Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १६, तृतीय किरणे
१४१
जलस्य वृत्त्युपलब्ध्या व्यभिचार इति वाच्यम् । तत्र वृत्तेस्संयोगस्य परिणामविशेषस्य संयोगिभ्यां घटजलाभ्यां सर्वथा भेदासिद्धेः । अन्यथा संयोगाभावप्रसङ्गात् । ताभ्यां हि भिन्नस्य संयोगस्योत्पत्तौ जलस्य कथं घटे संयोग इति व्यपदेशो यतस्तस्य तत्रैव वृत्तिर्भवेत् । संयोगस्य ताभ्यां जननात्तथा व्यपदेश इति तु तस्य कालादितोऽपि जननात्तत्रापि तथा व्यपदेशप्रसङ्गतो व्युदसनीयः । तस्मान्न संयोगिभ्यां संयोगोऽर्थान्तरभूत इति नोक्तहेतौ व्यभिचारः, सर्वथा-ऽर्थान्तरभूतस्य क्वचिदपि वृत्त्यनुपलब्धेर्न विरोधोऽपि । ननु तीवयवावयव्यादीनां का वा वृत्तिरिति चेत्कथञ्चित्तादात्म्यमित्युच्यते, न च तथासति तवापि वृत्तिविकल्पदोषप्रसक्तिरिति वाच्यम्, पदार्थानां भेदाभेदशबलैकवस्तुस्वरूपत्वेनावयवादिभ्योऽवयव्यादेस्तादात्म्यस्याशक्य-विवेचनत्वेन तद्दोषानवकाशात् । एवमेव गुणगुणिनोः क्रियाक्रियावतोस्सामान्यतद्वतोरपि वृत्त्युपपत्तिर्बोध्येति दिक् ॥
તે સ્કંધનું લક્ષણ કહે છે કેભાવાર્થ- પૂર્ણતયા વિશિષ્ટરચિત પરમાણુઓનો સમુદાય અંધ” કહેવાય છે. વિવેચન- વિશિષ્ટ રચનાવાળો-પૂર્ણ પરમાણુઓનો સમુદાય “સ્કંધ' કહેવાય છે. જેમ કે- ઘટ આદિ.
અહીં દેશ અને પ્રદેશમાં અતિવ્યાપ્તિવારણ માટે ‘પૂર્ણ પદ મૂકેલ છે. છૂટા છૂટા પરમાણુઓના સમુદાયમાં અતિવ્યાપ્તિના વારણ માટે વિશિષ્ટ આકારવાળો-એવું પદ રાખેલું છે.
આ પ્રમાણેના કથનથી પરમાણુ(અવયવોના સમુદાયથી અવયવી સ્કંધ સર્વથા ભિન્ન છે. આવા મતનું ખંડન થઈ જાય છે.
શંકા- અવયવ અને અવયવી બંને સર્વથા જુદાં છે, કેમ કે- ભિન્ન અનુભવવાળા બને છે. જેમ કેસહ્યપર્વતો અને વિષ્ણપર્વતો.
વળી આ હેતુ અસિદ્ધ (સ્વરૂપાસિદ્ધ) નથી, કેમ કે- સાધ્ય ધર્મી રૂપ પક્ષમાં ભિન્ન પ્રતિભાસત્વની વિદ્યમાનતાનો નિશ્ચય છે.
વળી અનેક પુરુષના પ્રતિભાસના વિષયભૂત એક અર્થમાં (અલક્ષ્યમાં) ભિન્ન પ્રતિભાસત્વની વિદ્યમાનતા હોવાથી વ્યભિચાર છે, એમ પણ નહિ બોલવું, કેમ કે- એક પુરુષની અપેક્ષાએ ભિન્ન પ્રતિભાસત્વ રૂપ હેતુ અહીં સમજવાનો છે.
વળી એક પુરુષે ક્રમથી દેખેલ એક જ ઘટમાં, (સાધાભાવવામાં) એક પુરુષાપેક્ષયા ભિન્ન - પ્રતિભાસત્વ રૂપ હેતુની વિદ્યમાનતા હોવાથી વ્યભિચાર છે, એમ નહિ કહેવું, કેમ કે- ભિન્ન લક્ષણત્વ રૂપ વિશેષણ વિશિષ્ટ, એક પુરુષની અપેક્ષાએ ભિન્ન પ્રતિભાસત્વ, એમ હેતુનો પરમાર્થ સમજવાનો છે.
વળી ઘટ(અવયવી)માં અને કપાલ આદિ (અવયવ આદિ)માં વિભિન્ન લક્ષણપણું અને ભિન્ન પ્રતિભાસપણું વિદ્યમાન છે.