Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३९६
तत्त्वन्यायविभाकरे અગિઆરમા પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચારો(૧) અપ્રત્યુત્વેશ્યાપમૃચ સંસ્તાર, (૨) અપ્રત્યુત્વેશ્યઅમૃતપ્રચાદાન, (૩) અપ્રત્યુત્યેક્ષ્યાપ્રમૂજયચહાન, (૪) અનાદર, અને (૫) અમૃતિ, આ પ્રમાણે ત્રીજા શિક્ષાપદ વ્રતના અતિચારો છે.
૦ (૧) અપ્રત્યુપ્રેષ્યાપમૃજયચ સંસ્તાર: પૌષધવ્રતધારી વડે દર્ભ-ઘાસ-કાંબલ-વસ્ત્ર આદિ રૂપ સંસ્તાર કહેવાય છે. સંસ્કાર શબ્દ શવ્યાનો ગ્રાહક છે. ત્યાં શવ્યા એટલે શયન અથવા સર્વાગીણ વસતિ, અઢી હાથપ્રમાણવાળો સંથારો. તે સંસ્કાર જોઈ અને પ્રમાર્જીને વાપરવો જોઈએ. પ્રત્યુપેક્ષણ એટલે આંખથી જોવું અને પ્રમાર્જન એટલે રજોહરણ, વસ્ત્રના છેડા વગેરેથી પ્રમાર્જવું. હવે જોયા વગર અને પ્રમાર્યા વગર સંથારો વાપરે છે ત્યારે પૌષધવ્રતમાં અતિચાર લાગે છે. એમ પહેલો અતિચાર જાણવો.
૦ (૨) અપ્રત્યેક્ષ્યાપ્રસૃજયચદાનં - જોયા વગર અને પ્રમાર્યા વગર પ્રહણ એટલે દંડોબાજોઠ-પાટ-પાટલા વગેરેનું લેવું તે પણ દંડ આદિના નિક્ષેપ-મૂકવાનું ઉપલક્ષણ (સૂચક) છે, તેથી બંને પણ જોઈ-પ્રમાર્જીને કરવું જોઈએ. જોયા વગર અને પ્રમાર્યા વગર દંડ આદિનું લેવું અને મૂકવું, એ બીજો અતિચાર છે.
૦ (૩) અપ્રત્યુપ્રેક્ષ્યાપ્રસૃજ્યચહાનં-જોઈ, પ્રમાર્જીને મેલ-મૂત્ર-લીંટ-વડીનીતિ-લઘુનીતિ-અશુચિ આદિનો ત્યાગ, તે જોઈ-પ્રમાર્જીને ચોખી જગ્યા આદિમાં કરવો જોઈએ. જોયા વગર-પ્રમાર્યા વગર મેલ આદિનો ત્યાગ, એ ત્રીજો અતિચાર જાણવો. અહીં પ્રત્યુપ્રેક્ષણથી દુષ્પત્યુપ્રેક્ષણ જેમ-તેમ જોવું અને અપ્રમાર્જનથી દુષ્પમાર્જન જેમ-તેમ પ્રમાર્જવું, એમ સમજવાનું છે. નમ્ રૂપ અવ્યયનો અર્થ કૃત્સા પણ દેખાતો હોઈ જેમ કુત્સિત બ્રાહ્મણ અબ્રાહ્મણ કહેવાય છે, તેમ કુત્સિત જેમ-તેમ જોવું-પ્રમાર્જવું, એ અપ્રત્યુપ્રેક્ષણ-અપ્રમાર્જન કહેવાય છે.
૦ (૪) અનાદર-પૌષધવ્રતના સ્વીકારમાં અને કરવામાં ઉત્સાહનો અભાવ, એ અનાદર' કહેવાય છે. આમ ચોથો અતિચાર જાણવો.
૦ (૫) અમૃતિ-પૌષધવ્રતના સ્વીકારવિષયવાળા અને પૌષધવ્રતની કર્તવ્યતાવિષયક સ્મરણનો અભાવ, તે પાંચમો અતિચાર છે.
અતિથિસંવિભાગ રૂપ બારમા વ્રતના ચોથા-શિક્ષાપદ વ્રતના પાંચ અતિચારો(૧) સચિત્તમાં સ્થાપન, (૨) સચિત્તસ્થગન, (૩) મત્સરભાવ, (૪) કાળલંઘ (અતિક્રમ), અને (૫) અન્ય અપદેશ.
૦ (૧) સચિત્તનિક્ષેપ - અચેતન એવા પૃથ્વી, કાચા પાણીથી ભરેલા ઘડા, ચૂલા, જવ, ઘઉં આદિ ધાન્ય વગેરે ઉપર, સાધુને આપવા યોગ્ય ભોજન આદિનું નહિ આપવાની બુદ્ધિથી માયાથી મૂકવું, તે પહેલો અતિચાર છે.
૦ (૨) સચિત્તસ્થગન-સચિત્ત-કંદમૂળ-પાંદડાં-ફૂલ-ફળ આદિથી પૂર્વોક્ત તથા પ્રકારની બુદ્ધિથી અન્નમોદક ખાજાં વગેરે ચતુર્વિધ આહાર ઢાંકવા, તે બીજો અતિચાર.