Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३७६
तत्त्वन्यायविभाकरे
૦ આ મૃષાવાદ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-હાસ્ય-ભય-ક્રીડા-વ્રીડા (શરમ)-રતિ-અતિદાક્ષિણ્ય-મૌખર્ય (વાચાળપણું) વિષાદ આદિથી પેદા થાય છે.
૦ તે મૃષાવાદ સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારનો છે. સ્થૂલ મૃષાવાદ, શ્રાવકને જે પાંચ પ્રકારનો ઉપર કહી ગયા તે વર્ષનીય જ છે, જ્યારે સૂક્ષ્મ મૃષાવાદમાં જણાય છે.
૦ ભૂત નિર્ભવ વગેરે અસત્યના ભેદો પૂર્વે કહેલ છે.
૦ આ વ્રતનું ફળ વિશ્વાસ, યશકીર્તિ, સ્વાર્થસિદ્ધિ, પ્રિયવચનપણું, ગ્રાહ્યવચનપણું, સફળ વચનપણું વગેરે છે. આ પ્રમાણે બીજું વ્રત સમજવું.
ત્રીજા અણુવ્રતનું વર્ણન
૦ જેના વડે જનતામાં ‘આ ચોર છે’-આવો જે વ્યવહાર તેમાં નિમિત્ત, નહિ દીધેલ પારકા દ્રવ્યના ગ્રહણ રૂપ સ્થૂલ અદત્તાદાનથી નિવૃત્તિ, તે ‘ત્રીજું અણુવ્રત’ કહેવાય છે.
૦ જો કે સ્વામીઅદત-જીવઅદત્ત-તીર્થંકરઅદત્ત-ગુરુઅદત્ત, એમ ચાર પ્રકારે અદત્તનો વિચાર કરવો. જેમ કે-(૧) માલિકે સુવર્ણ વગેરે જે વસ્તુ આપેલી નથી, તે ‘સ્વામીઅદત્ત.' (૨) પોતાના ચિત્ત ફળ વગેરેનું પણ તોડવું, તે ફળના જીવે પોતાના પ્રાણો નહિ આપેલા હોવાથી ‘જીવઅદત્ત.' (૩) સાધુઓને આધાકર્મ આદિ અને શ્રાવકોને પ્રાસુક પણ અનંતકાય-અભક્ષ્ય આદિ તીર્થંકરોની અનુજ્ઞાનો વિષય નહિ હોવાથી ‘તીર્થંકરઅદત્ત.’ (૪) સઘળા દોષોથી રહિત હોવા છતાં ગુરુની અનુજ્ઞા વગરનું જે ખવાય, તે ‘ગુરુઅદત્ત’ છે.
અહીં સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતમાં સ્વામીઅદત્તનો અધિકાર છે અને તે પણ સ્થૂલ અને સૂક્ષ્મભેદે બે પ્રકારનું સ્વામીઅદત્ત છે.
૦ સ્થૂલ વિષયવાળું સુવર્ણ વગેરેનું, ક્ષેત્ર અને ખલ (ખળું) વગેરેમાં રહેલ અલ્પ પણ ફળ-ધાન્ય વગેરેનું દુષ્ટ ભાવપૂર્વક લેવું, તે ચોરીના વ્યવહારનું કારણ હોવાથી સ્થૂલ કહેવાય છે. તેનાથી ભિન્ન, બીજું માલિકની રજા વગર ઘાસ-ઢેફાં (લાંકડાં) વગેરેનું લેવું સૂક્ષ્મ સ્વામીઅદત્ત છે. અહીં શ્રાવકને સૂક્ષ્મ સ્વામીઅદત્તમાં જયણા છે, જ્યારે સ્થૂલ (સ્વામી) અદત્તથી વિરતિ છે.
૦ આ સ્થૂલ અદત્તાદાનવિરમણ રૂપ ત્રીજા વ્રતનું ફળ સર્વજનવિશ્વાસ-યશોવાદ-પ્રશંસા-સમૃદ્ધિ-વૃદ્ધિસમૃદ્ધિની સ્થિરતા ઐશ્વર્ય-સ્વર્ગ વગેરે છે.
આ પ્રમાણે ત્રીજું વ્રત જણાવેલ છે.
ચોથા અણુવ્રતનું વર્ણન
૦ પોતાની સ્રીમાં જ સંતોષ અથવા પોતાની પરિણીત સ્ત્રી સિવાયની પરસ્ત્રીનો પરિત્યાગ, એ શ્રાવકોનું ચોથું અણુવ્રત છે.
૦ પરસ્ત્રીપદથી પોતાના સિવાયના મનુષ્યોની, દેવોની અને તિર્યંચોની સ્ત્રીઓનું ગ્રહણ સમજવું.