Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ३९-४०, पञ्चमः किरणे
२६५
તેઓને કેવી રીતે ઓળખાવાય છે ? તો કહે છે કે- ‘અપ્રત્યાખ્યાન તરીકે ક્રોધ આદિ કહેવાય છે.” આદિ પદથી બંને ઠેકાણે માન-માયા-લોભનું ગ્રહણ કરવું. લક્ષણ અને પ્રયોજન પૂર્વની માફક વિચારવા. અનંતાનુબંધી ક્રોધની માફક બન્ને સ્થિતિ છે.
૦ ક્રમથી ભૂરાજિ-પૃથ્વીરેખા સરખો અપ્રત્યાખ્યાન ક્રોધ. (સૂર્યના કિરણોના સમુદાયથી ગ્રહણ કરેલ સ્નેહવાળી-વાયુથી હણાયેલ ભૂમિની રાજિ-રેખા-ભેદ ઉત્પન્ન થયેલ વરસાદની અપેક્ષાવાળા સંરોહવાળીવાયુથી હણાયેલ ભૂમિની રાજિ-રેખા-ભેદ ઉત્પન્ન થયેલ વરસાદની અપેક્ષાવાળા સંરોહવાળી અથવા ફૂટેલી પૃથ્વી સંબંધી રેખા, કચરા વગેરેથી ભરાયેલી કષ્ટથી દૂર થાય છે. એવી રીતે આ પણ પ્રત્યાખ્યાનાવરણની અપેક્ષાએ કષ્ટથી અટકે છે.)
૦ અપ્રત્યાખ્યાન માન અસ્થિના સ્તંભ સરખો છે. જેમ હાડકું કે હાડકાનો થાંભલો ઘણા ઘણા ઉપાયોઅત્યંત મોટા કષ્ટથી નમે છે. એ પ્રમાણે જેના ઉદયમાં જીવ પણ અત્યંત મોટા કષ્ટથી નમે છે, તે માન, અપ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે.
૦ અપ્રત્યાખ્યાન માયા મેષ(ઘેટા)ના શીંગડા જેવી છે. જેમ મેષશૃંગની કુટિલતા અત્યંત કષ્ટથી દૂર થાય છે, તેમ તે અત્યંત કષ્ટથી દૂર થઈ શકે એવી છે.
૦ અપ્રત્યાખ્યાન લોભ કર્દમ (ગાડાંની મશ-કાદવ)ના રાગ સરખો છે. વસ્ત્ર ઉપર લાગેલ નિબિડ કાદવ સરખો તે અત્યંત કષ્ટથી દૂર થઈ શકે એવો છે.
प्रत्याख्यानावरणक्रोधादीनभिधातुं प्रत्याख्यानावरणस्वरूपमाह
सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधुधर्मघातिनः પ્રત્યાધ્યાના: ૪૦ ..
सर्वविरत्यावरणकारिण इति । सर्वविरतिरूपं प्रत्याख्यानमावृण्वन्तीति भावः । अस्योदये हि विरत्यविरतिर्भवति, उत्तमचारित्रलाभस्तु न भवति । अवधिमाह मासचतुष्टयभाविन इति । उत्कर्षेणेयमुक्तिः, जघन्येन तु अहोरात्रं विज्ञेयम् कुत्रैषां जन्मप्रदत्वमित्यत्राह मनुजगतिप्रदायिन इति मनुजेषूत्पत्तिं लभत इति भावः । कार्यमाह साधुधर्मघातिन इति साधुधर्मपरिणामोत्पत्तिं नाशयन्तीत्यर्थः ॥
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ આદિને કહેવા માટે પ્રત્યાખ્યાનાવરણ સ્વરૂપનું વર્ણન
ભાવાર્થ- સર્વવિરતિને રોકનારા, ચાર મહિના રહેનારા, મનુષ્યગતિ આપનારા અને સાધુધર્મના ઘાતી -“પ્રત્યાખ્યાન' છે.
વિવેચન- સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને આવરનારા છે. ખરેખર, આ કષાયના ઉદયમાં દેશવિરતિ (વિરત્યવિરતિ) થાય છે, પરંતુ ઉત્તમ એવા ચરિત્રનો લાભ થતો નથી. અવધિને કહે છે કે- ઉત્કૃષ્ટથી ચાર