Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
११२
तत्त्वन्यायविभाकरे जलादिवदाधारान्तर-प्रतिष्ठानि, आधारान्तरप्रतिष्ठत्वेऽप्येकदेशेन सर्वात्मना वेत्याशङ्कायामाहलोकाकाशव्यापी चेति । आकाशप्रतिष्ठानि लोकाकाशमभितो व्याप्य च प्रतिष्ठितानीति भावः । यद्यपि निश्चयनयेन सर्वमेव वस्तु स्वात्मन्येव प्रतिष्ठितं तथापि व्यवहारनयाभिप्रायेणाकाशप्रतिष्ठं विज्ञेयम् । धर्मादयो यत्र लोक्यन्ते स लोकः, लोकश्चासावाकाशश्च लोकाकाशस्तं व्याप्नोतीति लोकाकाशव्यापी, धर्माधर्मयोर्लोकाकाशेऽवगाहो न त्वलोक इति भावः ॥
આ ધર્મનું અસ્તિકાયપણું હોવાથી આ ધર્મના પ્રદેશોની ઇયત્તા (પરિમાણ)ને પ્રગટ કરે છે કેભાવાર્થ- ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી લોક આકાશવ્યાપી છે.”
વિવેચન- પ્રદેશ શબ્દની વ્યુત્પત્તિ-ધર્માસ્તિકાય વગેરે શાસ્ત્રોક્ત અસ્તિકાયોનો સારી રીતે વ્યવહાર થાય, માટે જે પ્રદેશાય છે (જણાવાય છે), તે ‘પ્રદેશ.”
પ્રદેશ શબ્દનો રૂઢ અર્થ ધર્મ-અધર્મ-આકાશ-જીવોના દ્રવ્યપ્રદેશ રૂપ પરમાણુના આકાશથી વ્યવચ્છિન્ન પ્રદેશો કહેવાય છે. અર્થાત્ આકાશનો નિરવયવદેશ “ક્ષેત્રપ્રદેશ છે.
જે લોકાકાશમાં આકાશનો પ્રદેશ જેટલો છે, તે આકાશપ્રદેશમાં ધર્માસ્તિકાયનો પ્રદેશ પણ ત્યાં તેટલો કહેવો, કેમ કે- તે સરખા પ્રમાણવાળો છે. ત્યાં આકાશ અવકાશદાન રૂપ કાર્ય બજાવે છે. ગતિની પરિણતિમાં ધર્મ ઉપકારક છે. સ્થિતિના પરિણામમાં અધર્મદ્રવ્ય ઉપકાર કરે છે. સર્વ પ્રદેશોનું આ પોતાનું કાર્ય અપેક્ષણીય
વળી પુગલદ્રવ્યનો નિરંશ દ્રવ્ય રૂપે ભાગ પ્રદેશ” કહેવાય છે. તે પ્રદેશને બીજો પ્રદેશ નથી. આથી જ કહેવાય છે કે-પરમાણુ સિવાય બધા રૂપી અને અરૂપી દ્રવ્યોને પ્રદેશો છે.
જેઓ કદાચિત વસ્તુને છોડી રહેતા નથી, માટે તે નિર્વિભાજય ભાગ રૂપ પ્રદેશો કહેવાય છે. તે પ્રદેશોને “અવયવો” કહે છે, જે સ્વભાવ કે પ્રયોગથી પૃથફ કરાય છે અને “સ્કંધગત’ હોય છે.
ધર્મ-અધર્મ-આકાશ-જીવ-પરમાણુઓને અવયવો હોતા નથી, કેમ કે તે તે દ્રવ્યથી પ્રદેશો પૃથગુ થતા નથી અને પરમાણુને બીજો પ્રદેશ નથી.
અવયવનો વ્યવહાર પુદ્ગલદ્રવ્ય વિષયક જ છે, કેમ કે-છૂટા અવયવોના સમુદાયની પરિણતિમાં સ્કંધો થાય છે. સંઘાતમાં રહેલ અવયવોની ભેદની પરિણતિમાં કયણુક વગેરે થાય છે. ત્યારબાદ ભેદથી જ પૃથફ કરાતા પરમાણુઓ “અવયવો' કહેવાય છે.
અસંખ્યાત પ્રદેશસ્વરૂપી ધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય સંખ્યાતપ્રદેશ સ્વરૂપી કે અનંત પ્રદેશસ્વરૂપી નથી.
આ ધર્માસ્તિકાયના નિર્વિભાજય ભાગ રૂપ અસંખ્યાત પ્રદેશો જે છે, તે સઘળા શૃંખલાના અવયવોની માફક પરસ્પર સંબંધવાળા વર્તે છે.
શંકા- ધર્મ-અધર્મ-આકાશ-જીવ આદિ અવયવ વગરના હોઈ, તે ધર્મ આદિમાં પ્રદેશની કલ્પના ‘સિંહોમાણવક- માણવક એટલે માણસ કે બાલક, એ સિંહ છે.