Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३०६
तत्त्वन्यायविभाकरे पुनर्विग्रहसमापत्तौ केवलिसमुद्धाते वा त्रिचतुर्थपञ्चमसमयेषु भवति । तत्र यथासम्भवमेभिर्जन्याश्रवः कायाश्रव इति भावः ।।
કાયાશ્રવ
ભાવાર્થ - શરીરક્રિયાથી જન્યાશ્રવ, તે “કાયાશ્રવ.” -
વિવેચન - સાત શરીરના સમુદાય રૂપ કાયયોગ-અહીં શરીરપદ દારિક વગેરે સાતના સમુદાયમાંથી કોઈ એક શરીરને ગ્રહણ કરનારું છે. જેમ કે-(૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) વૈક્રિયકાયયોગ, (૪) વૈક્રિયમિશ્રકાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારક મિશ્રકાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ.
અધિકારી ભેદ-(૧) ઔદારિક કાયયોગ અને ઔદારિક મિશ્રકાયયોગ તિર્યંચો અને મનુષ્યોમાં જ હોય છે. કેવલી સમુદ્યાતકાળમાં પહેલા અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગ હોય છે.
(૨) તે જ ઔદારિક કાયયોગ જ કામણની સાથે સહચરિત “ઔદારિક મિશ્રકાયયોગ કેવલીસમુદ્ધાતમાં બીજા-છઠ્ઠા-સાતમા સમયોમાં હોય છે. - (૩) વિવિધ ક્રિયાકારણભૂત વૈક્રિયશરીરયોગ નારકી અને દેવોને તથા વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચો અને મનુષ્યોને હોય છે.
(૪) વૈક્રિયમિશ્રકાયયોગ-વૈક્રિયમિશ્ર, ઔદારિક અથવા કાર્મણ સાથે થાય છે. ત્યાં કાર્મણ સાથે મિશ્ર, દેવ-નારકોને અપર્યાપ્ત અવસ્થામાં પહેલા સમય પછી હોય છે, જયારે વૈક્રિયલબ્ધિવાળા પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્યોને વૈક્રિય આરંભકાળમાં કે વૈક્રિયના પરિત્યાગકાળમાં ઔદારિક સાથે મિશ્ર હોય છે, એમ સમજવું.
(૫) આહારક કાયયોગ આહારકલબ્ધિ પ્રાપ્ત સાધુને જ હોય છે.
(૬) આહારક મિશ્રકાયયોગ-આહારક લબ્ધિવંત સાધુને તે આહારક કાયયોગ ઔદારિકની સાથે આહારક મિશ્રકાયયોગ ગ્રહણકાળમાં હોય છે.
(૭) કાર્મણકાયયોગસર્વ કર્મના અંકુરાના બીજ રૂપ અને સાંસારિક સુખ-દુઃખના ભાજન રૂપ કર્મ જ કામણશરીર, તેના વડે યોગ (વ્યાપાર) કાર્મણકાયયોગ કહેવાય છે. તે કાર્મણકાયયોગ વિગ્રહ (વક્ર) ગતિની પ્રાપ્તિમાં અથવા કેવલી મુઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયોમાં હોય છે.
(આહારપાચનમાં સમર્થ એવું તૈજસશરીર કામણની સાથે સંયુક્ત છે, વાસ્તે ભેદથી તેનું ગ્રહણ કરેલું નથી, કેમ કે-સ્વતંત્રતાનો અભાવ છે.) ત્યાં સંબંધ પ્રમાણે આ સપ્તવિધકાયયોગના પ્રકારોથી જન્યાશ્રવ, એ કાયયોગાશ્રવ.”
अथ वागाश्रवं प्रतिपादयतिवाक्रियाजनिताश्रवो वागाश्रवः । १४ ।