Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३८६
तत्त्वन्यायविभाकरे ૦ (૧) સહસા અભ્યાખ્યાન, (૨) મિથ્યા ઉપદેશ, (૩) ગુહ્યભાષણ, (૪) ફૂટ લેખ, અને (૫) વિશ્વાસુ મંત્રભેદ-એમ બીજા વ્રતના પાંચ અતિચારો છે.
(૧) વિચાર્યા વગર, (૨) અવિદ્યમાન, (અછતા) દોષનો આરોપ કરવો, તે સહસા અભ્યાખ્યાન. જેમ કે-અચોરને ચોર કહેવો, સદાચારીને પરસ્ત્રીગામી કહેવો, ઇત્યાદિ અસત્ય વચન “સહસા અભ્યાખ્યાન.'
૦ કેટલાક સહસા અભ્યાખ્યાનના બદલે “રહસ્યાભ્યાખ્યાન' કહે છે. ત્યારે રહસ્ય એટલે એકાન્તમાં થયેલા અછતા આરોપો. જેમ કે-વૃદ્ધાને એકાન્તમાં કહે છે કે-“આ તારો ધણી તરુણીમાં અત્યંત આસક્ત છે. તરુણીને એકાન્તમાં કહે કે-આ તારો ભર્તાર પ્રૌઢ ક્રિયાવાળી પ્રૌઢ સ્ત્રીમાં આસક્ત છે.” ઇત્યાદિ રહસ્ય અભ્યાખ્યાન કહેવાય છે.
(૨) મિથ્યા ઉપદેશ-અસદ્ ઉપદેશ એટલે સાચું જુઠું, બોલી-બોલાવી બીજાને પોતે ઠગે, અથવા પોતે બીજાની પાસે ઠગાવે, તે મિથ્યા ઉપદેશ. અર્થાત્ જેણે સત્ય વ્રતનો સ્વીકાર કર્યો છે, તેનું પરને પીડા કરનારું વચન અસત્ય જ છે, તેથી પ્રમાદથી પરપીડા કરનાર વચન રૂપ ઉપદેશ “અતિચાર છે. જેમ કે-“ગધેડા ઊંટ વગેરેને જોડો-વહાવો !” “ચોરોને મારો !' ઇત્યાદિ. અથવા જે પ્રકારે અર્થ પદાર્થ છે, તે પ્રમાણે વચન રૂપ ઉપદેશ-બહુ સારો છે તેનાથી વિપરીત અયથાર્થ ઉપદેશ. જેમ કે-બીજાએ જ્યારે પૂછ્યું, ત્યારે સંદેહ થવાથી યથાર્થ જવાબ ન દેવો તે. અથવા બંનેના વિવાદ(કલહ)માં કોઈ એકને ઠગવાના ઉપાયનું શિક્ષણ-ઉપદેશ. (સારી રીતે નહિ જાણેલ મંત્ર, ઔષધિ આદિનો ઉપદેશ, માયાપ્રધાન શાસ્ત્રના અધ્યાપન આદિ.)
(૩) ગુહ્યભાષણ-જે બધાને કહેવાયોગ્ય નથી, તે ગુહ્યનો આકાર-ઇંગિત આદિથી જાણી અનધિકારીએ જ પ્રકાશ કરવો, તે “ગુહ્યભાષણ.” જેમ કે-“આ લોકો આ, આ રાજાથી વિરુદ્ધ આદિની મંત્રણા કરે છે.” અથવા ગુહ્યભાષણ એટલે ચાડીચુગલી ખાવી. જેમ કે-બંનેની પ્રીતિ હોય છે, તે આકાર-ઇંગિત આદિથી એકના અભિપ્રાયને જાણી બીજાને તેવી રીતે કહે છે, કે જેથી પ્રીતિનો ભંગ થઈ જાય છે. આનું પણ અતિચારપણું રહસ્યાભ્યાખ્યાનની માફક હાસ્ય આદિથી સમજવું.
(૪) કૂટ લેખ-(ઠગવાના ઇરાદાથી) બીજાના જેવા અક્ષર, મુદ્રા (સિક્કા બનાવવા, મહોર, હસ્તાક્ષર, ઇત્યાદિ વગેરે દસ્તાવેજો કરવા) કરવા, એ “કૂટ લેખ' કહેવાય છે. વળી આ, જો કે-કાયા વડે અસત્ય વાણી બોલું નહિ અથવા બોલાવું નહિ, એ અપેક્ષાએ વ્રતનો ભંગ જ થાય, તો પણ સહસાકાર (વિચાર્યા વગર કરવું) અનાભોગ, (અસાવધાનપણું) આદિ દ્વારા અતિક્રમ, (વ્રતભંગ માટે કોઈએ નિમંત્રણ કર્યો છતે ' અનિષેધ તે) વ્યતિક્રમ, (ગમન આદિ વ્યાપાર કરવામાં વ્યતિક્રમ) અતિચાર, (ક્રોધથી વધ, બંધ આદિ) અનાચાર, (જીવની હિંસા આદિમાં હોય છે) અતિચાર છે. અથવા મેં તો અસત્ય નહિ બોલવાની પ્રતિજ્ઞા કરી છે, નહિ કે તેવું લખવાની પણ. આ દષ્ટિએ વિચારતાં સાપેક્ષ વ્રતધારી મુગ્ધ બુદ્ધિને ઉદ્દેશીને અતિચાર ગણાય.
(૫) વિશ્વસ્ત મંત્રભેદ-આપણા ઉપર જેનો વિશ્વાસ બેઠો હોય, તે જનોએ વિશ્વાસપૂર્વક જે છૂપી વાત આપણને કરી હોય, તે વાત પ્રકાશમાં લાવવી તે. આ વિશ્વસ્ત મંત્રભેદ) તો અનુવાદ (કથિતના કથન રૂપ) રૂપ હોઈ-સત્ય હોઈ જો કે આની અતિચારતા ઘટતી નથી, તો પણ મંત્રિત-વિચારેલ ગૂઢ મંત્રના પ્રકાશનથી