Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૩, સપ્તમ: સિરા:
३४५
સંખ્યાતા ભાગો અંતકરણના દળિયાની સાથે ઉમેરે છે. તેથી આ પ્રમાણે ઉકેરતાં અંતકરણની સ્થિતિની મધ્યમાંથી કર્મપરમાણુ રૂપ દળિયાને લઈ નીચે એટલે પ્રથમ સ્થિતિમાં અને ઉપર એટલે બીજી સ્થિતિમાં પ્રક્ષેપે છે. આ પ્રમાણે સમયે સમયે ત્યાં સુધી પ્રક્ષેપે છે, કે જ્યાં સુધી અંતકરણ સંબંધી સઘળાય તે દલિકનો અંતર્મુહૂર્તમાં ક્ષય થાય છે. અંતકરણથી નીચેની સ્થિતિ “પ્રથમ સ્થિતિ અને ઉપરની સ્થિતિ “દ્વિતિય સ્થિતિ કહેવાય છે. ત્યાં અંતર્મુહૂર્તવાળી પ્રથમ સ્થિતિમાં વર્તતો જીવ, ઉદીરણા પ્રયોગથી પ્રથમ સ્થિતિના દલિકોને ખેંચીને ઉદય સમયમાં (ઉધ્યાવલિકામાં) જે દાખલ કરે છે, તે “ઉદીરણ' છે વળી જે બીજી સ્થિતિમાં રહેલા દલિકોને ઉદીરણા પ્રયોગથી આકર્ષાને ઉદય સમયમાં (ઉદયાવલિકામાં) ફેંકે છે, તે પણ “ઉદીરણા” જ છે. આનું બીજું પ્રસિદ્ધ નામ “આગાલ છે.
૦ ઉદય અને ઉદીરણા વડે પ્રથમ સ્થિતિનો અનુભવ કરતો ત્યાં સુધી જાય છે કે માત્ર બે આવલિકા શેષ (બાકી) રહે ત્યારે આગાલનો વ્યવચ્છેદ થાય છે, ફક્ત ઉદીરણા પ્રવર્તે છે. પ્રથમ સ્થિતિમાં જ્યારે એક આવલિકા બાકી રહે, ત્યારે ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. ફક્ત ઉદય વડે જ તે ઉદયાવલિકામાં રહેલા દલિકોનો અનુભવ કરે છે. તે છેલ્લી આવલિકા વ્યતિત થઈ જતાં મિથ્યાત્વનો ઉદય પણ બંધ પડી જાય છે, કેમ કે-આગળ વઘઇલિકોનો અભાવ છે.
૦ તે જ સમયે ઉપશાન્ત અદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં દાખલ થયેલાને (અંતરકરણના) પ્રથમ સમયમાં જ મોક્ષના બીજભૂત (અપૂર્વ આનંદજનક) ઔપથમિક સમ્યકત્વ પામે છે, એવું તાત્પર્ય છે.
૦ પ્રથમ સ્થિતિના અંતિમ સમયમાં (મિથ્યાત્વભાવમાં મિથ્યાષ્ટિપણે રહ્યો થકો જીવ) દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિતોને અનુભાગ (રસ)ના ભેદ તારતમ્યથી શુદ્ધ, અર્ધશુદ્ધ અને (મિશ્ર) અશુદ્ધ રૂપે ત્રણ પ્રકારના કરે છે. તેમાં (૧) શુદ્ધ દલિકો તે સમ્યક્ત્વમોહનીયનો પુંજ છે અને તે દેશઘાતી રસથી યુક્ત હોવાથી દેશાવાતી છે. અર્થાત્ આ પુંજનો રસ વિશિષ્ટ શ્રદ્ધાન રૂપ દેશને રોકે છે, પરંતુ સામાન્ય શ્રદ્ધાનને તે રોકતો નથી. (૨) અર્ધશુદ્ધ દલિકોને મિશ્રમોહનીય પુંજ છે. (૩) અશુદ્ધ દલિકો તે મિથ્યાત્વમોહનીયનો પુંજ છે. (૪) આ બંને પુંજો સર્વઘાતી છે, કેમ કે-તે સર્વઘાતી રસથી યુક્ત છે. એટલે કે તેમાં સર્વાશે શ્રદ્ધાનનો ઘાત કરનારો રસ રહેલો છે.
હવે શ્રેણિગત ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. अथ श्रेणिगतं सम्यक्त्वमौपशमिकमुच्यते
श्रेणितो मिथ्यात्वमोहनीयानन्तानुबन्धिचतुःकषायाद्युपशमनतः श्रेणिजन्योपशमસખ્યત્વે મવતિ શરૂ
श्रेणित इति । यदि चतुर्थपञ्चमषष्ठसप्तमान्यतमगुणस्थानेऽनन्तानुबन्धिनो दर्शनमोहस्य च सर्वोपशमनायामुपशमसम्यक्त्वयुक्त उपशमश्रेणिं जीवस्सम्पद्यते तस्य यदौपशमिकं सम्यक्त्वं तच्छ्रेणिजन्योपशमसम्यक्त्वमुच्यत इति भावः ॥