Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
સૂત્ર - રૂ૪-રૂ, પઝમ: શિરો
२६१ પદકૃત્ય- અપ્રત્યાખ્યાન ક્રોધ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અનંતાનુબંધિત્વે સતિ' એવું પ્રથમ વિશેષણ દલ મૂકેલ છે. અનંતાનુબંધી માન આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પ્રીતિ અભાવ ઉત્પાદકત્વે સતિ એવું બીજું વિશેષણ દલ મૂકેલ છે. કાળાદિના વારણ માટે વિશેષ્ય (કર્મત્વ) દલ રાખે છે.
આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-ત્રણ હજાર વર્ષ. જઘન્ય સ્થિતિસાગરોપમના ચાર ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન.
ઉપમાનદર્શનઆ અનંતાનુબંધી ક્રોધ પર્વત રજિસદશ છે. પાષાણ પંજરૂપ પર્વત (તેનો એક દેશ પણ પર્વત કહેવાય છે.) તે પર્વતમાં રાજિ એટલે ભેદ-રેખા તેના સરખો ક્રોધ. શિલામાં રાજિ ઉત્પન્ન થઈ જયાં સુધી શિલા રૂપ છે ત્યાં સુધી રહે છે, તેનો સાંધો થતો નથી. આ પ્રમાણે ઉત્પન્ન થયેલો અનંતાનુબંધી ક્રોધ ભવની અપેક્ષાએ જ્યાં સુધી તે ભવમાં જીવે છે, ત્યાં સુધી અનુવર્તે છે-પાછળ રહે છે, મરણ બાદ પ્રાયઃ નરકમાં જીવની સાથે જાય છે. અર્થાત્ આ અનંતાનુબંધી ક્રોધ કોઈ પણ રીતે નિવારી શકાય એવો નથી એમ
વિચારવું.
આ અનંતાનુબંધી ક્રોધ ક્ષમા વડે હણી શકાય છે. અહીં પ્રતિહનન એટલે ઉદયના નિરોધ રૂપ ઉદિતના નિષ્ફલીકરણ રૂપ સમજવું. अनन्तानुबन्धिमानस्वरूपमाह
तादृशं नम्रताविरहप्रयोजकं कर्म अनन्तानुबन्धिमानः । ३५ । तादृशमिति । अनन्तानुबन्धीत्यर्थः । यदुदयादनन्तानुबन्धिनं जात्याद्युत्सेकावष्टम्भा पराप्रणतिरूपं नम्रताविरहं गच्छति तत्कर्मानन्तानुबन्धिमान इत्यर्थः । कृत्यं पूर्ववदूह्यम् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत् । शैलस्तम्भसमानोऽयं मानः । कुतश्चित्कारणात्समुत्पन्नोऽनन्तानुबन्धिमान आमरणान्न व्यपगच्छति, जात्यन्तरानुबन्धी निरनुनयोऽप्रत्यवमर्शश्चेति भाव्यम् । मार्दवेन प्रतिहन्यतेऽयम् ॥
અનંતાનુબંધી માનભાવાર્થ- તાદેશ અનંતાનુબંધી નમ્રતાના અભાવમાં પ્રયોજક કર્મ ‘અનંતાનુબંધી માન.”
વિવેચન- જેના ઉદયથી ઉત્કૃષ્ટ-મહાનુ-જાતિ-કુળ-જ્ઞાન આદિના નિમિત્ત દ્વારા અનંતાનુબંધી, બીજાને નમવાના અભાવ રૂપ નમ્રતાના અત્યંતાભાવને પામે છે, તે કર્મ “અનંતાનુબંધી માન.” પદકૃત્ય પૂર્વની માફક વિચારવું. આ કર્મની બંને સ્થિતિ અનંતાનુબંધી ક્રોધની માફક સમજવી.
ઉપમાન વર્ણન શૈલ-પત્થરના થાંભલા જેવો કોઈ પણ રીતે અનમનીય “અનંતાનુબંધી માને છે. આ - કોઈ પણ નિમિત્તથી પેદા થયેલ માન મરણ સુધી જતું નથી. જન્માન્તરનું અનુબંધી-સહચર, બીજાઓને અનુનય