् । २० ।
संज्वलनेति । यत्र हि महाव्रती साधुः संज्वलनाभिधक्रोधादीनां कषायचतुष्टयानां नोकषायाणां नवविधानाञ्च मन्दोदयतोऽतीव्रविपाकोदयेन पूर्वोदितपञ्चविधप्रमादरहितो भवति तदप्रमत्ततसंयतगुणस्थानमित्यर्थः । अत्र नष्टाखिलप्रमादो महाव्रतादिभिरष्टादशसहस्रशीलाङ्गलक्षषैरन्वितो ज्ञानध्यानधनो मौनी सम्यक्त्वमिश्रमिथ्यात्वानन्तानुबन्धिचतुष्टयलक्षणसप्तकातिरिक्तैकविंशतिप्रकृतिरूपस्य मोहनीयस्य प्रशमाय क्षयाय वा निरालम्बनध्यानप्रवेशप्रारम्भं कुरुते । के ते नोकषाया इत्यत्राह-नोकषाया इति । हास्यादय इत्यादिना रत्यरतिशोक भयजुगुप्सा ग्राह्याः, वेदत्रयञ्चेति, पुंस्त्रीनपुंसकरूपमित्यर्थः । स्थितिमस्य गुणस्थानस्याहअन्तरिति । जघन्या त्वेकः समयः । अत्र वर्तमानो जीवः शोकारत्यस्थिराशुभायशोऽसातव्य