Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२६८
तत्त्वन्यायविभाकरे
આ કષાયોની અવધિ ઉત્કૃષ્ટથી ‘પખવાડીયા સુધી રહેનારી છે, કેમ કે- પાક્ષિક પ્રતિક્રમણના સમયે ઉત્કૃષ્ટથી શાન્ત થાય છે. જઘન્યથી તો પશ્ચાત્તાપ પછીથી જ દૂર થાય છે.
આવા ક્રોધ આદિના ઉદયમાં મરેલાઓની શી ગતિ? આ જવાબમાં કહે છે કે- “દેવગતિના આપનારા' છે. તેઓના કાર્યને કહે છે કે- “યથાખ્યાતચારિત્ર ઘાતીઓ છે, કેમ કે- ઉપશાન્ત કષાયવાળા અને ક્ષીણ કષાયવાળાને યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ હોય છે.
સંક્ષેપથી સંજવલન ક્રોધ આદિનું સ્વરૂપ દર્શાવે છે કે આવા-સંજવલન સ્વરૂપી, એવો અર્થ સમજવો. અહીં “ચ'કાર પ્રકારભેદની સમાપ્તિનો ઘોતક છે. ક્રોધ વગેરે (માન-માયા-લોભ)નું લક્ષણ પૂર્વની માફક જ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ-પૂર્વની માફક. જધન્ય સ્થિતિ-ક્રોધની બે મહિના, માનની એક મહિનો, માયાની પંદર દિન અને લોભની અંતર્મુહૂર્ત. અબાધકાળ-સર્વનો અંતર્મુહૂર્ત.
ક્રમથી સંજ્વલન ક્રોધ આદિ.
૦ સંજવલન ક્રોધ-ઉદક રાજિના સરખો છે. જેમ પાણીમાં દંડ-લાકડી-સળી-આંગળી વગેરેમાંથી કોઈ એક નિમિત્તથી ઉત્પન્ન (કરાતી) થયેલ રાજિ-રેખા, પાણી, દ્રવદ્રવ્ય હોવાથી ઉત્પત્તિ પછી તુરંત હી મટી જાય છે, તેમ પૂર્વોક્ત નિમિત્તવશાત્ વિદ્વાન્ (ક્રોધના ફળના જાણ) અને અપ્રમત્ત સાધુને ઉત્પન્ન થયેલ સંજવલન ક્રોધ, “હા ! મેં ખોટું કર્યું આવા પ્રકારના પશ્ચાત્તાપની ઉત્પત્તિ બાદ તુરંત હી નાશ પામે છે.
૦ સંજવલન માન-તિનિશિલતા (અથવા તૃણનો સ્તંભ)નો સરખો છે. જેમ નેતરની સોટી સુખપૂર્વક નમે છે, તેમ જે માનના ઉદયમાં જીવ પોતાનો આગ્રહ મૂકીને સુખથી જ નમે છે, તે સંજવલન માન.
૦ સંજવલન માયા-સુથારના વાંસલાથી છોલાતા એવા ધનુષ્ય વગેરેની છોલાયેલ, અત્યંત વાંકી છાલ રૂપ નિર્લેખન સરખી માયા છે. જેમ આ અવલેખિકા કોમળ હોવાથી સુખપૂર્વક સીધી કરાય છે, તેમ જ માયાના ઉદયમાં હૃદયમાં ઉત્પન્ન થયેલ વક્રતા સુખપૂર્વક અટકે છે.
૦સંજ્વલન લોભ-હળદરના રંગ સરખો છે. જેમ વસ્ત્રમાં હળદરનો રંગ સૂર્યના તડકાના સ્પર્શ માત્રથી ઉડી જાય છે, તેમ આ લોભ નિમિત્તવશાત્ શીધ્ર અટકી જાય છે. ___ अथ चारित्रमोहनीयस्यापरभेदं नोकषायाख्यं पूर्वोदितकषायसहचारिणं कषायोद्दीपकं सहचारिकषायसमफलं नवविधं क्रमेणाऽऽख्यातुमुपक्रमते
દાતાલ વર્મ હાચમોહનીયમ્ કરૂ हास्योत्पादकमिति । यस्योदयेन सनिमित्तमनिमित्तं वा हसति रङ्गावतीर्णनटवत् तत्कर्म हास्यमोहनीयमित्यर्थः । हास्योत्पादकत्वे सति कर्मत्वं लक्षणं, कृत्यं सुस्पष्टम् । उत्कृष्टा स्थितिरनन्तानुबन्धिक्रोधवत्, जघन्या तु सागरोपमस्य द्वौ सप्तभागौ पल्योपमासंख्येयभागन्यूनौ, अन्तर्मुहूर्त्तञ्चाबाधा ॥