Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १२, चतुर्थ किरणे
१९३
સમાધાન- પ્રત્યેક નામકર્મના (જેના ઉદયથી પ્રત્યેક જંતુને જુદા જુદા એક એક શરીર ઔદારિક કે વૈક્રિય થાય, તે પ્રત્યેક નામકર્મ.) પ્રભાવથી (વૃક્ષ આદિમાં- મૂળ આદિમાં દરેક અસંખ્યાતા પણ જીવો પરસ્પર ભિન્ન ભિન્ન શરીરવાળાઓ, પ્રબળ રાગ અને દ્વેષથી બાંધેલ પ્રત્યેક નામકર્મના પુદ્ગલના ઉદયથી પરસ્પર ભેગા મળેલા, ઘણા સરસવને કોઇ ચીકાશવાળા પદાર્થમાં મિશ્ર કરીને એની વાટ બનાવીએ. એ વાટ જો કે ઘણા સરસવ રૂપ છે તોય એક જ છે એમ જણાય છે. ગ્લેષદ્રવ્યોના સંપર્કના મહિમાથી એક કહેવાય છે.) શાખા વગેરે ભિન્ન ભિન્ન જીવોના શરીરો છે, વૃક્ષના અંગના ઉપાંગ અવયવ રૂપ નથી.
બંધન અને સંઘાતનામકર્મો શરીરના વિષય રૂપ હોવાથી, શરીરનામકર્મમાં અંતભૂત થતા હોવાથી આ ગ્રંથમાં બંધન-સંઘાતનામકર્મોનો પૃથર્ રૂપે ઉપન્યાસ કરેલ નથી.
अथ शारीरिकपुद्गलानां गृहीतानां गृह्यमाणानाञ्च परस्परसंश्लेषे सति अन्योन्यसन्निधानेन च व्यवस्थापिते सति संहन्यमानपुद्गलानां संहननमुपकारि भवति तस्मात्संहननस्वरूपमाह
अस्थिरचनाविशेषः संहननम् । उभयतो मर्कटबन्धबद्धयोरस्थ्नोः पट्टाकृतिनाऽपराऽस्थ्ना परिवेष्टितयोरुपरि तदस्थित्रयभेदिकीलिकात्मकान्यास्थिविशिष्टत्वप्रयोजकं कर्म वज्रर्षभनाराचम् । इदमादिमसंहननम् । १२ ।
अस्थीति । अस्थनां बन्धविशेष इति भावार्थः । वज्रर्षभनाराचलक्षणमाह-उभयत इति । अत्र वज्रशब्दः कीलिकावचनः, ऋषभशब्दः परिवेष्टनपट्टवचनः, नाराचशब्दस्तु उभयपाश्र्वावच्छेदेन मर्कटबन्धनवचनः । तथा च पट्टाकृतितृतीयास्थिपरिवेष्टितोभयपाविच्छेद्यमर्कटबन्धबद्धास्थिद्वयोपरि तदस्थित्रयभेदिकीलिकाकल्पान्यास्थिविशिष्टत्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः, विशेषणेविशेष्ययोः फलं पूर्ववत् । कर्मप्रकृतिग्रन्थेषूक्ते वज्रनाराचकर्मण्यतिव्याप्तिवारणाय पट्टाकृतितृतीयास्थिपरिवेष्टितेत्युक्तम् । ऋषभनाराचकर्मण्यतिव्याप्तिवारणाय पट्टाकृतितृतीयास्थिपरिवेष्टितोभयपाविच्छिन्नमर्कटबन्धबद्धास्थिद्वयप्रयोजककर्मत्वमनुक्त्वा तदस्थित्रयभेदीत्याधुक्तम्, अस्योत्कृष्टा स्थितिर्देवगतिवज्जघन्या तु मनुजगतिवत् । नामकर्मेदं षड्विधसंहननेषु प्राथमिकं तदेव च विभागवाक्योदितादिमसंहननशब्देन वाच्यमित्याहेदमिति। संहननं षड्विधमपि औदारिकशरीर एव नान्येषु तेषामस्थ्यादिरहितत्वात् ।।
હવે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા શરીર સંબંધી પુદ્ગલોનો પરસ્પર સંશ્લેષ થવાથી અને પરસ્પરના સંનિધાનથી વ્યવસ્થાપિત થયે છતે, ભેગા દૃઢ થતા પુદ્ગલો પ્રત્યે સંવનનકર્મ ઉપકારી થાય છે, માટે સંહાનનું સ્વરૂપ કહે છે. | ભાવાર્થ- હાડકાની વિશિષ્ટ રચના “સંહનન કહેવાય છે. પાટાની આકૃતિવાળા બીજા હાડકાથી પરિવેષ્ટિત, બે બાજુથી મર્કટબંધથી બદ્ધ બે હાડકા ઉપર, તે ત્રણ હાડકાને ભેદનારી ખીલીના આકારવાળા હાડકાના વિશિષ્ટપણામાં પ્રયોજક કર્મ “વજઋષભનારાચ’ સંહનન કહેવાય છે. આ પ્રથમ સંહનન છે.