Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२४२
तत्त्वन्यायविभाकरे
मन:पर्यवदर्शनं नास्त्येव, मनोभावविषयकत्वेन सामान्यविषयकबोधानात्मकत्वेन साकारत्वात्तस्य, अतो दर्शनावरणानि चतुविधान्येव, तान्येव च विभागवाक्ये दर्शनावरणचतुष्क पदेनोक्तानीत्याह-इतीति । चत्वारीमानि दर्शनावरणानि दर्शनस्योद्गममेव प्रतिरुन्धन्ति तस्मादर्शनचतुष्कं दर्शनलब्धिप्रतिबन्धकमित्याह-दर्शनेति । तल्लब्धिरेव यदा प्रतिरुद्धा तदा कुतस्तदुपयोग इति भावः ॥
કેવલદર્શનાવરણના સ્વરૂપને કહે છેભાવાર્થ- સમસ્ત લોક અને અલોકમાં રહેલ, મૂર્ત-અમૂર્ત દ્રવ્યવિષયક ગૌણ રૂપ વિશેષવાળા સામાન્ય રૂપ વિષયક પ્રત્યક્ષને રોકનારું કર્મ “કેવલદર્શનાવરણ. આ પ્રમાણે દર્શનાવરણચતુષ્ક (ચારનો સમુદાય) દર્શનલબ્ધિ પ્રતિબંધક છે.
વિવેચન- લોકાલોકવર્તી જે સકલ મૂર્તદ્રવ્યો અને અમૂર્તદ્રવ્યોને વિષય કરનારું તથા વિશેષોને ગૌણ કરનાર, એવા સામાન્ય વિષયની મુખ્યતાવાળું જે પ્રત્યક્ષ છે, તેને આવરણ કરનારું કર્મ. આ કેવલદર્શન પછી હોનાર-વર્તનાર છે. ચક્ષુદ્ર્શન વગેરે તો ચક્ષુર્નાનાદિથી પૂર્વે થનાર છે.
ગૌણ કરેલ સકલ વિશેષોને વિષય કરનાર અને સામાન્ય પ્રધાન રૂપે વિષય કરનાર પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ છે.
અનાકાર એવું કેવલદર્શન પ્રત્યક્ષ રૂપ છે, કેમ કે- કેવલજ્ઞાન પછીના કાળમાં થનાર છે, અવ્યવહિત (સાક્ષા) આત્મા રૂપી દ્રવ્યથી જ પ્રાદુર્ભત-ઉત્પન્ન થયેલ છે અને સમસ્ત સામાન્ય અને વિશેષ રૂપ વિષયને વિષય કરનારું છે. ફક્ત કેવલજ્ઞાનદર્શનમાં જે ભેદ છે, તે ગુણપ્રધાનભાવની અપેક્ષાએ છે. અર્થાતુ અહીં અનાકાર એવા કેવલદર્શનનું પ્રત્યક્ષ રૂપે જે કથન કરેલ છે, તે કેવલદર્શન કેવલજ્ઞાન પછી થનાર છે. આત્મ માત્ર જન્ય સાક્ષાત્કારી છે. સકલ સામાન્ય વિશેષને વિષય કરે છે, એવી બાબત દર્શાવવા માટે છે. આ કેવલદર્શનાવરણ સર્વઘાતી છે. આની બન્ને સ્થિતિ મતિજ્ઞાનાવરણની માફક જાણવી.
હવે મન:પર્યવ નામનું દર્શન નથી જ, કેમ કે-વિશેષ રૂપ મનોભાવને વિષય કરે છે. સામાન્ય વિષયક બોધ રૂપ નહિ હોવાથી સાકાર હોઈ મન:પર્યવજ્ઞાન છે પણ દર્શન નથી. માટે દર્શનાવરણ ચાર પ્રકારનું છે. વિભાગવાક્યમાં તે દર્શનાવરણો ‘દર્શનાવરણ ચતુષ્ક” શબ્દથી કહેલ છે.
આ ચાર દર્શનાવરણો દર્શનના ઉદ્દગમને (ઉત્પત્તિને) રોકે છે, માટે દર્શનાવરણચતુષ્ક દર્શનલબ્ધિપ્રતિબંધક છે. મૂલતઃ દર્શનની લબ્ધિ(દર્શન આવરણ ક્ષયોપશમની પ્રાપ્તિ)નો પ્રતિઘાત કરનાર છે. જયારે દર્શનલબ્ધિ જ રોકાણી, તો પછી દર્શનલબ્ધિ દ્વારા થતો જે દર્શન રૂપ ઉપયોગ તો ક્યાંથી જ સંભવે ? કેમ કે- કારણના અભાવે કાર્યનો અભાવ છે. “મૂર્વ નાતિ લુપ્ત: શાલા ?'
अथ निद्रां लक्षयति
चैतन्याविस्पष्टतापादकं सुखप्रबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा । चैतन्यस्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाहेतुः कर्म निद्रानिद्रा । १३ ।