Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ११, तृतीय किरणे
१२९
विभागकलाप उपचारार्थं कल्पितोऽवसेयः, समयस्यैकत्वेन विभागाभावात् समूहस्य चामुख्यत्वेनैव विभागासम्भवाच्च । परन्तु कालस्य समूहबुद्ध्यङ्गीकृतस्य विभागो वेदितव्यः ॥
હવે નૈૠયિકકાળને કહે છે
ભાવાર્થ- વર્ઝના આદિ પર્યાય રૂપ લિંગોથી લક્ષ્ય-અનુમેય જે કાળ ‘નૈૠયિક’ જ્યોતિશ્ચકના ભ્રમણથી જન્મ સમય-આવલિકા આદિ રૂપ લક્ષણવાળો, કાળ ‘વ્યાવહારિક' કહેવાય છે.
વિવેચન- વર્ષના આદિ કાર્ય રૂપ પર્યાયોથી જે લક્ષિત થાય, તે ‘નૈૠયિક’ એમ વ્યુત્પત્તિ રૂપ અર્થ જાણવો. અર્થાત્ નૈયિકકાળ વર્તનાદિરૂપ લિંગ-લક્ષણવાળો છે. આદિ પદથી ક્રિયા-પરિણામપરત્વાપરત્વનું ગ્રહણ કરવું.
વિશિષ્ટ વિમાન રૂપ જ્યોતિષોનો ચક્ર-સમુદાયના ભ્રમણથી જન્ય એટલે સ્પષ્ટ માલુમ પડે એવો, અર્થાત્ સૂર્ય આદિની ગતિથી શેય.
સમય-આવલિકા આદિ લક્ષણ- યોગી દ્વારા પણ જે કાળવિશેષનો વિભાગ થઈ શકે નહિ. અતિ સૂક્ષ્મ હોવાથી તે કાળવિશેષ ‘સમય’ કહેવાય છે.
અસંખ્યાત સમયોના સમુદાયને ‘આવલિકા’ કહેવાય છે.
આદિ પદથી મુહૂર્ત-દિવસ-અહોરાત્ર-પક્ષ-માસ-વર્ષ-યુગ-પલ્ય-સાગર-ઉત્સર્પિણી-પરાવર્તોનું ગ્રહણ કરવું. અર્થાત્
૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ.
૬૫૫૩૬ ક્ષુલ્લક ભવોનું અથવા બે ઘડીનું એક મુહૂર્ત.
૩૦
મુહૂર્તોનો એક અહોરાત્ર.
૧૫
દિનનું પખવાડિયું.
૨
પખવાડિયાનો માસ.
૧૨ માસનું વર્ષ.
અસંખ્યાત વર્ષોનું એક પલ્યોપમ.
દશ કોટાકોટી પલ્યોપમનો એક સાગરોપમ.
દશ કોટાકોટી સાગરોપમની એક ઉત્સર્પિણી. (ઉત્સર્પિણી સરખી અવસર્પિણી)
ઉત્સર્પિણી અને અવસર્પિણી મળી એક કાલચક્ર.
અનંત કાલચક્રનો એક પુદ્ગલપરાવર્ત્ત કાળ. આ સમય-આવલિકા આદિનું વિશેષ જ્ઞાન આગમથી જાણવું.