Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१५४
तत्त्वन्यायविभाकरे સ્વભાવ છે, તેનું આ પ્રમાણેનું દર્શન નથી. જેમ કે- પત્થર વગેરેનું દર્શન એવંચ શબ્દમાં તે પ્રકારનું દર્શન હોઈ પુગલનું સ્વભાવપણું નથી.
સમાધાન- શબ્દમાં પુદ્ગલનું સ્વભાવપણું હોવા છતાં પ્રવેશ-નિર્ગમનનો વિરોધ નથી. ખરેખર, તે શબ્દના, સૂક્ષ્મ સ્વભાવના કારણે સઘન ભવનમાં નિર્ગમન વગેરે, સ્નેહ આદિ સ્પર્શ આદિની માફક વિરોધ વગર ઘટી શકે છે.
જો આમ ન માનવામાં આવે, તો આચ્છાદિત ઘડાની અંદરથી તેલ અને જળ આદિનું બહાર નીકળવું, વિશિષ્ટ સ્નિગ્ધતા આદિ (સ્નેહ આદિ)ના દેખાવથી કેવી રીતે અનુમાનવિષય બની શકે ?
આચ્છાદિત સઘન માટી, ઘડા વગેરેની અંદરની શીતસ્પર્શના અનુભવથી, જળમાં ઘડો રાખેલો હતોએવું કેવી રીતે અનુમાનવિષય બની શકે ?
તે શબ્દનું, તેમ કાનને અથવા નહિ ભેદવા વગેરે નિચ્છિદ્રપણાએ દર્શન હોવાથી કેવી રીતે ઉન્મેલા (તક)નો વિષય બને? માટે નિર્ગમન-પ્રવેશ વ્યવધાક અભેદન રૂપ હેતુ, સ્નેહ આદિ સ્પર્ધાદિની સાથે વ્યભિચારી છે. અર્થાત્ પુદ્ગલ-પરિણામાભાવ રૂપ સાધ્યના અભાવવાળા ઘડા રૂપ પુગલમાં સ્નેહ આદિ સ્પર્શ આદિ દશ્યમાન છે.
શંકા- શબ્દમાં પુદ્ગલનું સ્વભાવપણું નથી, કેમ કે- શબ્દ સ્પર્શ વગરનો છે. જેમ કે- સુખ આદિ. આ પ્રમાણે બાધક પ્રમાણનો સદ્ભાવ હોવાથી શબ્દનું પુદ્ગલસ્વભાવપણું કેવી રીતે?
સમાધાન- કર્ણશખુલીમાં (કાનમાં રહેલ પોલાણમાં) કટ્ર-કટ્ર, એવા અવાજ કરતા પ્રાયઃ પ્રતિઘાતના કારણ રૂપ, કાન વગેરેને ઉપઘાત કરનાર શબ્દની પ્રસિદ્ધિ હોઈ, સ્પર્શરહિતપણા રૂપ હેતુ સ્વરૂપાસિદ્ધ છે, કેમ કે- પક્ષભૂત શબ્દમાં સ્પર્શ સહિતપણું છે. માટે શબ્દમાં સ્પર્શરહિતપણાની કલ્પના અસંગત થઈ જાય છે.
શંકા- શબ્દને જો પુગલનો પર્યાય માનો, તો શબ્દ આંખથી દેખાતો હોવો જોઈએ. આવી આપત્તિ કેમ નહિ આવે?
સમાધાન- ગંધ જેમ ઇન્દ્રિયનો વિષય હોઈ પૌદ્ગલિક છે, તેમ શબ્દ ઇન્દ્રિય વિષય હોઈ પૌદ્ગલિક છે. જેમ ગંધદ્રવ્યમાં, અત્યંત સઘનપ્રદેશમાં પ્રવેશ-નિર્ગમન અનવરોધ છે, તેમ શબ્દમાં પ્રવેશ-નિર્ગમન અપ્રતિઘાતી હોઈ શબ્દ પૌલિક છે. જેમ ગંધ પરમાણુદ્રવ્ય અચાક્ષુષ-પ્રાણગ્રાહ્ય હોઈ પૌદ્ગલિક છે, તેમ શબ્દ અચાક્ષુષ-શ્રોત્રમ્રાહ્ય હોઈ પૌદ્ગલિક છે.
માટે શબ્દ આકાશનો ગુણ નથી પરંતુ પુદ્ગલનો ગુણ છે, કેમ કે-રૂપી છે, ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. માટે રૂપ, રસ આદિ આકાશના ગુણો છે. આવો વ્યવહાર શોભતો નથી.
જેમ પુદ્ગલોનો જ રૂપ આદિ પરિણામ છે, તેમ પુદ્ગલનો તથાવિધ પરિણામ શબ્દ છે. પરિણામ અને પરિણામીના ભેદ-અભેદના સ્વીકારથી શબ્દ, દ્રવ્ય પણ છે અને ગુણ પણ છે. | સર્વ વસ્તુઓ દ્રવ્યપર્યાયાત્મક છે. અભેદની અપેક્ષાએ દ્રવ્યની પ્રધાનતાએ પર્યાયને પોતાની કુલિમાં સમાવીને દ્રવ્ય છે. શબ્દ એ પુદ્ગલદ્રવ્ય પણ છે. પર્યાયનયની અપેક્ષાએ ભેદપ શબ્દ પુદ્ગલનો (પર્યાય) ગુણ છે.