Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન- પૃથ્વીનો ગુણ ગંધ છે. પૃથ્વીના સંયોગથી જળાદિમાં ગંધની ઉપલબ્ધિ ઔપાધિક છે. અર્થાત્ જળાદિ ગંધ વગરના છે, કેમ કે- પૃથ્વીમાં જ ગંધ છે. આ હેતુ સાધ્યસમ એટલે અસિદ્ધ છે, કેમ કેપૃથ્વી આદિ ચારમાં ગંધ આદિ ચારના વિયોગનો કાળ દેખાતો નથી. પૃથ્વી આદિ ચારમાં ગંધાદિ ચાર ઉદ્ભૂત સ્વભાવવાળા હોઈ ઉપલબ્ધ થાય છે, કવચિત્ અનુભૂત સ્વભાવવાળા હોઈ ઉપલબ્ધ થતા નથી.
१५८
જેમ પૃથ્વી અને જળ પરમાણુ પરિણામવિશેષ છે, તેમ તેજ પણ સ્પર્શ આદિ સ્વભાવવાળો છે, કેમ કેપૃથ્વી આદિના કાર્યની માફક કાર્ય છે. જેમ કે- ઘડો. ખરેખર, સ્પર્શ આદિવાળા કાષ્ઠ આદિનું (અગ્નિ) કાર્ય તેજ છે અને તે તેજના પરિણામથી ખાધેલા સ્પર્શ આદિ ગુણવાળા આહારનો વાત-પિત્ત-કફ રૂપ વગેરે પરિણામ છે. વળી પિત્તને જઠરાગ્નિ તરીકે કહેવાય છે, તેથી સ્પર્શ આદિવાળો તેજ છે.
જેમ પૃથ્વી-જળ-અગ્નિ પરમાણુઓના પરિણામી જ છે, તેમ વાયુ પણ પરમાણુઓના પરિણામવિશેષ છે. વાયુ પ્રાણ આદિ રૂપ છે. (નાસિકાગ્ર) હૃદય, નાભિ અને પગના અંગુઠા સુધીના વિષયવાળો પવન ‘પ્રાણ’ ડોકની પાછળનો પીઠ, ગુદા અને પગની પાની સુધીનો પવન ‘અપાન’ સર્વ સાંધા, હૃદય અને નાભિમાં રહેલો પવન ‘સમાન’ હૃદય અને મસ્તકની વચ્ચેનો પવન ‘ઉદાન’ અને સર્વ ચામડીમાં રહેલો પવન ‘વ્યાન.’
આ પ્રમાણે પાંચ પ્રકારનો વાયુ પણ સ્પર્શ-આદિવાળો છે, એવો ભાવ સમજવો.
-: પ્રશસ્તિ :
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં સ્થાપિત ભક્તિના સમુદાયવાળા, તેઓશ્રીના પટ્ટધર શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં અજીવનિરૂપણ નામનું ત્રીજું કિરણ સમાપ્ત થાય છે.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં તૃતીય કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ તૃતીય કિરણ