Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ३, चतुर्थ किरणे
१७३
(૪) જો વેદનીય, આયુ: અને કર્મથી જે ભિન્ન હોય અને ગૌરવજનક હોય, તે “ઉચ્ચ ગોત્ર' છે- એમ કહેવામાં આવે, તો અલક્ષ્યભૂત વિશિષ્ટ અધ્યવસાયમાં અથવા સાધારણ કારણ રૂપ કાળ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે.
જે ઉચ્ચ ગોત્રકર્મના ઉદયથી મગધ આદિ રૂપ આર્યદેશમાં, હરિવંશ-ઇક્વાકુ વગેરે પિતાના અન્વય રૂપ ઉત્કૃષ્ટ જાતિઓમાં, માતાના વંશ રૂપ ઉત્તમ કુળોમાં અને પ્રભુના નજીક સ્થાનોમાં ઉત્પત્તિને અને માનસત્કારને-(સામે આવવું અને આસન, દાન, બે હાથ જોડવા વગેરેને) ઐશ્વર્યને (હાથી-ઘોડા-રથ વગેરેની સાહ્યબીને) પામે છે. તે ઉચ્ચ ગોત્ર કહેવાય છે. આવો ભાવાર્થ સમજવો.
સ્થિતિવર્ણન- ઉચ્ચ ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ ઉત્કૃષ્ટ બે હજાર વર્ષનો છે. જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તનો છે.
હવે મનુષ્યગતિનું લક્ષણ જણાવે છે કે- મનુજગતિ રૂપ લક્ષ્યના લક્ષણમાં કર્મત્વ એ વિશેષ્ય દલ છે અને માનુષત્વ પર્યાયપરિણતિ પ્રયોજકત્વ રૂપ એક વિશેષણ દલ છે. સંસારસ્થ આત્માના મનુષ્યપણા, દેવપણા, નારકપણા અને તિર્યચપણા રૂપ ચાર પર્યાયો ગતિ રૂપે કારણથી જન્ય છે. અર્થાત્ માનુષત્વાદિ ચાર પર્યાયો પ્રત્યે સ્વસ્વ ગતિએ કારણ-પ્રયોજક છે.
તે મનુષ્યત્વ આદિ ચાર પર્યાયૌ પૈકી, જે કર્મના ઉદયથી વિવણિત પર્યાય સિવાય બીજા પર્યાયોને છોડી વિવક્ષિત-માનુષત્વ પર્યાય રૂપ પરિણામવાળો (મનુષ્ય તરીકે કહેવાય છે), તે કર્મ ‘મનુજગતિ.”
પદકૃત્યો- (૧) જો કર્મપણું એ જ મનુજગતિનું લક્ષણ માનવામાં આવે. તો અલક્ષ્યભૂત સાતવેદનીય આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માનુષત્વપર્યાય-પરિણતિ પ્રયોજકત્વ' રૂપ વિશેષણ દલ મૂકેલ છે. જો માનુષત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજકપણું-એવું મનુજગતિનું લક્ષણ કરવામાં આવે, તો અલક્ષ્યભૂતસાધારણ કારણભૂતકાળ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ છે.
(૨) જો પરિણતિમાં પ્રયોજકપણું અને કર્મપણું-એવું મનુજગતિનું લક્ષણ માનવામાં આવે, તો અલક્ષ્યભૂત દેવગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માનુષત્વપર્યાય-પરિણતિ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ'- એ મનુજગતિનું લક્ષણ કરવું.
| (૩) “જો માનુષત્વ-પરિણતિ પ્રયોજક કર્મ' મનુજગતિ-એમ બોલો, તો અલક્ષ્યભૂત-પરાભિમત માનુષત્વ રૂપ જાતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે માનુષત્વ એટલે મનુષ્યના આકારરૂપ ‘પર્યાયની ૧. પરદર્શનીય નૈયાયિક, વૈશેષિક આદિએ માનેલ માનુષત્વજાતિ.
"सामान्यं द्विविधं प्रोक्तं परं चापरमेव च । द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते ॥८॥
परभिन्नातु या जातिः सैवा परतयोच्यते । द्रव्यत्वादिक जातिस्तु परापरतयोच्यते ॥९॥" का. मु. તે સામાન્ય જાતિ કહેવાય છે, કે જે નિત્ય, એક હોવા છતાં અનેક પદાર્થોમાં સમવાય સંબંધથી રહે છે. તે સામાન્યજાતિ દ્રવ્ય, ગુણ અને કર્મમાં રહે છે. દ્રવ્યાદિ ત્રણમાં રહેનાર સત્તા-જાતિ, પરજાતિ અને દ્રવ્યત્વ વગેરે જાતિ પર-અપરની જાતિ તરીકે કહેવાય છે. અથવા એક આકારવાળી એક શબ્દ નામથી વાચ્ય પ્રતીતિ, અનુવૃત્તિ-સામાન્ય-ગોત્વ આદિ રૂપ તિર્યક સામાન્ય રૂપ જાતિ પણ સમજવી.