Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३४०
तत्त्वन्यायविभाकरे અવતરણિકા - ત્યાં ઉપશમસમકિત કોને કહેવાય છે? કે જે સમકિતથી પડેલો, મિથ્યાત્વને નહિ પામેલો અને સાસ્વાદન ગુણસ્થાનનો ભજનારો થાય છે. માટે ઉપશમ સમ્યકત્વનો અર્થ___ तत्र किं तावदुपशमसम्यक्त्वं यस्मात्पतितोऽनवाप्तमिथ्यात्वस्सास्वादनगुणस्थान-भाग्भवतीत्यत्राह
अनादिकालानुवृत्तमिथ्यात्वप्रथमकषायचतुष्कोपशमनजन्यं सम्यक्त्वमुपशमसम्यक्त्वम् । तद् द्विविधमन्तरकरणजन्यं स्वश्रेणिजन्यञ्चेति । उपशमसम्यक्त्वं करणत्रयापेक्षम् । ११ । ___ अनादिकालेति । अनादिकालादनुवृत्तं यन्मिथ्यात्वं यच्च प्रथमकषायचतुष्कमनन्तानुबन्धिक्रोधमानमायालोभरूपं तस्योपशमेन जन्यं यत्सम्यक्त्वं तदुपशमसम्यक्त्वमित्यर्थः । एकस्यापि क्रोधादेरुदये प्रतिपातात् । एतस्य सम्यक्त्वस्य द्वैविध्यमाह-अन्तरेति । तत्रापूर्वकरणेनैव कृतग्रन्थिभेदस्य मिथ्यात्वपुद्गलराशेरकृतमिथ्यात्वमिश्रसम्यक्त्वरूपत्रिपुञ्जस्यानिवृत्तिकरणेनोदीर्णे मिथ्यात्वे क्षीणेऽनवाप्तेऽनुदीर्णे चान्तरकरणादन्तर्मुहूर्त्तकालं यावत् सर्वथा मिथ्यात्वावेदकस्यान्तरकरणौपशमिकसम्यक्त्वं भवति । उपशमश्रेणिं प्रपन्नस्य तु मिथ्यात्वस्यानन्तानुबन्धिनाञ्चोपशमे स्वश्रेणिगतमुपशमसम्यक्त्वं भवतीति बोध्यम् । नन्वन्तरकरणजन्यमुपशमसम्यक्त्वमुक्तं तत्र किं नामान्तरकरणमिति शङ्कायामुपशमसम्यक्त्वोपयोगिकरणत्रयप्रदर्शनद्वारेण तद्दिदर्शयिषुः प्राहोपशमेति ॥
ભાવાર્થ – અનાદિકાળથી અનુવૃત્ત પાછળ ચાલતું મિથ્યાત્વ, અનંતાનુબંધી ચાર કષાયોના ઉપશમથી જન્ય “સમ્યકત્વ-ઉપશમ સમ્યકત્વ' એમ બે પ્રકારનું છે. ૧-અંતરકરણથી જન્ય અને ૨-ઉપશમશ્રેણીથી જન્ય, એમ બે પ્રકારનું છે. વળી ત્રણ કરણની અપેક્ષાવાળું ઉપશમ સમકિત છે.
વિવેચન – અનાદિકાળથી અનુવૃત્તિવાળું મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયો (કષાયચોકડી)-એમ પાંચના ઉપશમથી જન્ય જે સમ્યકત્વ, તે “ઉપશમ સમ્યકત્વ' કહેવાય છે, કેમ કે- એકાદ ક્રોધ આદિનો ઉદય થતાં પડનારું છે. આ સમકિતના બે પ્રકાર કહે છે કે – “અંતકરણજન્ય અને સ્વશ્રેણિજન્ય-એમ બે પ્રકારનું ઉપશમ સમ્યકત્વ છે.' ત્યાં અપૂર્વકરણ દ્વારા કરેલ ગ્રંથિભેદવાળું અને મિથ્યાત્વના પુદ્ગલોની રાશિમાંથી મિથ્યાત્વ-સમ્યકત્વ રૂપ ત્રણ પુંજને નહિ કરનારને, અનિવૃત્તિકરણ દ્વારા ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય કરે છે અને નહિ પ્રાપ્ત થયેલ મિથ્યાત્વના ઉદયનો અભાવ કર્યો છતે જે ક્ષયને (અંતકરણથી) અંતર્મુહૂર્ત કાળ સુધી સર્વથા મિથ્યાત્વના વેદન નહિ કરનારને અંતકરણજન્ય ઔપથમિક સમ્યકત્વ હોય છે. (જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતાં જ્યારે ઉખરભૂમિમાં આવે ત્યારે તે આપોઆપ ઓલવાઈ જાય, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વવેદન રૂપ દાવાનળ અંતરકરણ રૂપ ઉખરભૂમિને પ્રાપ્ત થતાં શમી જાય છે.)