Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
દ્રવ્યાર્થ આદેશ-દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ વિદ્યમાન મતિ આદિને આવરણ માનેલ છે. પર્યાયાર્થ આદેશ-પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ અસત્ મતિ આદિને આવરે છે.
જો એકાન્તથી સર્વથા વિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આવરે છે એમ માનવામાં આવે, તો મતિ આદિ જ્ઞાનોનું ક્ષયોપશમજન્યપણું (ક્ષાયોપશમિકપણું) અસંભવિત થઈ જ જાય !
२२८
જો એકાન્તથી સર્વથા અવિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આધારે છે એમ માનવામાં આવે, તો પણ તે મતિ આદિને આવરણ અસંગત થાય છે, કેમ કે- અસત્ છે. સત્-વિદ્યમાનમાં જ આવરણ દેખાય છે. ખરેખર, વિદ્યમાન આકાશ મેઘમાલા આદિથી આવરાય છે. તે આવરણ પ્રત્યક્ષ દૃષ્ટ છે. ઝુંપડી જેવા મતિ આદિ કોઈ જ્ઞાન નથી, કે જેના આવરણથી મતિ આદિ આવરણોમાં આવરણપણું સંભવે, કિન્તુ મતિ આદિ આવરણોના સંનિધાનમાં જીવ, મતિ આદિ જ્ઞાનપર્યાયવિશિષ્ટ બનતો નથી. એ હેતુથી મતિ આદિ આવરણગત આવરણપણું છે.
આ મતિજ્ઞાનાવરણ કર્મ લોચનપટલની માફક દેશઘાતી છે.
આ મતિજ્ઞાનાવરણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ ત્રણ હજાર વર્ષ.
બાધાકાળ તો જ્યારથી જ્ઞાનાવરણ આદિ કર્મ ઉદયમાં આવેલ, જ્યાં સુધી સંપૂર્ણ ક્ષીણ થાય, ત્યાં સુધીનો કાળ ઉદય(બાધાકાળ) કહેવાય છે. તે મતિજ્ઞાનાવરણાદિ કર્મ કર્મના બંધકાળથી આરંભીને ત્રણ હજાર વર્ષ બાદ (ઉદય આવલિકામાં પેસે છે.) ઉદયમાં આવે છે. તે ખરેખર, અબાધાકાળ અર્થાત્ તેટલા કાળ સુધી તે કર્મ અનુભવાતું નથી. તે કાળ ‘અબાધાકાળ’ કહેવાય છે. જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત. અબાધાકાળ અંતર્મુહૂર્ત.
श्रुतज्ञानावरणलक्षणमाह
मतिज्ञानसापेक्षशब्दसंस्पृष्टार्थग्रहणावरणकारणं कर्म श्रुतज्ञानावरणम् |४|
मतिज्ञानेति । मतिज्ञानसापेक्षं मतिज्ञानापेक्षाकारणकं, शब्दो द्रव्यश्रुतमुपचारात् तत्संस्पृष्टो वाच्यवाचकभावेन सम्बद्धो योऽर्थस्तद्विषयकं ग्रहणं श्रुतानुसारि च तदावरणकारणं कर्मेत्यर्थः । तथा च मतिज्ञानसापेक्ष श्रुतानुसारिसाभिलापज्ञानावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । विशेष्यविशेषणयोः कृत्यं पूर्ववत् । साभिलापज्ञानावरणकारणत्वे सति कर्मत्वस्य शब्दोल्लेखसहितेहादिज्ञानावरणकारणे मतिज्ञानावरणविशेषेऽतिव्याप्तिरिति श्रुतानुसारीति पदमीहादीनां श्रुतानुसारित्वाभावेन न तत्र दोष:, न च मतिज्ञानसापेक्षसाभिलापज्ञानावरणहेतुत्वे सति कर्मत्वमित्युक्तावीहादीनां मतिज्ञानासापेक्षत्वेन तत्र नातिव्याप्तिरितिवाच्यम्, अवग्रहादिरूपमतिज्ञानसापेक्षत्वादीहादेः । न चेहादीनां कथं न श्रुतानुसारित्वं संकेतकाला दौ निशमितशब्दानुसरणमन्तरेण तत्र शब्दाभिलापासम्भवादिति वाच्यम्, व्यवहारका शब्दानुसरणं विनापि पूर्वं श्रुतपरिकर्मितमतीनां प्रवृत्तिदर्शनात्, नहि तदानीमपि पूर्वगृहीतं