Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૦, સક્ષમ: નિ:
३३७
૦ ત્યાં ભવ્ય જીવને લક્ષી કહે છે કે-‘ભવ્ય જીવને આશ્રી' અર્થાત્ જાતિભવ્યથી ભિન્ન-બીજા ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિસાંત સ્થિતિ છે, કેમ કે-અનાદિ મિથ્યાર્દષ્ટિ એવા ભવ્ય જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે, તે મિથ્યાત્વનું સાંતપણું છે એમ સમજવું.
૦ ‘પતિત ભવ્યની અપેક્ષાએ સાદિસાંત મિથ્યાત્વ,' અર્થાત્ જ્યારે અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ત્વવાળો થયા પછી સકિત કોઈ એક કારણથી પડી ગયું, એટલે સમતિથી પડેલા જીવનું જે મિથ્યાત્વ આદિવાળું હોઈ સાદિ, જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શ્રી જિનેશ્વરદેવ આદિની પ્રચૂર આશાતનાજન્ય પાપથી ભારેકર્મી થવાથી અપાર્ધ પુદ્ગલપરાવર્તકાળ સુધી રહી ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી સાંત છે.
૦ વળી જે અભવ્ય છે, તેનું મિથ્યાત્વ અનાદિઅનંત છે. ભવિષ્યકાળમાં પણ તે મિથ્યાત્વના અભાવનો અસંભવ છે. આવા આશયથી કહે છે કે- ‘અભવ્યને આશ્રી’ ઇત્યાદિ.
૦ ત્રણ પ્રકારોનું જ શબ્દથી પ્રતિપાદન હોઈ સાદિઅનંત નામનો મિથ્યાત્વનો પ્રકાર સંભવતો નથી, એમ સૂચિત કરેલ છે, કેમ કે-પતિત સમ્યગ્દષ્ટિવાળા જીવોમાં મિથ્યાત્વનું સાદિપણું હોઈ, તે જીવોમાં ફરીથી અવશ્ય નિયમા સમ્યક્ત્વનો લાભ થવાથી મિથ્યાત્વના અનંતપણાનો અસંભવ છે.
૦ આવા આવા મિથ્યાત્વના સ્વામી હોઈ પ્રથમ ગુણસ્થાનક પણ તેટલા કાળપ્રમાણવાળું જાણવું.
૦ પ્રથમ ગુણસ્થાનકમાં રહેલો જીવ, બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓમાંથી ૧-શ્રી તીર્થંકરનામકર્મ (સમ્યક્ત્વગુણનું નિમિત્ત પામીને બંધાય છે માટે), ૨-આહારકશ૨ી૨ અને ૩-આહારક અંગોપાંગ રૂપ આહારક દ્વિક. (અપ્રમત્ત સાધુ સંબંધી સંયમનું નિમિત્ત પામીને બંધાય છે માટે) આ ત્રણ પ્રકૃતિઓને છોડી (સિવાય) ૧૧૭ કર્મપ્રકૃતિઓને બાંધનારો હોય છે.
૦ ઉદયને યોગ્ય ૧૨૨ સંખ્યાવાળી કર્મપ્રકૃતિઓનાં મધ્યમાંથી ૧-મિશ્રમોહનીય, ૨-સમ્યક્ત્વમોહનીય, ૩-૪-આહા૨ક દ્વિક અને ૫-તીર્થંકરનામકર્મ, એ પાંચ કર્મપ્રકૃતિઓનો ઉદય ન હોઈ ૧૧૭ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો પ્રથમ ગુણસ્થાનકસ્થ જીવ હોય છે.
૦ ૧૪૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો પ્રથમ ગુણસ્થાનકસ્થ જીવ હોય છે.
[મિથ્યાત્વ આદિ હેતુઓ દ્વારા નવીન જ્ઞાનાવરણ આદિ કર્મનું ગ્રહણ બંધ કહેવાય છે. સ્વસ્થિતિ પ્રમાણે બાંધેલા કર્મપુદ્ગલોના ઉદયનો સમય પ્રાપ્ત થતાં, વિપાક અનુભવ રૂપે વેદવું-ભોગવવું તે ઉદય. બંધાયેલ જ્ઞાનાવરણ આદિ યોગ્ય પરમાણુ રૂપ કર્મોની સ્થિતિ સત્તા કહેવાય છે.]
अथ द्वितीयगुणस्थानस्वरूपं निरूपयति
उपशमसम्यक्त्वपतितस्यानवाप्तमिथ्यात्वस्य सर्वथा यदपरित्यक्तसम्यक्त्वतयाऽवस्थानं तत्सास्वादनगुणस्थानम् । समयादिषडावलिकाकालपर्यन्तमिदम् । १० ।
उपशमेति । उपशमसम्यक्त्ववान् हि जीवो यदा शान्तानामनन्तानुबन्धिनां क्रोधादीनामन्यतमे उदीर्णे सत्युपशमसम्यक्त्वात्पतितो भवति परन्तु स यावन्मिथ्यात्वं नोपयाति तावन्मध्ये