Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - २१-२२-२३-२४, चतुर्थ किरणे
२०९
પદકૃત્ય- સાત આદિમાં- પુણ્યકર્મ માત્રમાં શુભત્વપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ હોવાથી, અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “ઉત્તરકાયનિષ્ઠ' આવું પદ મૂકેલ છે. શુભત્વના વિશેષણ તરીકે મૂકેલ છે. આ કર્મની બન્ને સ્થિતિ સ્થિર નામકર્મ પ્રમાણે જાણવી. अथ सौभाग्यनामकर्माऽऽख्याति
__ अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम । २३ । अनुपकारिण्यपीति । अनुपकर्ता यो लोकानां प्रियो भवति यदुदयात्तत्सौभाग्यनामेत्यर्थः । प्रियत्वं च मनस आह्लादकारित्वं, प्रशस्तवर्णादावतिप्रसङ्गवारणायानुपकारिण्यपीति । अनुपकारिण्यपि पुत्रादौ मोहनीयनिबन्धनप्रियत्वसम्भवेन तत्र व्यभिचारनिरसनाय लोकेति । देवगतिवत्परा स्थितिर्मनुजगतिवज्जघन्या ॥
સૌભાગ્યનામકર્મ જણાવે છેભાવાર્થ- અનુપકારીમાં પણ લોકોની પ્રિયતા સંપાદન કરાવી આપનારૂં કર્મ ‘સૌભાગ્યનામ.” | વિવેચન- જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરનારો પણ જે સર્વ લોકને પ્રિય થાય તે સૌભાગ્યનામકર્મ એવો અર્થ કરવો. વળી પ્રિયતા એટલે મનને આનંદદાયિત્વ સમજવું. પ્રશસ્ત વર્ણ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અનુપકારિણિ અપિ” આવું પદ મૂકેલ છે.
નહિ ઉપકાર કરનાર પુત્ર આદિમાં મોહનીયકર્મ રૂપ કારણજન્ય પ્રિયતાનો સંભવ હોઈ, ત્યાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે “લોક સકલ જનમન સુખદાયી એમ કહેલ છે. (કોઈ વ્યક્તિ સૌભાગ્યના ઉદયથી સુભગ છે, છતાં કોઈ વ્યક્તિની અપેક્ષાએ જો કે અનિષ્ટ છે-દુર્ભાગ્ય લાગે છે, તો તે તેના દોષને લઈને છે. જેમ કે-સુભગશિરોમણિ તીર્થંકર અભવ્યોને ગમતા નથી. અભવ્યના દોષને કારણે છે. પરંતુ તેથી સર્વજનપ્રિયતાનો ભંગ થતો નથી.) આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિ અને જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક છે.
सम्प्रति सुस्वरनाम सूचयति
कर्णप्रियस्वरवत्त्वप्रयोजकं कर्म सुस्वरनाम । वचनप्रामाण्याभ्युत्थानादिप्रापकं कर्माऽऽदेयनाम । २४ ।
कर्णेति । यस्योदयात् उच्चरितश्शब्दो मधुरो गम्भीर उदारो भूयः प्रीतिकरश्च भवति तत्सुस्वरनामेत्यर्थः । दुस्सस्वरनामकर्मणि व्यभिचारवारणाय कर्णप्रियेति । सौभाग्यवदस्य स्थिती । आदेयनामाचष्टे वचनेति । यस्य वचनं युक्तिरिक्तमपि प्रामाण्यमास्कन्दति यदुदयात् यस्य च दर्शनमात्रेण लोकोऽभ्युत्थानादि समाचरति तदादेयनामेत्यर्थः । स्थिती च सौभाग्यवत् ।।