Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३५२
तत्त्वन्यायविभाकरे
કહેવાનો આશય એવો છે કે-જે પૂર્વકથિત ઔપથમિક સમ્યગ્દષ્ટિ અથવા શુદ્ધ થયેલ દર્શનમોહના પુજના ઉદયમાં વર્તમાન ક્ષાયોપેશિક સમ્યગ્દષ્ટિ અથવા દર્શનસપ્તકનો ક્ષય કરનાર, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અવિરતિના નિમિત્તથી જન્ય, દુરંત-નરક આદિ દુઃખ રૂપ ફળજનક કર્મબંધને અને પરમ મુનિપ્રણીત મોક્ષમહેલમાં ચડવામાં નિસરણી જેવી સાવઘયોગ વિરતિને જાણતો હોવા છતાં વિરતિનો સ્વીકાર કરી શકતો નથી. તેના પાલન માટે પ્રયત્ન કરી શકતો નથી, કેમ કે-અપ્રત્યાખ્યાન રૂપ આવરણના ઉદય દ્વારા વિરતિ રોકાયેલ છે. તે અપ્રત્યાખ્યાન કષાયો થોડા પણ પચ્ચકખાણને આવરે છે, માટે જ તે અહીં “અવિરત સમ્યગ્દષ્ટિ' કહેવાય છે.
૦ ઉદય પામેલ મિથ્યાત્વમોહનીયના ક્ષયથી અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વના ઉપશમથી બનેલ સમ્યકત્વ “ક્ષાયોપથમિક સમ્યકત્વ' કહેવાય છે.
જે ઉદયમાં આવેલ મિથ્યાત્વ, તે વેદિત હોવાથી ક્ષીણ છે, પરંતુ જે બાકી રહેલ ઉદયમાં નહિ આવેલ સત્તામાં વર્તે છે, તે ઉપશાન્ત કહેવાય છે. ઉપશાન્ત એટલે વિખંભિત (દબાયેલ)-ઉદયભાવવાળું અને અપનીત (દૂર કરેલ) મિથ્યાત્વ સ્વભાવવાળું શેષ મિથ્યાત્વ “ઉપશાન્ત' કહેવાય છે. અહીં મિથ્યાત્વપુંજ અને મિશ્રપુંજની અપેક્ષાએ વિષ્ફભિત ઉદયભાવવાળું અને શુદ્ધ પુંજની અપેક્ષાએ અપનીત મિથ્યાત્વભાવવાળું શેષ મિથ્યાત્વ કહેવાય છે, એમ સમજવું.
૦જો કે ઔપશમિકમાં પણ ઉદય પામેલ મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વનો ઉપશમ છે, તો પણ અહીં ક્ષાયોપથમિક સમકિતમાં મિથ્યાત્વ પ્રદેશ ઉદયથી વેદાય છે. ત્યાં ઔપશમિક સમકિતમાં તે પ્રદેશોદય પણ નથી, આવો વિશેષ ભેદ સમજવો.
૦ અહીં ક્ષાયોપથમિક સમકિતમાં શુદ્ધ કરેલા મિથ્યાત્વના પુદ્ગલો, યથાર્થ તત્ત્વરૂચિ રૂપ અધ્યવસાય આત્મક સમ્યકત્વને રોકનારા થતા નથી, તેથી તેઓ પણ (શુદ્ધ પુંજ રૂપ પુદ્ગલો પણ) ઉપચારથી (વ્યવહારથી) સમ્યકત્વ તરીકે કહેવાય છે, એમ સમજવું.
૦ અનંતાનુબંધી ચાર કષાયોના ક્ષય બાદ મિથ્યાત્વપુંજ, મિશ્રપુંજ અને સમ્યકત્વપુંજ રૂપ ત્રણ પ્રકારવાળું પણ દર્શનમોહનીય સર્વથા ક્ષીણ થયે છતે ક્ષાયિક સમ્યક્ત થાય છે.
૦ આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન-લાયોપથમિક સમકિતની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૬૬ સાગરોપમ સ્થિતિવાળું આ છે.
૦ ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએ સાધિક ૩૩ સાગરોપમપ્રમાણ સ્થિતિ છે. તે આ પ્રમાણે-કોઈ એક સ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલો અને ત્યાં અવિરત સમ્યગ્દષ્ટિપણાએ ૩૩ સાગરોપમ સુધી રહેલો, ત્યાંથી અવીને અહીં પણ આવેલો હજુ પણ જયાં સુધિ વિરતિને પામેલો-પામતો નથી, ત્યાં સુધી તે ભાવથી જ રહેલો છે, એમ ભાવ સમજવો.
[અહીં આઠ વર્ષનો માનવી લાયોપથમિક પામી, દીક્ષા ગ્રહણ કરી, આઠ વર્ષ ન્યૂન પૂર્વકોટી વર્ષો દીક્ષા પાળી, ક્ષાયોપથમિક સમ્યક્ત્વ સહિત વિજય આદિમાં ઉત્પન્ન થાય; અને ત્યાં ૩૩ (૨૨) સાગરોપમની સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કરી, ફરીથી મનુષ્ય થઈ, પૂર્વોક્ત કથન પ્રમાણે દીક્ષા ગ્રહણ કરે