Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૭, સમ: શિર :
३७७
૦જો કે અપરિગૃહીતા (નહિ ગ્રહણ કરેલ) દેવીઓ અને કેટલીક તિર્યંચની સ્ત્રીઓ સંગ્રહ કરનાર અને પરણનાર કોઈનો પણ અભાવ હોવાથી વેશ્યા સરખી ગણાય તો પણ, પ્રાયઃ પરજાતિ દ્વારા ભોગયોગ્ય હોવાથી પરસ્ત્રી તરીકે જ ગણી શકાય, માટે તે સ્ત્રીઓ વર્જનીય છે.
૦ સૂક્ષ્મ અને સ્કૂલના ભેદથી મૈથુન બે પ્રકારનું છે. તેમાં કામ(વદ)ના ઉદયથી જે ઇન્દ્રિયોનો અલ્પવિકાર તે સૂક્ષ્મમૈથુન કહેવાય છે, જ્યારે મન-વચન-કાયાના યોગો દ્વારા ઔદારિક-વૈક્રિય સ્ત્રીઓનો જે સંભોગ તે સ્કૂલમૈથુન કહેવાય છે. મૈથુનવિરતિ રૂપ બ્રહ્મચર્ય સર્વથી અને દેશથી-એમ બે પ્રકારનું છે. સર્વથા સર્વ સ્ત્રીઓ મન-વચન-કાયા દ્વારા સંગનો ત્યાગ, એ સર્વથી બ્રહ્મચર્ય કહેવાય છે. શ્રાવક સર્વથી અશક્ત હોયે છતે દેશથી તે ચોથા વ્રતનો સ્વીકાર કરે છે, તે દેશથી બ્રહ્મચર્ય, સ્વસીસંતોષ રૂપ કે પરસ્ત્રીત્યાગ રૂપ હોય છે-એમ સમજવું.
૦ ગૃહસ્થને સ્વસ્ત્રીસંતોષ રૂપ વ્રત હોવાથી બ્રહ્મચારી સમાન રૂપે ગણેલ છે અને પરસ્ત્રીગમનમાં વધ, બંધન વગેરે દોષો પ્રગટ જ છે. આ પ્રમાણે ચોથું અણુવ્રત જણાવેલ છે.
પાંચમું પરિગ્રહપરિમાણ રૂપ અણુવ્રત૦ નવ પ્રકારના પરિગ્રહની ઇચ્છાનો સર્વથા ત્યાગ કરવામાં અસમર્થ શ્રાવકે ઇયત્તા કરણ (આટલો જ પરિગ્રહ મારે ખપે, વધારે નહિ, આવું પરિમાણ કરવું તે.) પાંચમું અણુવ્રત કહેવાય છે.
૦ ત્યાં ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ-રૂપ્ય-સુવર્ણ-કુષ્ય-દ્વિપદ-ચતુષ્પદ રૂપ નવ પરિગ્રહ કહેવાય છે.
૦ તે “પરિગ્રહની વિરતિ' સર્વદશના ભેદથી બે પ્રકારની છે. સર્વ પદાર્થોમાં સર્વથા મૂચ્છનો ત્યાગ સર્વથી “પરિગ્રહવિરતિ છે. દેશથી “પરિગ્રહવિરતિ એ બીજો ભેદ છે. સર્વથી પરિગ્રહવિરતિના સ્વીકારમાં શ્રાવકમાં સામર્થ્યનો અભાવ હોય છતે શ્રાવકે દેશથી ઇચ્છાના નિરોધ રૂપ ઇચ્છાપરિમાણ કરવું જોઈએ.
૦ ઇચ્છાનો વિસ્તાર સંસારીઓને સ્વાભાવિક કુદરતી છે, એથી તેની ઇયત્તાપરિમાણ કરવું એ મોટા ફળ માટે થાય છે. - જેમ જેમ અલ્પ લોભ અને પરિગ્રહ આરંભ હોય છે, તેમ તેમ સુખ વર્ધમાન-પ્રવર્ધમાન થાય છે અને (મહાન ઉપાધિના અભાવે) ધર્મની સંસિદ્ધિ (લાભ) થાય છે.
૦ આ વ્રતનું ઐહિક ફળ એવું છે કે-સંતોષજન્ય સુખ, લક્ષ્મીની સ્થિરતા, યશ, કીર્તિ ઇત્યાદિ ફળ છે. વળી પરલોક સંબંધી એવું ફળ છે કે-નર સંબંધી સમૃદ્ધિ, દેવ સંબંધી સમૃદ્ધિ, સિદ્ધિની પ્રાપ્તિ વગેરે પારલૌકિક ફળ છે.
આ પ્રમાણે પાંચમું અણુવ્રત સમજવું.
૦ આ અણુવ્રતોના પાલન માટે (જેમ અણુવ્રતો તેમ અણુવ્રતો પણ એકવાર ગ્રહણ કરેલ જાવજીવ સુધીના છે, એમ ભાવવું-જાણવું.) સંસ્કારભૂત ત્રણ ગુણવ્રતો હોય છે.
૦ દિવ્રત, ભોગ-ઉપભોગવ્રત અને અનર્થદડવિરમણ રૂપ ગુણવ્રતો છે.