Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१४८
तत्त्वन्यायविभाकरे વિવેચન- તે પ્રદેશ જ સ્કંધમાંથી અલગ થયેલો “પરમાણુ' કહેવાય છે. આ કથનથી પરમાણુની ઉત્પત્તિભેદથી (સ્કંધભેદથી) જ થાય છે. સંઘાતથી અને ભેદસંઘાતથી ઉત્પત્તિ થતી નથી, એમ સૂચન કરાય છે.
આ ભેદજન્ય પરમાણુનિષ્ઠ કાર્યત્વનું વર્ણન પર્યાયનયના અભિપ્રાયથી જાણવું જોઈએ, કેમ કે-સ્નેહઋક્ષતાના વિનાશથી, સ્થિતિના ક્ષયથી, બીજા દ્રવ્ય દ્વારા ભેદથી અને સ્વભાવગતિથી દ્વયણુક આદિ સ્કંધના ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે.
હવે દ્રવ્યનયની અપેક્ષાથી કહે છે કે – “આ પરમાણુ સવત્તિમ કારણ છે.” સર્વ મૂર્ત ધયણુક આદિ દ્રવ્યોનું કારણ (પરમાણુ) છે. ખરેખર, સઘળું રૂપી સ્કૂલદ્રવ્યો જ ભેદવિષય થતાં ભેદાતા અંતિમ દ્રવ્યનું અશક્ય ભેદવાળું પરમાણુ રૂપ અંતિમ કારણ થાય છે પરંતુ આ ભેદવિષય દ્રવ્ય અત્યંત અભાવ રૂપ નિરૂપાખ્ય (નિતા રૂપાધ્યા યહ્મા- અસત્પદાર્થ. જેમ કે-વંધ્યાપુત્ર-શશશૃંગ વગેરે, અભાવ પદાર્થ મનમાં કે વાણીમાં ન આવે તેનું સ્વરૂપ વગરનું.) નથી, એવો અહીં ભાવ સમજવો. (સર્વ દ્વયણુક આદિનું કારણ (જનક) છે. ભેદાતા સર્વ દ્રવ્યોનું અંતિમ કારણ પરમાણુ છે.)
વ્યાન: પોતે (પરમાણુ) દ્રવ્ય રૂપ અવયવ દ્વારા અભેદ્ય (નિરવયવ) છે, કેમ કે- બીજા દ્રવ્યના અવયવ (પ્રદેશ) રૂપ દ્રવ્યથી ભિન્ન છે.
પરમાણુ, એક રસ, એક ગંધ, એક વર્ણવાળો અને બે સ્પર્શવાળો હોય છે. રૂપ-રસ આદિ ભાવ રૂપ અવયવોથી પરમાણુ ભેદવાળો (સાવયવ-પર્યાયવાળો છે).
શંકા- અવયવ વગરનો હોવાથી પરમાણુ આકાશકુસુમની માફક અસત્ (અવિદ્યમાન) કેમ નહિ?
સમાધાન- સાવયવ દ્રવ્યનો પરમાણુ નથી, કેમ કે- સાવયવ દ્રવ્યનો પ્રતિપક્ષ છે. તેથી અવશ્ય અનવયવ વસ્તુ વિદ્યમાન હોવી જ જોઈએ અને અનવયવ સર્વસ્તુ રૂપ પ્રથમ પ્રદેશ તે જ “પરમાણુ' રૂપે કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યપરમાણુ-સિદ્ધિ.
શંકા- પરમાણુ અવયવવાળો છે, કેમ કે સંસ્થાનવાળો છે. જેમ કે- ઘટ આદિ. તો પછી પરમાણુ નિરવયવ કેવી રીતે?
સમાધાન- સંસ્થાનની અસિદ્ધિ હોવાથી પરમાણુ સાવયવ નથી, પ્રદેશ રૂપ દ્રવ્યભૂત અવયવોથી કહેલ સંસ્થાન છે. અર્થાત્ સંસ્થાનકર્તા દ્રવ્ય અવયવો છે. તે સંસ્થાન, અવયવી ઘટાદિમાં અવયવો હોતે જીતે હોય છે.
તે અવયવો (પ્રદેશો) નિરવયવ પરમાણમાં નથી, તો અવયવકૃત સંસ્થાન પણ ક્યાંથી જ હોય? અર્થાત્ દ્રવ્ય અવયવના અભાવમાં (કારણના અભાવમાં) સંસ્થાન (કાય)નો અભાવ છે.
શંકા- પરમાણુ સંસ્થાનશૂન્ય હોઈ અસત્ કેમ નહિ?
સમાધાન- જો સંસ્થાન વગરનાને અસત્ માનો, તો સંસ્થાન વગરના આકાશ આદિ અમૂર્તમાં વ્યભિચાર આવે !