Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - ८, तृतीय किरणे
११९
“પુતfસદ્ધ ભૂતલ આદિ છોડી ઘટ આદિ રહે છે. માટે જેમ ભૂતલ ઘટ આદિ યુતસિદ્ધ છે, તેમ “કુંડમાં બોરો.” કુંડ બદર આદિ યુતસિદ્ધોમાં આધાર-આયભાવનું દર્શન હોવાથી અયુતસિદ્ધ (અવયવ-ગુણ-ક્રિયાજાતિ-વિશેષાદિને છોડી નહિ રહેનાર એવા અવયવી-ગુણી-જાતિ-ક્રિયાવંત-વ્યક્તિ-નિત્ય દ્રવ્ય, એ અયુતસિદ્ધ કહેવાય છે.) ધર્મ-અધર્મ આદિ અને આકાશનો આધાર આધેયભાવ બને છે, કેમ કે- યુતસિદ્ધનો અભાવ હોવા છતાં ‘હાથમાં રેખા'ની જેમ અયુતસિદ્ધોમાં તે આધાર આધેયભાવનું દર્શન છે.
વળી એમ પણ શંકા નહિ કરવી કે- “જો આકાશ અવકાશદાતા છે, તો ગાય આદિને ભીંત આદિ કેમ અટકાવે છે ?” કેમ કે- રૂપી એવા પૂલ દ્રવ્યો પરસ્પર અટકાવે છે. વળી સૂક્ષ્મ પરિણામવાળા દ્રવ્યોમાં પરસ્પર પ્રવેશની શક્તિનોયોગ છે, પણ તેઓનો અવકાશદાતા હોવાથી આકાશમાં સામર્થ્યની હાનિનો અભાવ છે.)
ધર્મીગ્રાહકપ્રમાણથી આકાશ એક છે-એમ સિદ્ધિ થતાં, તે આકાશના, ઉપાધિના નિમિત્તે ભેદને કહે છે કે
ભાવાર્થ. “લોક અને અલોકભેદથી તે આકાશ બે પ્રકારનું છે.”
વિવેચન- લોકાકાશ અને અલોકાકાશના ભેદથી આકાશદ્રવ્યના બે ભેદો છે. ધર્મ-અધર્મ-જીવપુદ્ગલ દ્રવ્યોથી વિશિષ્ટ આકાશ લોકાકાશ' કહેવાય છે અને લોકાકાશથી વિપરીત “અલોકકાશ' કહેવાય છે.
શંકા- આકાશ, લોકાકાશ રૂપ જ રહો ! અલોકાકાશથી સર્યું. અલોક આકાશ શા માટે ?
સમાધાન- લોક, વિદ્યમાન વિપક્ષભૂત અલોક આકાશવાળો છે, કેમ કે-વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદથી વાચ્ય છે. જેમ કે- પટ વગેરે રૂપ અઘટ રૂપ વિપક્ષવાળો ઘટ. આવા અનુમાનથી લોકાકાશ-વિપક્ષ અલોકાકાશની સિદ્ધિ સમજવી.
શંકા- ઘટ વગેરે પદાર્થોને જ અલોકાકાશ માની લઈએ તો શો વાંધો?
સમાધાન- “ન લોકાકાશ તે અલોકાકાશ'- આવો નમ્ તપુરુષ સમાસ હોવાથી, પર્યદાસ નગ્ન પદથી નિષેધયોગ્ય લોકાકાશ સમાનનો બોધ થવાથી ઘટ વગેરે પદાર્થોથી ભિન્ન અલોકાકાશ માનવો જોઈએ. એટલે જ ધર્મ આદિના આધારભૂત-લોકાકાશના વિપક્ષ તરીકે અલોકાકાશ જ થવાને યોગ્ય છે. આમ યુક્તિયુક્ત સમજવું.
(અનુભવસિદ્ધ વસ્તુ છે કે- અદેશ્યમાન આકાશવાળા લાકડાના થાંભલામાં સેંકડો કે હજારો ખીલીઓ સમાય છે, માટે અહીં સઘળે ઠેકાણે આકાશનો સદ્ભાવ જ મૂળભૂત આધાર છે.)
लोकाकाशमानं वक्तुं परिच्छेदकलोकस्वरूपप्रदर्शनद्वारा परिच्छेद्यमानं स्पष्टयति
चतुर्दशरज्जुप्रमाणः पञ्चास्तिकायात्मको लोकस्तद्व्याप्योऽसंख्येयप्रदेशाऽऽत्मको लोकाकाशः । तद्भिन्नोऽलोकाकाशोऽनन्तप्रदेशात्मकः । धर्मादयस्त्रयोऽपि स्कन्धदेशप्रदेश भेदेन त्रिविधाः । पूर्णं द्रव्यं स्कन्धः । माध्यमिकौपाधिकभागा देशाः । केवलप्रज्ञापरिकल्पितसूक्ष्मतमो भागः प्रदेशः । ८ ।