SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ तत्त्वन्यायविभाकरे पुनर्विग्रहसमापत्तौ केवलिसमुद्धाते वा त्रिचतुर्थपञ्चमसमयेषु भवति । तत्र यथासम्भवमेभिर्जन्याश्रवः कायाश्रव इति भावः ।। કાયાશ્રવ ભાવાર્થ - શરીરક્રિયાથી જન્યાશ્રવ, તે “કાયાશ્રવ.” - વિવેચન - સાત શરીરના સમુદાય રૂપ કાયયોગ-અહીં શરીરપદ દારિક વગેરે સાતના સમુદાયમાંથી કોઈ એક શરીરને ગ્રહણ કરનારું છે. જેમ કે-(૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) વૈક્રિયકાયયોગ, (૪) વૈક્રિયમિશ્રકાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારક મિશ્રકાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ. અધિકારી ભેદ-(૧) ઔદારિક કાયયોગ અને ઔદારિક મિશ્રકાયયોગ તિર્યંચો અને મનુષ્યોમાં જ હોય છે. કેવલી સમુદ્યાતકાળમાં પહેલા અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગ હોય છે. (૨) તે જ ઔદારિક કાયયોગ જ કામણની સાથે સહચરિત “ઔદારિક મિશ્રકાયયોગ કેવલીસમુદ્ધાતમાં બીજા-છઠ્ઠા-સાતમા સમયોમાં હોય છે. - (૩) વિવિધ ક્રિયાકારણભૂત વૈક્રિયશરીરયોગ નારકી અને દેવોને તથા વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચો અને મનુષ્યોને હોય છે. (૪) વૈક્રિયમિશ્રકાયયોગ-વૈક્રિયમિશ્ર, ઔદારિક અથવા કાર્મણ સાથે થાય છે. ત્યાં કાર્મણ સાથે મિશ્ર, દેવ-નારકોને અપર્યાપ્ત અવસ્થામાં પહેલા સમય પછી હોય છે, જયારે વૈક્રિયલબ્ધિવાળા પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્યોને વૈક્રિય આરંભકાળમાં કે વૈક્રિયના પરિત્યાગકાળમાં ઔદારિક સાથે મિશ્ર હોય છે, એમ સમજવું. (૫) આહારક કાયયોગ આહારકલબ્ધિ પ્રાપ્ત સાધુને જ હોય છે. (૬) આહારક મિશ્રકાયયોગ-આહારક લબ્ધિવંત સાધુને તે આહારક કાયયોગ ઔદારિકની સાથે આહારક મિશ્રકાયયોગ ગ્રહણકાળમાં હોય છે. (૭) કાર્મણકાયયોગસર્વ કર્મના અંકુરાના બીજ રૂપ અને સાંસારિક સુખ-દુઃખના ભાજન રૂપ કર્મ જ કામણશરીર, તેના વડે યોગ (વ્યાપાર) કાર્મણકાયયોગ કહેવાય છે. તે કાર્મણકાયયોગ વિગ્રહ (વક્ર) ગતિની પ્રાપ્તિમાં અથવા કેવલી મુઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયોમાં હોય છે. (આહારપાચનમાં સમર્થ એવું તૈજસશરીર કામણની સાથે સંયુક્ત છે, વાસ્તે ભેદથી તેનું ગ્રહણ કરેલું નથી, કેમ કે-સ્વતંત્રતાનો અભાવ છે.) ત્યાં સંબંધ પ્રમાણે આ સપ્તવિધકાયયોગના પ્રકારોથી જન્યાશ્રવ, એ કાયયોગાશ્રવ.” अथ वागाश्रवं प्रतिपादयतिवाक्रियाजनिताश्रवो वागाश्रवः । १४ ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy