Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १९, तृतीय किरणे
१४९
તથા પરમાણુ દ્રવ્ય રૂપે પ્રદેશ રૂપે) નિરવયવ પણ છે અને વર્ણ આદિ ભાવ (પર્યાય) રૂપે સાવયવ પણ છે, કેમ કે-રૂપ આદિ ભાવ અવયવવાળો છે. તેમજ દ્રવ્યનયની અપેક્ષાએ પરમાણુ કારણ છે (હયણુક આદિ કાર્ય પ્રત્યે) અને પર્યાયનયની અપેક્ષાએ પરમાણુ કાર્ય છે, કેમ કે- સ્કંધના ભેદથી ઉત્પન્ન થતો છે. એથી જ (દ્રવ્યનયથી) ધ્રુવતાશાળી હોઈ પરમાણુ નિત્ય છે અને (પર્યાયનયથી) ઉત્પાદવ્યયશાળી હોઈ પરમાણુ અનિત્ય છે. અર્થાત્ પરમાણુ રૂપે પરમાણુ નિત્ય છે, સ્કંધ આદિ પર્યાય રૂપે અનિત્ય છે.
પરમાણુ કાર્ય લિંગવાળું છે. પરમાણુઓનું અસ્તિત્વ કાર્ય રૂપ લિંગથી જાણવું જોઈએ. (ધૂમ રૂપ કાર્યથી અગ્નિનું અનુમાન, ફલ રૂપ લિંગથી બીજનું જ્ઞાન.) ખરેખર કાર્ય રૂપ લિંગવાળું કારણ હોય છે.
પરમાણુઓની ગેરહાજરીમાં શરીર-ઇન્દ્રિય-મહાભૂત પૃથ્વી-જળ-તેજ-વાયુના વિકારો) આદિ રૂપ કાર્યનો પ્રાદુર્ભાવ નથી, પણ પરમાણુઓની સત્તામાં જ શરીર આદિ પૌદ્ગલિક કાર્યનો પ્રાદુભાવ છે.
શરીર આદિ ભૌતિક દૃશ્ય કાર્ય પ્રત્યે અતીન્દ્રિય-સૂક્ષ્મ-નિત્ય પરમાણુ કારણ છે. અથવા અમ્મદ્ આદિ પ્રત્યક્ષ દૃશ્ય, બાદર પરિણામને ભજનારા કાર્ય વડે જે અનુમય થાય છે, તે કાર્ય લિંગવાળો પરમાણુ છે.
શંકા- કારણભૂત અંત્યદ્રવ્ય હોઈ, પરમાણુ (આનાથી બીજું અત્યંત અણુ કોઈ નથી એવા પુદ્ગલદ્રવ્ય રૂપ પરમાણુ) દ્રવ્ય રૂપ અવયવરહિત હોવાથી, અવયવ વગરના બે પરમાણુઓની સંહતિ (એકપણાની પ્રાપ્તિ) થયે છતે, દ્વિઅણુ સ્કંધ કેવી રીતે સિદ્ધ થાય? કેમ કે વિશિષ્ટ પરસ્પર બંધનો અસંભવ છે.
જો સંશ્લેષ માનો, તો અમે પૂછીએ છીએ કે- તે સંશ્લેષ, તે બે પરમાણુઓમાં એકદેશથી છે કે સર્વદેશથી છે?
જો એકદેશથી બે પરમાણુઓમાં માનવામાં આવે, તો અવયવવાળો પરમાણુ છે એવી આપત્તિ આવી જાય, માટે પહેલો પક્ષ બરોબર નથી.
સર્વ આકાશપ્રદેશાવચ્છેદથી બે પરમાણુઓમાં જો સંશ્લેષ માનો, તો આખુંય જગત એક પરમાણુ માત્ર બની જાય એવી આપત્તિ આવી જાય! માટે બીજો પક્ષ વ્યાજબી નથી. તો દ્વિઅણુક સ્કંધ કેવી રીતે સિદ્ધ થાય ?
સમાધાન- અનેક વસ્તુ વિષયમાં સમસ્ત વાચકપણાએ લોકમાં પ્રસિદ્ધ એવા સર્વ શબ્દનો, દ્રવ્ય રૂપે એક એવા પરમાણુમાં અસંભવ છે. વળી નાનાપણાએ નિર્ધારિત પદાર્થના કોઈ એક ભાગના વાચક એવા એકદેશ શબ્દનો પણ નિર્વિભાજય ભાગવાળા પરમાણુના વિષયમાં પ્રયોગ અસંભવિત છે.
તથાચ પોતે જ અવયવભૂત એવો પરમાણુ, પરમાણુની સાથે ભેદ દ્વારા સંબંધને પામે છે, પરંતુ બીજા પરમાણમાં પ્રવેશ કરતો નથી, (બીજા પરમાણુમય બની જતો નથી.) કેમ કે તે પરમાણુ ક્રિયાવાળો હોવાથી પરમાણુમાં રહેલ આકાશમાં પ્રવેશ કરે છે.
શંકા- પ્રવેશ વગરના પરમાણુમાં યોગ સંભવતો નથી, કેમ કે- દ્વિઅંગુલની માફક પરસ્પર સંશ્લિષ્ટ નથી તો યોગ કેવી રીતે સંભવે ?