Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - २७, द्वितीय किरणे स्थितेरल्पतापादनमपवर्त्तनेति यावत् । तीव्रतराध्यवसायात्तीव्रपरिणामप्रयोगोपचितानामायुषां भञ्जकप्रसङ्गेऽपि गाढबन्धनत्वान्निकाचितबन्धात्मनियमाद् यदा नियतकालादर्वाग् भङ्गाभावस्तदनपवर्तनीयायुः प्रोच्यत इति ॥
શંકા- તે પ્રાણીઓમાં કેટલા અને કયા કયા પ્રાણો છે, કે જેથી આ જીવો પ્રાણવંત બને? સમાધાન- આના જવાબમાં કહે છે કેભાવાર્થ- ‘ત્યાં પ્રાણીશબ્દગત પ્રાણો દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના છે. દ્રવ્યપ્રાણો- પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય-એમ દશ પ્રકારના છે.
ભાવપ્રાણો- અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય-એમ ચાર પ્રકારના છે.
વિવેચન- ત્યાં પ્રાણીપમાં રહેલ પ્રાણો દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણના ભેદથી બે પ્રકારના છે. દ્રવ્યપ્રાણોપાંચ ઇન્દ્રિયો, મનોબળ, દ્રવ્યમાન અને ભાવમનનો વિશિષ્ટ વ્યાપાર “મનોબળ' કહેવાય છે; વચનબળ કાયયોગ દ્વારા ગ્રહણ કરેલ ભાષાયોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ભાષાપણાએ પરિણમાવી, ત્યારબાદ વચનયોગથી વિસર્જનની શક્તિ “વચનબળ' કહેવાય છે, અથવા શબ્દના ઉચ્ચારણ રૂપ જીવની વિશિષ્ટ શક્તિ “વચનબળ' કહેવાય છે; કાયબળ-શરીર દ્વારા પદાર્થના ગ્રહણ અને પદાર્થના પરિત્યાગ રૂપ જીવનો વ્યાપાર એ ‘કાયબળ, અથવા શરીર દ્વારા પદાર્થના ગ્રહણ અને પરિત્યાગને અનુકૂળ જીવમાં રહેલ વિશિષ્ટ શક્તિ “કાચબળ' કહેવાય છે; ઉચ્છવાસ પ્રાણ-કાયયોગથી ગ્રહણ કરેલ ઉચ્છવાસયોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઉચ્છવાસ નિઃશ્વાસપણાએ પરિણાવી અવલંબીને જીવ છોડે છે, તે ‘ઉચ્છવાસ કહેવાય છે; અને આયુ:પ્રાણ-નિયત ભવમાં નિયત કાળ સુધી જેના વડે જે રહેવું તે આયુષ્ય, અથવા પરભવમાં જ જીવને ઉદયમાં આવનાર આયુષ્ય દ્રવ્ય અને કાળના ભેદથી બે પ્રકારનું છે.
(૧) આયુષ્યકર્મના જે પુદ્ગલો તે દ્રવ્ય આયુ.” (૨) આયુષ્યકર્મના પુદ્ગલોની સહાયથી નિયત કાળ સુધી જીવવું, તે જીવનકાળ રૂપ “કાળ આયુ. અહીં દ્રવ્ય આયુષ્યની સમાપ્તિ સિવાય જીવ મરણ પામતો નથી-એમ સમજવું.
કાળ આયુષ્ય અપવર્તનીય અને અનપવર્તનીયના ભેદથી બે પ્રકારનું છે. અપવર્તનીય આયુષ્ય પૂર્વભવમાં આયુષ્યના બંધના અવસરે જીવપ્રદેશોમાં મંદ અધ્યવસાય દ્વારા અત્યંત શિથિલપણાએ ઉપાર્જેલ આયુષ્યોની શસ્ત્ર આદિ ઉપક્રમોના નિમિત્તથી નિયતકાળ પહેલાં જ જ્યારે સમાપ્તિ થાય, ત્યારે તે આયુષ્યો અપર્વતનીય કાળ આયુ' કહેવાય છે. અથવા મંદ પરિણામના પ્રયોગથી બાંધેલું કર્મ “અપવર્ય અથવા પૂર્વજન્માં બાંધેલ આયુષ્યસ્થિતિને વિશિષ્ટ અધ્યવસાન આદિ (આયુ:ક્ષયનાં હેતુભૂત ઉપક્રમો-અધ્યવસાન, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસના પ્રકારથી સાત પ્રકારનાં છે.) રૂપ આયુઃક્ષય હેતુથી અલ્પ કરવી, તેનું નામ અપવર્તન અને અપવર્તનાયોગ્ય “અપવર્ય' આયુષ્ય કહેવાય છે. (સોપક્રમ આયુ: પણ કહેવાય છે.) અનાવર્તનીય આયુપૂર્વજન્મમાં તીવ્રતર અધ્યવસાયથી બાંધેલ આયુષ્યોનો,