Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२००
तत्त्वन्यायविभाकरे
ગુરૂસ્પર્શ છે તેમ વજનદાર સ્પર્શ ભસ્મ-રાખ આદિમાં જેમ લુખ્ખો સ્પર્શ છે તેમ ઋક્ષસ્પર્શ, મૃણાલ (નાળ અથવા નાળમાં રહેલ તંતુ), બરફ વગેરેમાં શીત-ઠંડો સ્પર્શ છે.
પહેલાંના ચાર સ્પર્શી મૂદુ, લઘુ, સ્નિગ્ધ અને ઊષ્ણ પ્રશસ્ત છે-સુખદાયી છે. છેલ્લા ચાર કઠિન, ગુરૂ, રૂક્ષ અન શીત-એ અપ્રશસ્ત-દુઃખદાયી છે.
હવે અગુરુલઘુનામકર્મના સ્વરૂપને કહે છેશરીરના અગુરુલઘુ પરિણામમાં પ્રયોજક કર્મ “અગુરુલઘુનામકર્મ.” ખરેખર, પુદ્ગલોના ચાર પરિણામો-પર્યાયો છે. અર્થાત્ ૧-ગુરૂત્વ, ૨-લઘુત્વ, ૩-ગુરૂત્વ-લધુત્વ અને ૪-અગુરુલઘુત્વ, આમ ચાર ભેદે ચાર પરિણામો છે.
જે કર્મના ઉદયથી સર્વ પ્રાણિઓના શરીરો પોતપોતાની અપેક્ષાથી-એકાન્તથી લઘુ નથી. જો એકાન્તથી હલકાં માનવામાં આવે, તો વાયુ જેમ રૂને ઉડાવે છે તેમ બધી ચીજો ઉડાવી દે. તથા એકાન્તથી શરીરો ગુરૂ નથી. જો એકાન્તથી સર્વથા ગુરૂભૂત-ભારે સિંહશરીરો માનવામાં આવે, તો શરીરોનું વહન અશક્ય થઈ જાય ! જીવો દ્વારા શરીર વહન થઈ શકે નહિ. પરંતુ જીવોના શરીરો અગુરુલઘુ પરિણામથી પરણિત થાય છે. તે “અગુરુલઘુનામકર્મ છે એવો અર્થ સમજવો.
(૧) ગુરૂત્વપર્યાય- જે વસ્તુ ઉંચે કે તીચ્છ (વાંકી) ફેકેલ પણ ફરીથી સ્વભાવથી નીચે પડે છે, તે ગુરૂદ્રવ્ય' કહેવાય છે. દા. ત. ઢેફાં, લોઢું વગેરે.
(૨) લઘુત્વપર્યાય-વળી જે સ્વભાવથી જ ઊર્ધ્વગતિ સ્વભાવવાળું દ્રવ્ય, તે લઘુ કહેવાય છે. જેમ કેદીવાની શિખા-જ્યોતિ વગેરે.
(૩) ગુરૂલઘુત્વપર્યાય- ઊર્ધ્વગતિ સ્વભાવ વગરનું, અધોગતિ સ્વભાવ વગરનું, પરંતુ સ્વભાવથી જ તીર્જીગતિના સ્વભાવવાળું દ્રવ્ય ગુરૂલઘુ કહેવાય છે. જેમ કે- વાયુ વગેરે.
(૪) અગુરુલઘુત્વપર્યાય- વળી જે ઊર્ધ્વ, અધો અને તીÖગતિ રૂ૫ સ્વભાવવાળામાંથી કોઈ એક ગતિસ્વભાવવાળું જે થતું નથી અથવા સઘળે સ્થાને જાય છે, તે અગુરુલઘુ કહેવાય છે. દા. ત. આકાશ, પરમાણુ વગેરે.
આ વચન વ્યવહારનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની અપેક્ષાએ એકાન્ત ગુરૂસ્વભાવવાળી કોઈ પણ વસ્તુ નથી. ગુરૂ એવા ઢેફાં વગેરેનું પરપ્રયોગથી ઊર્ધ્વગમન આદિ દેખાય છે. એકાન્તથી લઘુસ્વભાવવાળી ચીજ કોઈ નથી, કેમ કે- અત્યંત લઘુ એવા પણ વાયુ આદિનું હાથથી મારવા વગેરેથી અધોગમન આદિ દેખાય છે. એ કારણસર એકાન્તથી કોઈ પણ વસ્તુ ગુરૂ અથવા લઘુ નથી. પરંતુ આ લોકમાં જે કોઈ પણ ઔદારિકવર્ગણા વગેરે અથવા પૃથ્વી, પર્વત વગેરે બાદર (ચૂલ) વસ્તુ છે, તે સઘળી વસ્તુ ગુરૂલઘુ રૂપ છે. બાદર વગરના બાકીના ભાષા-શ્વાસોશ્વાસ-મનોવર્ગણા વગેરે અને પરમાણુ-યણુક-આકાશ વગેરે સઘળી વસ્તુ “અગુરુલઘુ રૂપ છે એમ સમજવું.
(નિશ્ચયનયની અપેક્ષાએ ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ દ્રવ્યો બાદર રૂપ હોવાથી “ગુરૂલઘુ” છે. કામણ-મનો-ભાષા આદિ દ્રવ્યો તો “અગુરુલઘુ છે. બાદરનામકર્મના ઉદયવર્તી જીવોના શરીરો બાદરો,