Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
આ પુણ્ય અને પાપ રૂપ કર્મ પ્રવાહની અપેક્ષા અનાદિ (આદિ કાળરહિત) છે, કેમ કે-સંસાર (જન્મમરણના અનુભવ રૂપ) અનાદિ છે. જો સંસારને (જીવની સાથે કર્મસંબંધને) અનાદિ ન માનવામાં આવે, તો ત્રણ પ્રશ્નો ઉભા થાય છે. જેમ કે
१६८
(૧) શું જીવનો સંભવ પહેલાં અને પછીથી કર્મની ઉત્પત્તિ છે ?
(૨) શું કર્મ પહેલાં થયું અને પછીથી જીવ થયો ?
(૩) શું કર્મ અને જીવ બે એકીસાથે પેદા થયાં ?
આ ત્રણ પ્રશ્નો રૂપ પક્ષમાંથી એક પણ પક્ષ રૂપ પ્રશ્ન સંભવી શકતો નથી.
(૧) પહેલા પ્રશ્નનો જવાબ એવો છે કે- જો નિર્હેતુકપણાએ કરી પહેલાં આત્માની ઉત્પત્તિનો અસંભવ છે. અનાદિસિદ્ધ હોવા છતાં તે આત્મામાં પાછળથી કર્મનો બંધ સંભવિત નથી જ, કેમ કે- કર્મના બંધના કારણનો અભાવ છે. જો વગર કારણે કર્મબંધનો સંભવ માનો, તો સિદ્ધ આત્મામાં કર્મબંધની આપત્તિ આવશે !
(૨) બીજા પ્રશ્નનો જવાબ- કર્મ પહેલાં પેદા થયું એ પણ વ્યાજબી નથી, એમ કે- તે કાળમાં કર્તા રૂપ જીવનો અભાવ છે. જે કર્તા વડે કરાતું નથી, તે કર્મ કહેવાતું નથી. નહિ કરાતામાં કર્મપણાનો અભાવ છે. જે કર્તા વડે કરાય, તે કર્મ તરીકે કહેવાય છે. વળી જો કારણ વગર જ તે કર્મની ઉત્પત્તિ માનો, તો તે કર્મનો ધ્વંસ પણ કારણ વગર માનવાની આપત્તિ ઊભી છે જ.
(૩) ત્રીજા પ્રશ્નનો ઉત્તર-એકીસાથે જીવકર્મની ઉત્પત્તિનો સંભવ નથી, કેમ કે- જીવકર્મ બંને કારણ વગર એકીસાથે થતા નથી. એકીસાથે પેદા થયેલ તે જીવકર્મ બંનેમાં કર્જ઼પણાનો-કર્મપણાનો અસંભવ છે. (જીવમાં કર્તાપણું અને કર્મમાં કર્મપણું નથી જ.) જેમ કે- ડાબા-જમણા ગાયના બે શિંગડામાં કર્તાપણાનો અને કર્મપણાનો અસંભવ છે. તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિ જ છે.
શંકા- જીવકર્મ સંયોગના પ્રવાહને જો અનાદિ માનવામાં આવે, તો જીવ આકાશના સંયોગની માફક અનંત અર્થાત્ જીવકર્મસંયોગ અનાદિ છે. તો અનંત માનવો જ પડશે ને ?
સમાધાન- બીજ (કારણ) અને અંકુર (કાર્ય) આદિની પરંપરા અનાદિ હોવા છતાં અંત સહિત દેખાય છે. ખરેખર બીજ અને અંકુરમાંથી-બેમાંથી કોઈ એકનો કાર્ય કર્યા સિવાય વિચ્છેદ દષ્ટિગોચર થાય છે.
તથાચ કર્મબંધના હેતુ રૂપ મિથ્યાત્વ-અવિરતિ-કષાયયોગોથી જીવ, આઠ પ્રકારના ઔદારિક આદિ વર્ગણાના પુદ્ગલોને કર્મશરીર (કાર્યણશરીર)ને ગ્રહણ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને ગ્રહણકાળમાં જ જીવ કર્મપણાએ તે કાર્યણવર્ગણા પુદ્ગલોને પરિણમાવી શુભ-અશુભ અધ્યવસાય અનુસારે કર્મપુદ્ગલોમાં સ્થિતિ-રસ આદિને બનાવી દૂધ-પાણીની માફક આત્મપ્રદેશોની સાથે વિશિષ્ટ સંબંધ કરાવે છે.
આવો જ જીવનો સ્વભાવ છે કે-કર્મવર્ગણામાં રહેલ એક ક્ષેત્ર (સમાન આકાશપ્રદેશ)માં અવગાઢ કર્મયોગ્ય જ પુદ્ગલદ્રવ્યને આઠ રૂચકપ્રદેશ સિવાય સઘળાય આત્માના પ્રદેશો વડે (અસંખ્યાત પ્રદેશો વડે) રાગ-દ્વેષથી ભીના-સકષાય સ્વરૂપવાળા હોવાથી જીવ ગ્રહણ કરે છે. પોતાના આત્માથી જુદા પ્રદેશમાં