Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १४, चतुर्थ किरणे
२०१
(બીજા બાદરો) ‘ગુરૂલઘુ’ કહેવાય છે. સૂક્ષ્મનામકર્મના ઉદયવર્તી જીવોના શરીરો સૂક્ષ્મ પરિણત એટલે સૂક્ષ્મ (બીજા સૂક્ષ્મો) ‘અગુરૂલ' કહેવાય છે. તથાચ ગુરૂલઘુવાળા શરીરની અપેક્ષાએ ના૨ક વગેરે ‘ગુરૂલઘુક’ કહેવાય છે. જીવ અને કાર્યણની અપેક્ષાએ ના૨ક વગેરે ‘અનુરૂલઘુક’ કહેવાય છે.)
વળી આ પ્રમાણે નિશ્ચયનયની અપેક્ષાએ કોઈ પણ શરીરમાં લઘુત્વનો અને ગુરૂત્વનો અભાવ હોવાથી કાર્યણ સિવાય શરીરો ‘ગુરૂલઘુ’ કહેવાય છે.
(જૈન સિદ્ધાંત-સર્વ દ્રવ્યો જ સ્થિતિ આદિ અનેક સ્વભાવથી પરિણમે છે. પરિણામી પર્યાયવાન બને છે.) અર્થાત્ નિશ્ચયનયસંમત ગુરૂલઘુત્વ અને વ્યવહારનયસંમત અગુરૂલઘુત્વ પર્યાયનું પ્રયોજક કર્મ ‘અગુરૂલઘુકર્મ.’ આ ગુરૂલઘુનામકર્મ સર્વ (સંસારી) જીવોને હોય છે. અહીં લક્ષણસ્થ અગુરૂલઘુ પરિણામથી નિશ્ચયનયની અપેક્ષાએ લઘુપરિણામ-ગુરૂપરિણામનો જ નિષેધ જાણવો. (જ્યારે વ્યવહારનયની અપેક્ષાએ ગુરૂત્વ, લઘુત્વ અને ગુરૂલઘુત્વ રૂપ ત્રણ પરિણામનો નિષેધ જાણવો.)
સર્વ શરીરો નિશ્ચયવૃત્તિથી ગુરૂ આદિ વ્યવહારવાળા બનતા નથી. વ્યવહારનયથી પરસ્પરની અપેક્ષાથી ગુરૂ, લઘુ અને ગુરૂલઘુ રૂપ ત્રણ પ્રકારોનો સંભવ છે. (અગુરૂલઘુનો તો સંભવ છે જ.) અથવા નિશ્ચયનયસંમત ગુરૂલઘુ તે જ વ્યવહારનયસંમત અનુરૂલઘુ. એમ ત્રણ પ્રકારોનો સંભવ છે. અગુરૂલઘુનામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક જ વિચારવી.
હવે પરાઘાતનું સ્વરૂપ દર્શાવે છે
પરાઘાત-(પર + આઘાત = બીજાને હરાવનાર, ૫૨ + આઘાત = બીજાથી નહિ હારનાર) પરને ક્ષોભ, પરની પ્રતિભાના પ્રતિઘાત આદિ પ્રયોજક કર્મ ‘પરાઘાત નામ.’ અર્થાત્ જે પરાધાતનામકર્મના વિપાક રૂપ ઉદયથી ઓજસ્વી અથવા રાજાઓની સભામાં ગયેલો પણ, દર્શન માત્રથી અથવા વાણીવિલાસથી સભાસદોને પણ ક્ષોભ પમાડે છે અને પ્રતિપક્ષની પ્રતિભાનો પ્રતિઘાત કરે છે, તે ‘પરાઘાતનામકર્મ’ છે એમ અર્થ સમજવો. પદકૃત્ય પૂર્વની માફક સમજવું. ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક જાણવી.
ઉચ્છ્વાસનામકર્મનું નિરૂપણ કરે છે
ઉચ્છ્વાસ-(અંદરનો શ્વાસ-ઊર્ધ્વગામી વાયુ-પ્રાણ.) નિઃશ્વાસ- (બહારનો શ્વાસઅધોગામી વાયુઅપાન.) ઉચ્છ્વાસ અને નિઃશ્વાસ, કે જેનું નામ પ્રાણાપાન છે, તે ઉચ્છ્વાસ-નિઃશ્વાસ મૂર્ત-પુદ્ગલ રૂપ છે. એથી જ અનંતપ્રદેશી સ્કંધ પુદ્ગલથી જન્ય છે. તે બન્નેની પ્રાપ્તિ પ્રત્યે પ્રયોજક કર્મ ‘ઉચ્છ્વાસનામકર્મ.’ ઉચ્છ્વાસ-નિઃશ્વાસની લેવા-મૂકવાની લબ્ધિ ઉચ્છ્વાસનામકર્મથી સાધ્ય છે, કેમ કે- માત્ર લબ્ધિઓ ક્ષાયોપશમિક જ હોય છે. એટલું જ નહિ પરંતુ ઔદિયકી (વૈક્રિય-આહારકલબ્ધિ આદિ) લબ્ધિઓનો સંભવ છે. (વીર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ અહીં નિમિત્ત થાય છે, માટે ઔયિકીમાં ક્ષાયોપશમિકીનો વ્યવહાર વિરુદ્ધ નથી.) તાદશલબ્ધિના વ્યાપારમાં જ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ હેતુભૂત છે.
ઉચ્છ્વાસ-નિઃશ્વાસલબ્ધિ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ એ લક્ષણનો અર્થ છે. પદકૃત્ય સ્પષ્ટ છે. ઉત્કૃષ્ટજધન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી.