Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३१०
तत्त्वन्यायविभाकरे - સંયોજન-વિષ-ગરલ-હળ-કૂટ-ધનુષ્ય-મંત્ર-અસિમુષ્ટિ (તલવારની મુઠ) આદિને જોડવા, હથિયારોના અંગોને પરસ્પર જોડવા.
નિર્વર્તન-મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં મૂલગુણનિર્વર્તન એટલે પાંચેય ઔદારિક આદિ શરીરોને નવેસરથી બનાવવાં, ઉત્તરગુણનિર્વર્તન એટલે હાથ, પગ વગેરે અવયવો બનાવવાં.
અથવા અસિ (તલવાર), શક્તિ (એક જાતનું શસ્ત્ર) તોમર (ભાલો) ઇત્યાદિ શસ્ત્રાસ્ત્રોને નવાં બનાવવાં, એ “મૂલગુણનિર્વર્તન' કહેવાય છે. તે જ શસ્ત્ર આદિમાં પાન (ધાર લાવવા પાણી પાવું તે) ઉજ્જવલીકરણ-સંસ્કાર આદિ રૂપ પરિચાર-સેવા વગેરે રૂપ ક્રિયા ‘ઉત્તરગુણનિર્વર્તન' કહેવાય છે.
વિષ-શસ્ત્ર આદિ દ્રવ્યજનિત એવું પદ, દ્રવ્યમાંથી અથવા દ્રવ્યોમાં જનિત એવા વિગ્રહના ભેદથી સંયોજન-નિર્વર્તન રૂપ અર્થનું બોધક જ છે એમ સમજવું. આ ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી હોય છે.
प्रादोषिकी क्रियामाहजीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी । १८ ।
जीवाजीवेति । प्रकृष्टो दोषः प्रदोषः क्रोधादिस्तत्र भवा, सा द्विविधा जीवप्रादोषिकी, अजीवप्रादोषिकी चेति, आद्या पुत्रकलत्रादिस्वपरजनविषया, द्वितीया क्रोधोत्पत्तिनिमित्तभूतस्थाणुकण्टकदृषच्छकलशर्करादिगोचरेति भावः, आनवमगुणस्थानमेषा । अस्या एव प्राद्वेषिकीत्यपि नामान्तरमेतत्सूचनायैव मूले क्रोधेत्यनुक्त्वा द्वेषपदोपादानम् ॥
પ્રાદોષિકી ક્રિયાભાવાર્થ - જીવ-અજીવ વિષયવાળી દ્રષજન્ય ક્રિયા “પ્રાદોષિકી' કહેવાય છે. વિવેચન - પ્રકૃષ્ટ દોષ-ક્રોધ આદિ રૂપ પ્રદોષથી જન્ય ક્રિયા “પ્રાદોષિકી.” તે પ્રાદોષિકી ક્રિયા જીવપ્રાદોષિકી અને અજીવપ્રાદોષિકી-એમ બે પ્રકારની છે.
(૧) જીવપ્રાદોષિક-પુત્ર-સ્ત્રી આદિ સ્વજન, પાડોશી આદિ પરજન જીવો ઉપર ઠેષપૂર્વકની ક્રિયા.
(૨) ક્રોધની ઉત્પત્તિમાં નિમિત્તભૂત શાખા વગરનું ઠુંઠું, કાંટા-પત્થર-પત્થરના ટૂકડા, કાંકરા ઇત્યાદિ વિષયવાળી ક્રિયા.
આ પ્રાદોષિકી ક્રિયા નવમાં ગુણસ્થાનક સુધી છે. આ પ્રાદોષિકી ક્રિયાનું બીજું નામ પ્રાષિકી છે. આ સૂચન માટે જ મૂળમાં ક્રોધ, એમ નહિ કહેતાં દ્વેષપદનું ગ્રહણ કરેલ છે.
पारितापनिकी वक्तिस्वपरसन्तापहेतुः क्रिया पारितापनिकी । १९ ।