Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - ૨૮-૧૨-૨૦, ૫૪ વિખે
३११
स्वपरेति । इयमपि स्वपरपरितापहेतुकत्वेन द्विविधा । तत्र स्वहस्तेन परहस्तेन वा पुत्रकलत्रादिवियोगदुःखभारातिपीडितस्यात्मनस्ताडनशिरस्फोटनादिना स्वपारितानि । पुत्रशिष्यादिताडनादिना तु परपारितापनिकी, एषा चानिवृत्तिबादरगुणस्थानं यावत् ॥
પારિતાપનિકી
ભાવાર્થ - સ્વ-૫૨ સંતાપના હેતુ રૂપ ક્રિયા, તે ‘પારિતાપનિકી.’
વિવેચન – આ ક્રિયા પણ સ્વ-૫૨ના પરિતાપના હેતુ રૂપે બે પ્રકારની છે.
(૧) સ્વપરિતાપનિકી-પુત્ર, સ્રી આદિના વિયોગના દુઃખભારથી અત્યંત પીડિત આત્મામાં (૫૨હસ્તે કે) સ્વહસ્તે છાતી કૂટવી, તાડન-શિર ફોડવા આદિ દ્વારા સ્વપરિતાપજનક ક્રિયા, તે ‘સ્વપારિતાપનિકી.' (૨) ૫૨પરિતાપનિકી-પુત્ર, શિષ્ય વગેરેને તાડન-તર્જન આદિ રૂપ ક્રિયા પરપરિતાપજનક હોવાથી, તે ‘પ૨પરિતાપનિકી.’
આ ક્રિયા બાદરકષાયજન્ય હોવાથી અનિવૃત્તિ બાદરગુણસ્થાનક સુધી છે.
प्राणातिपातिकीं निरूपयति
स्वपरप्राणवियोगप्रयोजिका क्रिया प्राणातिपातिकी । २० ।
स्वपरेति । प्राणातिपातः प्राणिविनाशनं तत्प्रधाना क्रिया प्राणातिपातिकी । सा द्विविधा स्वहस्तेन परहस्तेन च, गिरिशिखरपातजलज्वलनप्रवेशशस्त्रपाटनप्रभृतेः स्वपरहस्ताभ्यामात्मविषयकरणकारणे । मोहलोभक्रोधाविष्टैः परस्य स्वपरहस्तप्राणच्यावनमिति । आपञ्चमगुणस्थानं यावदियम् ॥
પ્રાણાતિપાતિકી ક્રિયા
ભાવાર્થ - ‘સ્વ-૫૨ પ્રાણીના પ્રાણોના વિયોગમાં કારણભૂત ક્રિયા, તે ‘પ્રાણાતિપાતિકી.’
વિવેચન – પ્રાણાતિપાત એટલે પ્રાણીવિનાશ-જીવહિંસા તે પ્રાણાતિપાતપ્રધાનક્રિયા, તે ‘પ્રાણાતિપાતિકી.’ (૧) સ્વપ્રાણાતિપાતિકી-સ્વહસ્તે કે પરહસ્તે ગિરિશિખરથી પડવું, જળમાં-અગ્નિમાં પ્રવેશ, શસ્ત્રથી ફાડવું વગેરે ક્રિયાથી આત્મધાત, તે ‘સ્વપ્રાણાતિપાતિકી' ક્રિયા કહેવાય છે. અર્થાત્ પોતાના કે બીજાના મારફતે આપઘાત કરવો-કરાવવો.
(૨) પરપ્રાણાતિપાતિકી-મોહ-લોભ-ક્રોધ આદિથી અવિષ્ટ-આધીન બની બીજા જીવોને સ્વહસ્તે કે પરહસ્તે પ્રાણરહિત કરવા કે કરાવવા, તે ‘પરપ્રાણાતિપાતિકી.’
એમ બે પ્રકારની આ ક્રિયા છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.