Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
આ પ્રમાણે પહેલાં અનેક પુલોનું ગ્રહણ (આહારપર્યાપ્તિ) થાય છે. ત્યારબાદ શરીરપર્યાપ્તિ થાય છે. ત્યારબાદ ઇન્દ્રિય પર્યાપ્તિ, તે પછી શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ત્યારબાદ ભાષાપર્યાપ્તિ અને ત્યારપછી મન:પર્યાપ્તિ છે. આવો ક્રમ છે.
પરંતુ પર્યાપ્તિ રૂપ કાર્યનો પ્રારંભ ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ થાય છે, પરંતુ સમાપ્તિ તો દ્વિતીય આદિ સમયોના અનુક્રમથી થાય છે. તેથી પોતપોતાના કાર્યની પૂર્ણતા સુધી તે પર્યાપ્તિઓ પણ અપૂર્ણ જ કહેવાય છે એમ સમજવું.
एवमवगते पर्याप्तिप्रभेदे पर्याप्तापर्याप्तस्वरूपमाहस्वस्वयोग्यपर्याप्तिपूर्णत्वभाजः पर्याप्ताः । स्वस्वपर्याप्तिपूर्णताविकला अपर्याप्ताः ।२१।
स्वस्वेति । यस्य यस्य यावत्यः पर्याप्तयोऽभिमतास्तावत्पर्याप्तिकार्यपूर्णताभाजस्ते ते पर्याप्ता उच्यन्त इत्यर्थः । एतद्विपरीतास्त्वपर्याप्ता इत्याह स्वस्वेति ।
આ પ્રમાણે પર્યાપ્તિઓના ભેદોનું જ્ઞાન કરાવ્યા પછી પર્યાપ્તિ-અપર્યાપ્તિનું સ્વરૂપ કહે છેભાવાર્થ- પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતાવાળા સંસારી જીવો પર્યાપ્ત' કહેવાય છે. પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતાથી રહિત જીવો ‘અપર્યાપ્ત' કહેવાય છે.
વિવેચન- જે જે જીવને જેટલી પર્યાપ્તિઓ કહેલી છે, તેટલી પર્યાપ્તિઓના કાર્યની પૂર્ણતાવાળા તે તે જીવો પર્યાપ્ત' કહેવાય છે. આનાથી વિપરીત જીવો “અપર્યાપ્ત છે. આ વાતને સ્પષ્ટ કરે છે કેપોતપોતાની પર્યાપ્તિઓની પૂર્ણતાથી રહિત “અપર્યાપ્ત' કહેવાય છે.
केषां जीवानां कति पर्याप्तयो भवन्तीत्यत्राह
तत्रैकेन्द्रियस्याद्याश्चतस्रः । द्वित्रिचतुरिन्द्रियासंज्ञिपञ्चेन्द्रियाणां पञ्च । संज्ञिपञ्चेन्द्रिયા પર્યાયઃ ૨૨.
तत्रेति । षट्त्सु पर्याप्तिषु मध्य इत्यर्थः । आद्याश्चतस्र इति आहारशरीरेन्द्रियोच्चासरूपाश्चतस्र इत्यर्थः, भाषामनसोस्तस्याभावात् । पञ्चेति, तेषां मनसोऽभावेनमनःपर्याप्तिर्नास्तीति भावः । षट्पर्याप्तय इति, मनसोऽपि सत्त्वादिति भावः । एताभिश्च स्वस्वयोग्यपर्याप्तिभिरपर्याप्ता एव ये कालं कुर्वन्ति तेऽप्याद्यपर्याप्तित्रयं समाप्य ततोऽन्तर्मुहूर्तेनायुर्बध्वा तदनन्तरमबाधाकालरूपमन्तर्मुहूर्तं जीवित्वैव च म्रियन्त इत्यप्यवधेयम् ॥
કયા કયા જીવોને કેટલી પર્યાપ્તિ હોય છે તેનું વર્ણન ભાવાર્થ ત્યાં એકેન્દ્રિય જીવોને પહેલી ચાર પર્યાપ્તિઓ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિઓ હોય છે.