Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२६६
तत्त्वन्यायविभाकरे
માસ અને જઘન્યથી અહોરાત્ર જાણવું. આ કષાયો કઈ ગતિ આપનારા છે? તો કહે છે કે- “મનુષ્યગતિને આપનારાં છે.' અર્થાત્ આ કષાયવાળો જીવ મનુષ્યોમાં ઉત્પત્તિને મેળવે છે. કાર્યને કહે છે કે - ‘સાધુધર્મધાતી છે. અર્થાત્ સાધુધર્મના પરિણામની ઉત્પત્તિનો નાશ કરે છે. प्रत्याख्यानावरणक्रोधचतुष्टयस्वरूपं संक्षेपेणाह
ईदृशाः क्रोधादय एव प्रत्याख्यानक्रोधादयः । ४१ । ईदृशा इति । प्रत्याख्यानावरणभूता इत्यर्थः । क्रोधादय एवेति पूर्वोक्तस्वरूपाः क्रोधादय एवेत्यर्थः । प्रत्याख्यानक्रोधादय इति प्रत्याख्यानावरणभूताः क्रोधमानमायालोभा इत्यर्थः । लक्षणं प्रयोजनञ्च प्राग्वत् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत्, क्रमेणैते वालुकाराजिदारुस्तम्भगोमूत्रिकाखञ्जनरागसदृशाः ॥
સંક્ષેપથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ વગેરે ચારના સ્વરૂપનું વર્ણનભાવાર્થ- “આવા ક્રોધ આદિ જ પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે.” વિવેચન- આવા પ્રત્યાખ્યાનાવરણભૂત એવો અર્થ સમજવો. “ક્રોધ વગેરે જ' એટલે પૂર્વકથિત સ્વરૂપવાળા ક્રોધ વગેરે જ, એવો અર્થ સમજવો. “પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે’ એટલે પ્રત્યાખ્યાનાવરણભૂત ક્રોધ-માન-માયા-લોભ એવો અર્થ છે. લક્ષણ અને પ્રયોજન પૂર્વની માફક સમજવું. અનંતાનુબંધી ક્રોધની માફક બન્ને સ્થિતિ સમજવી.
ક્રમથી પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે.
૦ પ્રત્યાખ્યાન ક્રોધ-વાલુકા રાજિ-રેખા સરખો છે. જેમ વાલુકામાં કાર્ડ વગેરે હેતુથી ઉત્પન્ન થયેલી રાજિ-રેખા, વાયુની પ્રેરણાદિ સાપેક્ષ સંરોહવાળી અર્થાત્ સંજ્વલન ક્રોધની અપેક્ષાએ તીવ્ર હોવાથી, રેણુ મધ્યમાં રેખા જેમ લાંબા કાળ મટે છે, તેમ આ ક્રોધ લાંબા કાળ મટે છે.
પ્રત્યાખ્યાન માન-લાકડાના સ્તંભ સમાન છે. જેમ કોઈપણ સ્તંભ કાષ્ઠ અગ્નિની ગરમી-બાર વગેરે ઘણા ઉપાયોથી કષ્ટથી નમે છે, તેમ માનના ઉદયમાં જીવ પણ કષ્ટથી નમે છે.
૦ પ્રત્યાખ્યાન માયા-ગોમૂત્રિકા સરખી આ માયા છે. ગોમૂત્રિકા એટલે માર્ગમાં ચાલતા બળદની વક્રપણાએ પડેલી મૂત્રધારા “ગોમૂત્રિકા' કહેવાય છે. જેમ આ પવન વગેરેથી સૂકાઈ ગયેલી ગોમૂત્રિકા થોડા કષ્ટથી દૂર થાય છે, તેમ જે કષાયથી પેદા થયેલી કુટિલતા કષ્ટથી દૂર થાય છે. તે ગોમૂત્રિકા સમાન પ્રત્યાખ્યાનાવરણી માયા છે.
૦ પ્રત્યાખ્યાન લોભ-ખંજન રાગ સરખો છે. અર્થાત્ વસ્ત્રમાં લાગેલ દીવા વગેરેના કાજળ (ખંજન) સમાન (હીપત્રિામતઃ વંદનદીવાના કોડીયાના મેલ સરખો) પ્રત્યાખ્યાનાવરણ લોભ કષ્ટથી હટાવી શકાય એવો છે.