Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
સ્તેયાશ્રવ
ભાવાર્થ – સ્વામીએ નહિ આપેલ પદાર્થોને જે પોતાને આધીન કરવાથી થયેલ આશ્રવ, તે ‘સ્તેય આશ્રવ.’
વિવેચન – માલિકે નહિ દીધેલ પદાર્થોને પોતાને આધીન ક૨વા દ્વારા થતો આશ્રવ ‘સ્તેયાશ્રવ’ કહેવાય છે. અહીં સ્વામીપદ જીવ-તીર્થંકર-ગુરુઓનું ઉપલક્ષક (ઉપાદાન લક્ષણા વડે પોતાને અને તેથી ઈતરનો બોધક શબ્દ) છે. તેથી સ્વામીએ નહિ દીધેલ ઘાસ વગેરેનો અથવા જીવે રાજીખૂશીથી નહિ આપેલ સચિત્ત ફળ-ફૂલ વગેરેનો, તીર્થંકરે નિષેધ કરેલ (સાધુને માટે આધાકર્મિક આહાર વગેરે ગૃહસ્થીઆશ્રી અપ્રાસુકઅનંતકાય-અભક્ષ્ય પદાર્થો વગેરે) આધાકર્મિક આહાર આદિનો, ગુરુઓએ અનુજ્ઞા નહિ આપેલ ભોજ્ય આદિનો પણ સંગ્રહ સમજવો.
શંકા - બીજાએ નહિ આપેલ આઠ પ્રકારના કર્મને ગ્રહણ કરનારને ચોરીનો દોષ ખરો કે નહિ ?
સમાધાન – દાન-આદાનની પ્રવૃત્તિ કે નિવૃત્તિયોગ્ય વસ્તુઓમાં જ દાન-આદાનની પ્રવૃત્તિ-નિવૃત્તિની ઉપપત્તિ (સંગતિ) હોવાથી કર્મમાં અસંભવ છે. અન્યથા (જો વસ્તુઓમાં દાન-આદાનની પ્રવૃત્તિ-નિવૃત્તિ ન માનવામાં આવે તો) ‘સ્વામી અવિતીર્ણ' એવા પદની નિરર્થકતા આવી જાય છે. વળી કર્મનું અદૃષ્ટસૂક્ષ્મપણું હોવાથી હાથ વગેરેથી ગ્રહણ (લેવું) વિસર્જન (દેવું)નો કર્મમાં અસંભવ છે.
શંકા - જો આમ છે, તો શુભાશુભ કર્મોનું ગ્રહણ કેવી રીતે સંગત થાય ?
સમાધાન – શરીર, આહાર, શબ્દ આદિ વિષયોમાં રાગ-દ્વેષ આદિ પરિણામ દ્વારા કર્મબંધ જ આદાન રૂપ છે.
શંકા - ઓ હો ! નિત્ય જ કર્મબંધનો પ્રસંગ આવશે જ ને ?
સમાધાન - ગુપ્તિ, સમિતિ આદિથી કર્મનું સંવરણ થતું હોવાથી (આવતાં કર્મનો નિરોધ કરેલ હોવાથી) નિત્ય-સર્વથા નિરંતર કર્મના બંધનો પ્રસંગ નહિ જ આવે.
३०२
પદનું સાર્થક્ય-‘સ્વામીએ' એવા પદથી, કોઈએ પણ નહિ ગ્રહણ કરેલ એવા પદાર્થનું ગ્રહણ સ્તેયચોરી છે, એવી માન્યતાનું ખંડન થાય છે, કેમ કે-જેનો કોઈ માલિક નથી અર્થાત્ કોઈએ નહિ ગ્રહણ કરેલ, શાસ્ત્રની અનુજ્ઞાવાળા પદાર્થના ગ્રહણમાં શ્રી જૈનશાસનમાં સ્તેયપણું કહેલ નથી.
શંકા - ગૃહસ્થ આપે છે, શાસ્ત્ર પ્રતિષેધ કરે છે. ત્યાં શાસ્રનિષેધ મહાન્ છે પરંતુ શાસ્ત્રમાં પરપણાનો અભાવ હોવાથી બીજાએ આપેલ અનેષણીય (અશુદ્ધ) આદિના ગ્રહણમાં ચોરીનો દોષ કેવી રીતે લાગે ? કેમ કે - - ૫૨ એટલે ચેતનાલક્ષણ આત્મા, તો શાસ્ત્ર પરશબ્દવાચ્ય કેવી રીતે કહેવાય ?
-
સમાધાન – આત્માનો વિશિષ્ટ પરિણામ રૂપ હોઈ જ્ઞાન પણ શાસ્ત્ર કહેવાય છે તે, પરિણામી આત્મામાં અભેદથી વર્તતો પશબ્દવાચ્ય બને છે, કેમ કે- પરિણામ અને પરિણામીનો અભેદ છે. એટલે શાસ્ત્રનું પરત્વ અખંડ છે. [અહીં આદાન એટલે ગ્રહણયોગ્ય-ધારણયોગ્ય દ્રવ્યવિષય હોવાથી દ્રવ્યના એકદેશ રૂપ વિષયવાળું છે પરંતુ સર્વ દ્રવ્યરૂપ વિષયવાળું નથી. ગ્રહણ-ધારણયોગ્ય, સાક્ષાત્, બાદરપુદ્ગલસ્કંધ રૂપ દ્રવ્ય અને શરીરો છે. પુદ્ગલદ્રવ્ય દ્વારા જીવોનું ગ્રહણ-ધારણ છે, સાક્ષાત્ નથી. ધર્માસ્તિકાય આદિ અને અવિષમ-સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ-ધારણયોગ્ય નથી, એમ સમજવું.]