Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्वन्यायविभाकरे (૩) સ્પષ્ટ સુખ-દુઃખ આદિના ચિવાળો હોઈ ત્રસ શબ્દ પૂર્વે મૂકેલ છે.
અહીં કિંવિધતાનું પ્રદર્શન ઉપલક્ષણ રૂપ છે. અર્થાત્ ત્રસ-સ્થાવર રૂપે જીવ બે ભેદે તેવી રીતે સમનસ્કઅમનચ્છના ભેદથી પણ જીવનું કિધપણું જાણવું.
(સેન્દ્રિય-અનિન્દ્રિય, સકષાય-અકષાય, સયોગી-અયોગી, સવેદ-અવેદ, સકાય-અકાય, સલેશ્યઅલેશ્ય, જ્ઞાની-અજ્ઞાની અને સાકાર-અનાકાર ભેદથી બે પ્રકારનો વિભાગ સંભવી શકે છે.)
(૧) સમનસ્ક- મનપતિ રૂપ કરણ-ક્રિયાની પૂર્ણતવાળા જીવો “સમનસ્ક' કહેવાય છે. અર્થાત્ દ્રવ્યમાન અને ભાવમનવાળા સમનસ્ક-સંજ્ઞી (સંપ્રધારણ-હિતાહિત પરીક્ષા સંજ્ઞાવાળા) કહેવાય છે.
(દ્રવ્યમન-મનોવર્ગણાઓમાંથી ગ્રહણ કરેલ મનનયોગ્ય અનંત પુલોથી બનેલ મનપણાએ પરિણમેલ સ્વસ્વ કાયપરિમાણવાળું મન દ્રવ્યમન' છે.
ભાવમન- મનોદ્રવ્યના આલંબનવાળો, કે જે મનોજન્ય જ્ઞાનાવરણના ક્ષયોપશમથી પેદા થાય છે. તે આત્માના વ્યાપાર રૂપ ચિંતન ‘ભાવમન' કહેવાય છે.)
(૨) એમનસ્ક- મનપર્યાપ્તિશૂન્ય-દ્રવ્યમનરહિત “અમનસ્ક' કહેવાય છે. જો કે આહારાદિ સંજ્ઞા અને સૂક્ષ્મ મન હોવા છતાં, તેમજ ચૈતન્ય રૂપ ઉપયોગ રૂપ ભાવમન હોવા છતાં, દ્રવ્યમન નહિ હોવાથી
અમનસ્ક-અસંજ્ઞી' કહેવાય છે. ‘દ્રવ્યમાન છે, તો સંજ્ઞી અને દ્રવ્યમાન નથી તો અસંશી'- એવો પણ નિયમ ઘટાવવો.
હવે પ્રકારાન્તરથી સંસારી જીવોનો ત્રણ પ્રકારે વિભાગ કરે છે કેભાવાર્થ- “પુસ્ત્રી નપુંસક ભેદથી સંસારી જીવ ત્રણ પ્રકારનો છે.'
વિવેચન- તે તે મોહનીયના ભેદ રૂપ વેદના ઉદયથી કરેલ પુલિંગપણું, સ્ત્રીલિંગપણું અને નપુંસકલિંગપણું-એ રૂપ પરિણામવાળા છે.
અર્થાત્ જે જીવો સ્ત્રીઓ પ્રત્યે પોતાની અભિલાષા પ્રગટ કરે છે, તે જીવો પુરુષવેદી કહેવાય છે. જે જીવો પુરુષ પ્રત્યે પોતાની ઇચ્છા ધારણ કરે છે, તે જીવો સ્ત્રીવેદી કહેવાય છે. જે જીવો નર અને નારી પ્રત્યે પોતાની ઇચ્છા ધારણ કરે છે, તે જીવો નપુંસકવેદી કહેવાય છે. અર્થાત્ પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક રૂપ વેદના ભેદથી જીવો પણ ત્રણ પ્રકારના છે.
વળી અહીં મર્મની બાબત એવી છે કે-દ્રવ્ય અને ભાવના ભેદથી લિંગ બે પ્રકારનું છે. જે દ્રવ્યલિંગ છે તેનો અહીં અધિકાર નથી, કેમ કે તે દ્રવ્યપરિણામ રૂપ છે.
અહીં આત્મપરિણામના પ્રકરણમાં ભાવલિંગનું જ માત્ર ગ્રહણ કરવાનું છે, કેમ કે- તે ભાવલિંગ પરસ્પર અભિલાષ રૂપ વેદ હોઈ આત્માના પરિણામ રૂપ છે-એમ જાણવું.
અથવા શરીર અને શરીરી (આત્મા)નો કથંચિત્ અભેદ હોવાથી દ્રવ્યલિંગનો પણ સ્વીકાર કરી ભેદ સમજવો. દ્રવ્યલિંગ એટલે શરીરની વિશિષ્ટ આકૃતિ.