Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૮, સક્ષમ: નિ:
३९७
૦ (૩) મત્સ૨-કોપ. જેમ કે - સાધુઓ દ્વારા યાચના થતાં કોપ કરે છે, (કોપથી) માગેલી ચીજ હોવા છતાં આપતો નથી. અથવા કોઈ યાચિત નિર્ધને પણ આપેલું દાન જોઈને, શું આનાથી પણ હું હીન છું ? આવી રીતે અદેખાઈથી આપે છે. એમ ત્રીજો અતિચાર જાણવો.
૦ (૪) કાળલંધ – કાળનું એટલે અહીં સાધુને ઉચિત ભિક્ષા સમયનું ઉલ્લંઘન. અહીં આવો ભાવ છે કે - ન્યૂન અથવા અધિક કાળને જાણી સાધુઓ વહો૨શે નહિ અને તે સાધુઓ જાણશે ખરા કે - ‘આ આપી રહ્યો છે.’ આવા વિકલ્પથી દાન માટે સામે જવું, તે ચોથો અતિચાર છે.
૦ (૫) અન્યાપદેશ - અન્ય એટલે પરસંબંધી, આ ગોળ-ખાંડ વગેરે છે, આવો અપદેશ (લક્ષ્યસ્વરૂપનું આચ્છાદાન) કરીને જે છળ કરવું તે. અહીં આવો ભાવ છે કે - ‘આ પારકું છે, તેથી સાધુઓને અપાય નહિ.' આવું સાધુઓને રૂબરૂમાં ભણવું. સાધુઓ જાણે કે - જો આ ભોજન આદિ આનું છે, તો અમને કેવી રીતે તે ન આપે ? આ પ્રમાણે સાધુઓ ઉપર વિશ્વાસ બેસાડવા માટે અથવા આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હો ! આવું બોલવું તે પાંચમો અતિચાર છે. આ પ્રમાણેના અતિચારો ‘આ ભોગથી (જાણીને) પણ કરાતા અતિચારો જ હોય છે.' આ પ્રમાણે શ્રી ઉપાસકદશાંગસૂત્ર ટીકા (વૃત્તિ) કહે છે. શ્રી ધર્મબિંદુ, શ્રી યોગશાસ્ત્રની ટીકા આદિમાં તો જ્યારે અનાભોગ આદિ અથવા અતિક્રમ આદિ વડે આ બધાને આચરે છે, ત્યારે અતિચારો છે, અન્યથા તો ભંગરૂપ જ છે. આમ સંક્ષેપમાં વિચારેલ છે. શબ્દવિસ્તાર તો બીજા ગ્રંથોથી જાણો.
अस्योत्कृष्टां स्थितिमाह
उत्कर्षतो देशोनपूर्वकोटिं यावत्स्थितिकमिदम् । १८ ।
उत्कर्षत इति । गर्भस्थो हि किल नवमासान् सातिरेकान् गमयति, जातोऽपि चाष्टौ वर्षाणि यावद् विरत्यनर्हो भवति तत ऊर्ध्वं देशविरतिं प्रतिपद्य पूर्वकोटिं जीवति तत उक्तं देशोनेति, किञ्चिदूनवर्षनवकलक्षणेन देशेनोनेत्यर्थः । यतिधर्मासमर्थस्यागारिण इयं देशविरतिर्भवति । अत्रस्थो जीवोऽप्रत्याख्यानकषायचतुष्कमनुष्यत्रिकाद्यसंहननौदारिकद्वयबन्धव्यवच्छेदात्सप्तषष्टेर्बन्धकः । अप्रत्याख्यानकषायाचतुष्कनरतिर्यगानुपूर्वीद्वयनरकत्रिकदेववैक्रियद्वयदुर्भगानादेयायशोरूपसप्तदशप्रकृतीनामुदयव्यवच्छेदात्सप्ताशीतेर्वेदयिता,
शतसत्ताकश्च भवति ॥
अष्टत्रिंशदधिक
દેશવિરતિ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિત
ભાવાર્થ - ઉત્કૃષ્ટપણાએ દેશોનપૂર્વકોડ પર્યંતની સ્થિતિવાળું દેશવિરતિ ગુણસ્થાન છે.
१. वर्षाणामष्टानामधो वर्त्तमानानां परिभवक्षेत्रत्वेन देशतस्सर्वतो वा चरणपरिणामो न भवति, षाण्मासिकानां वज्रस्वामिनां चरणप्रतिपत्तिस्त्वाश्चर्यभूता कादाचित्कीति बोध्यम् ॥