Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३७४
तत्त्वन्यायविभाकरे
બીજા ભાંગામાં મન વડે વિચાર અને કાયા વડે દુષ્ટ ચેષ્ટાનો પરિહાર કરતો જ અનાભોગથી વાણી વડે જ હું હણું અને હું હણાવું-એમ બોલે છે, અને ત્રીજા ભાંગામાં મન દ્વારા ઇરાદાપૂર્વક કરે છે અને કરાવે છે. અહીં સઘળે સ્થાને મન-વચન-કાયાથી અનુમતિ છે જ એમ સમજવું.
(૩) દ્વિવિધ, એક કરણ વડે-એક કરણ વડે બે પ્રકાર રૂપ ત્રીજા ભાંગાના ત્રણ ઉત્તરભાંગાઓ છે. (૧) બે પ્રકારના એટલે કરવું અને કરાવવું. એક પ્રકારના કરણ વડે એટલે મન વડે કે (૨) વચન વડે અથવા (૩) કાયા વડે-એમ સમજવું.
(૪) એક પ્રકારનો, ત્રણ પ્રકારના કરવા વડે એમ ચોથો ભાંગો. અહીં ચોથા ભાંગાનાં બે ઉત્તરભાંગાઓ છે. એક પ્રકારનો એટલે કરવું કે કરાવવું મન વર્ડ-વચન વડે-કાયા વડે એમ સમજવું.
(૫) એક પ્રકારનો, બે પ્રકારના કરણ વડે આ પાંચમાના ઉત્તરભાંગાઓ છ થાય છે. એક પ્રકારનો એટલે કરવું અથવા કરાવવું મન-વચન વડે અથવા મન-કાયા વડે અથવા વચન-કાયા વડે એમ સમજવું.
(૬) એક પ્રકારનો, એક પ્રકારના કરણ વડે આના અવાન્તર ઉત્તરભેદો છ છે.
(૧) એક પ્રકારનો કરવું એક પ્રકારના મનકરણ વડે. (૨) એક પ્રકારનો કરાવવું એક પ્રકારના મનકરણ વડે. (૩) એક પ્રકારનો કરવું એક પ્રકારના વચનકરણ વડે. (૪) એક પ્રકારનો કરાવવું એક પ્રકારના વચનકરણ વડે (૫) એક પ્રકારનો કરવું એક પ્રકારના કાયકરણ વડે. (૬) એક પ્રકારનો કરાવવું એક પ્રકારના કાયકરણ વડે.
આ પ્રમાણે મૂળભૂત ભાંગાઓ છ છે.
(૭) ગુણવ્રત-શિક્ષાવ્રત રૂપ ઉત્તરગુણોની અપેક્ષાએ સામાન્યથી એક જ ભેદની વિવક્ષા કરેલ છે, એમ સાતમા પ્રકારનો ભાંગો સમજવો.
(૮) આઠમો અવિરત નામનો ભાંગો સમજવો.
અણુવ્રતોનું વર્ણન
(૧) ત્યાં સ્કૂલ (ત્રસ) નિરપરાધી જીવોની અપેક્ષા વગર, સંકલ્પપૂર્વક અને પ્રાણોના વિયોગ કરાવવા રૂપ હિંસાનું પ્રત્યાખ્યાન, એમ પ્રથમ અણુવ્રત સમજવું. અહીં શ્રાવકોને
૦ સૂક્ષ્મ (સ્થાવર) પૃથ્વીકાય આદિ જીવહિંસાથી નિવૃત્તિ રૂપ પ્રત્યાખ્યાનનો અભાવ હોવાથી સ્થૂલ અર્થાત્ ત્રસ જીવોની અહિંસા કહી છે.
૦ કૃષિ-ખેતીવાડી વગેરેમાં આરંભજન્ય દ્વીન્દ્રિય આદિ જીવોના પ્રાણવ્યપરોપણનો સંભવ છે, કેમ કેકૃષિ આદિનો જો આરંભ ન કરે, તો ખેડૂત આદિને શરીર, કુટુંબ આદિનો નિર્વાહ-જીવનવ્યવહાર ચાલે નહિ, માટે અહીં સંકલ્પપૂર્વક-જાણી જોઈને, ઇરાદાપૂર્વક ત્રસ જીવોની અહિંસા કહી છે.
૦ અપરાધવાળા પ્રત્યે લાભ-નુકસાનના વિચારપૂર્વક તે વ્રતીની પ્રવૃત્તિ અને નિવૃત્તિ હોવાથી, નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પપૂર્વક અહિંસા એમ કહેલ છે.