Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१४५
सूत्र - १८, तृतीय किरणे
હવે પ્રદેશને કહે છે કેભાવાર્થ- કેવળ બુદ્ધિથી ગમ્ય-સ્કંધથી અભિન્ન, સ્કંધવર્તી અત્યંત સૂક્ષ્મ રૂપ ભાગ ‘પ્રદેશ' કહેવાય છે. વિવેચન- જે, આ અત્યંત સૂક્ષ્મતમ, સ્કંધથી પ્રતિબદ્ધ, કેવલજ્ઞાનથી જ ગમ્ય ભાગ, તે “પ્રદેશ” એમ અર્થ સમજવો. જેમ કે- ઘટથી નહિ પૃથફ થયેલ એક પરમાણુ રૂપ ભાગ.
આ સ્કંધ (૧) ભેદથી, (૨) સંઘાતથી, તથા (૩) ભેદ અને સંઘાત ઉભયથી પેદા થાય છે. ત્યાં
ભેદ- સંતો (સંઘાતજન્ય, હયણુક આદિ ક્રમથી અનંતાનંત પરમાણુક પર્વત સ્કંધો)ના બાહ્ય અને અત્યંતર પરિણામ કારણોનું સમીપપણું હોય છતે ભેદ. જેમ કે- પૂર્ણ સ્કંધમાંથી એક અણુનો ભેદ.
જ્યારે એક અણુ પૃથગૂ થાય છે, ત્યારે એક અણુના ભેદથી એક અણુ ન્યૂન સ્કંધ પેદા થાય છે. આ પ્રમાણે બે-ત્રણ આદિ પરમાણુઓના ભેદક્રમથી ઢિપ્રદેશી ઢંધની ઉત્પત્તિ પર્યત વિચારવું.
સંઘાત- છૂટા થયેલા પરમાણુઓનું એકઠા થવું. જેમ કે- બે પરમાણુઓના સંઘાતથી “દ્ધિપ્રદેશી ઢંધ.” દ્વિપ્રદેશમાં એક પરમાણુના સંઘાતથી ‘ત્રિપ્રદેશી ઢંધ.” આ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત આદિ પરમાણુઓના સંઘાતથી તેટલા તેટલા પ્રદેશવાળા ‘સ્કંધો પેદા થાય છે.
ભેદ અને સંઘાત- દ્વિપ્રદેશી આદિ સ્કંધો, એક જ સમયમાં ઢયણુક સ્કંધથી એક અણુનો ભેદ થાય છે અને બીજો અણુ ભેગો થાય છે. માટે જ કહેવાય છે કે-એક સમયવાળા ભેદ અને સંઘાતથી ‘યણુક આદિ સ્કંધો' ઉત્પન્ન થાય છે. જેમ કે- એક સ્કંધમાંથી ભેદ દ્વારા બીજા સ્કંધમાં પરમાણુ મળવાથી ધયણુક આદિ સ્કંધો થાય છે. આ પ્રમાણે પરસ્પર આશ્લેષ રૂપ બંધપરિણામની પ્રાપ્તિવાળો “સ્કંધ' કહેવાય છે.
અહીં કેટલાક સ્કંધોનો બંધ, જીવવ્યાપાર રૂપ પ્રયોગથી જન્ય બંધ (પ્રાયોગિક). જેમ કે-ઔદારિક આદિ શરીર; લાખથી ચોંટાડેલ લાકડાં આદિ, પાસા, સોગઠાબાજી વગેરે વિષયવાળો.
LA કેટલાક સ્કંધોનો પ્રયોગની અપેક્ષા વગર-સ્વભાવજન્ય બંધ તે સ્વાભાવિક બંધ આદિવાળો અને અનાદિવાળો એમ બે પ્રકારનો છે.
(૧) આદિવાળો સ્વાભાવિક બંધ જેમ કે- વિજળી, વાદળો, ઇન્દ્રધનુષ્ય, ઉલ્કા (રખાના આકાર જેવો આકાશમાંથી પડતો તેજનો સમૂહ), મેઘજન્ય, અગ્નિ વગેરે વિષયવાળો, વિષમ ગુણવિશેષથી પરિણત પરમાણુજન્ય સ્કંધ પરિણામ રૂપ છે, સ્નિગ્ધ ઋક્ષગુણ નિમિત્તજન્ય છે.
(૨) અનાદિવાળો સ્વાભાવિક બંધ : ધર્મ-અધર્મ-આકાશ રૂપ વિષયવાળો. કેટલાક સ્કંધોનો બંધ પ્રયોગ-સ્વભાવજન્ય, જીવપ્રયોગ સહકૃત અચેતન દ્રવ્યપરિણતિ લક્ષણવાળો. જેમ કે-સ્થંભ-કુંભ આદિ વિષયવાળો મિશ્રબંધ છે.
A તેમજ સ્કંધો (૧) અત્યંત સ્થૂલતા (પરમાણુ સમુદાય પરિણામ)વાળા. જેમ કે- સમસ્ત લોકવ્યાપી, - અચિત્ત મહા સ્કંધ.
અહીં અવયવ વિકાસને સ્થૂલ ભાવ તરીકે કહેવામાં આવેલ છે. પ્રવચનમાં તો આ સૂક્ષ્મપરિણામી તરીકે કહેવાય છે.