Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १, द्वितीय किरणे
६३
જો આમ ન માનવામાં આવે, તો કાલાન્તરમાં થનાર જલ આહરણ આદિ હમણાં પણ કરે !
પરંતુ ઘટ કાલાન્તરમાં થનાર જલ આહરણ આદિ હમણાં કરતો નથી. એટલે જ અસમર્થ (ભાવિ અર્થક્રિયાકારી નહિ કરનાર) હોઈ પૂર્વકાળમાં અને ઉત્તરકાળમાં એક ઘટ નથી.
પૂર્વકાળવર્તી ઘટ જુદો છે અને ઉત્તરકાળવર્તી ઘટ જુદો છે. એથી જ ઘટમાં ક્ષણ માત્ર સ્થાયિપણું છે, કાલાન્તર સ્થાયિપણું નથી. બરોબર છે ને?
સમાધાન- ઘટ આદિમાં સામર્થ્ય અને અસામર્થ્ય રૂપ વિરોધી ધર્મનો અધ્યાસ અસિદ્ધ છે, કેમ કેવર્તમાનકાળમાં જલ આહરણકરનાર ઘટનું કાલાન્તરના જલ આહરણ પ્રત્યે પણ સામર્થ્ય-શક્તિ છે.
વળી એવો નિયમ નથી કે- “સામર્થ્ય હોયે છતે કાર્ય કરવું જ જોઈએ.” સહકારી કારણોનો જો લાભ હોય, તો જ (અર્થક્રિયા કરવામાં સમર્થ) ઘટ આદિ કાર્ય કરે છે અને સહકારી કારણોનો જો લાભ નહોય તો સમર્થ ઘટ આદિ પદાર્થ કાર્ય કરી શકતો નથી. એવો નિયમ છે અને એથી જ ક્ષણિકત્વની સાથે સત્ત્વની વ્યાપ્તિ નથી.
જો આત્માને નિત્ય-અન્વયી તરીકે ન માનવામાં આવે, તો જેમ એક બુદ્ધિથી અનુભૂત પદાર્થનું બીજી બુદ્ધિથી સ્મરણ થઈ શકતું નથી, કેમ કે-એક બુદ્ધિ બીજી બુદ્ધિથી જુદી છે.
તેવી રીતે સંતાનવર્તી જ્ઞાન રૂપી આત્માનું ક્ષણિકપણું હોઈ અર્થાત્ જ્ઞાનનો પ્રથમ ક્ષણ બીજા ક્ષણનું સ્મરણ કરી શકતો નથી, કેમ કે- એક બુદ્ધિક્ષણ બીજા બુદ્ધિક્ષણથી જુદો છે; કેમ કે- એક મનુષ્ય અનુભવેલા પદાર્થનું સ્મરણ બીજો મનુષ્ય કરી શકતો નથી. જયારે સ્મરણ જ ઘટી શકતું નથી, ત્યારે સ્મરણ-અનુભવથી જન્ય પ્રત્યભિજ્ઞાન તો ક્યાંથી જ ઘટી શકે ?
શંકા- જ્ઞાન-બુદ્ધિક્ષણો જુદી જુદી હોવા છતાંય સંતાની (જ્ઞાનક્ષણ) અને સંતાન (પરસ્પર ભિન્ન ક્ષણોને જોડી આપનાર વાસના, મોતીઓની માળાના દોરાની માફક સર્વ જ્ઞાનક્ષણોમાં પ્રવિષ્ટ છે. વાસનાનું બીજું નામ સંતાન)ના કાર્ય-કારણભાવના નિયમથી જ પૂર્વબુદ્ધિક્ષણથી અનુભૂત પદાર્થમાં ઉત્તરબુદ્ધિઓનું સ્મરણ ઘટમાન છે જ ને?
સમાધાન- સંતાનમાં કાર્ય-કારણભાવ માનવા છતાં સંતાનના ક્ષણોની પરસ્પર ભિન્નતા મટી શકતી નથી, કેમ કે- બૌદ્ધ મતમાં સર્વ ક્ષણો પરસ્પર ભિન્ન છે. જો અનુભવ અને સ્મરણની પાછળકોઈ નિત્ય આત્મા રૂપ પદાર્થ નહિ માનવાથી ભિન્ન ભિન્ન સંતાનોમાં કાર્ય- કારણભાવ માની સ્મરણના સ્વીકારમાં ઉપાધ્યાયે અનુભવેલ પદાર્થના શિષ્યમાં સ્મરણનો પ્રસંગ આવી જાય ! અર્થાત્ શિષ્ય અને ગુરુની બુદ્ધિમાં પણ કાર્ય-કારણભાવ માનવો જ જોઈએ, કેમ કે- ગુરુ શિષ્યને ભણાવે છે. અતએવ ગુરુની બુદ્ધિ કારણ અને શિષ્યની બુદ્ધિ કાર્ય એમ કહી શકાય છે. એટલે ઉપાધ્યાયજીએ અનુભવેલ પદાર્થનું સ્મરણ શિષ્યમાં ઉત્પન્ન થવાની આપત્તિ આવી જાય !
વળી તે બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણભાવથી કોઈ વિશેષ વિશિષ્ટતા થતી નથી.
શંકા- ઉપાધ્યાયે અનુભવેલ પદાર્થનું સ્મરણ શિષ્યમાં લાગુ નહિ પડે, કેમ કે- ઉપાધ્યાયનું શરીર જુદું છે અને શિષ્યનું શરીર જુદું છે. માટે એક શરીરની અપેક્ષાએ જ્ઞાનક્ષણો ભિન્ન હોવા છતાં કાર્ય-કારણભાવથી સ્મરણ યુક્તિયુક્ત થશે જ ને?