Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १८-१९-२०, द्वितीय किरणे
८९ वीर्यविशेषः, सूक्ष्मबादरपरिस्पन्दरूपक्रियाविशेषो वाग्योगापरनामाऽपि सहकारिकारणं विज्ञेयम् । पर्याप्त्या हि भाषायोग्यपुद्गलग्रहणपरिणमने भवतः वाग्योगेन च परिणतपुद्गलावलम्बनं निसर्गसामर्थ्यविशेषश्च भवति, मन्दशक्तेर्नगरपरिभ्रमणाय यष्ट्यवलम्बनवद् वाग्योगावलम्बनं बोध्यम् ॥
ભાષા પર્યાપ્તિ ભાવાર્થ- ભાષાને યોગ્ય દ્રવ્યોની લેવા-મૂકવાની શક્તિના નિર્માણની ક્રિયાની સમાપ્તિ જેનાથી થાય છે, ते भाषापर्याप्ति.'
અહીં વીર્યલબ્ધિથી પેદા થતો સલેશ્યવીર્ય વિશેષ, કે જેનું બીજું નામ “વચનયોગ' પણ છે, એવી સૂક્ષ્મ અને બાદર પરિસ્પદ રૂપ વિશિષ્ટ ક્રિયા. એમ આ બે સહકારી કારણો ભિન્ન છે.
અહીં આશય એવો છે કે- પર્યાપ્તિથી ભાષાને યોગ્ય પુગલનું ગ્રહણ અને પરિણમન રૂપ બે ક્રિયા થાય છે અને વચનયોગથી પરિણમેલ પુદ્ગલોનું અવલંબન અને મૂકવાની વિશિષ્ટ શક્તિ એમ બે થાય છે. જેમ કમજોરને નગરમાં ફરવા માટે લાકડીના સહારાની માફક અહીં વચનયોગનું અવલંબન જાણવું.
अथ मनःपर्याप्तिमाहमनस्त्वयोग्यद्रव्याहरणविसर्जनशक्तिजननक्रियापरिसमाप्तिर्मनःपर्याप्तिः । २० ।
मनस्त्वयोग्येति । मनस्त्वयोग्यानि यानि द्रव्याणि तेषामाहरणविसर्जने-अवलम्बनमोक्षणे तद्विषयिणी या शक्तिः तज्जननक्रियायास्तदनुकूलक्रियायास्समाप्तिर्यत इत्यर्थः । मनःपर्याप्त्या हि मनोयोग्यान् मनोवर्गणास्कन्धानादत्ते परिणमयति च ततश्चिन्तनार्थमवलम्ब्य मुञ्चति च मनोयोगेन । एवं च प्रथममनेकपुद्गलग्रहणं ततः शरीरपर्याप्तिः तदनु इन्द्रियपर्याप्तिस्ततः श्वासोच्छ्वासपर्याप्तिस्ततो भाषापर्याप्तिस्ततो मनःपर्याप्तिरिति क्रमः, परन्तु पर्याप्तिकार्यारम्भ उत्पत्तिप्रथमसमय एव, निष्ठा तु द्वितीयादीनामनुक्रमेण भवति तस्मात्स्वस्वकार्यपूर्णतां यावत्ता अप्यपूर्णा एव कथ्यन्त इति बोध्यम् ॥
મન:પર્યાપ્તિ ભાવાર્થ- મનપણાને યોગ્ય દ્રવ્યોની લેવા-મૂકવાની વિષયવાળી શક્તિની જનક ક્રિયાની સમાપ્તિ लेनाथी थाय छे, ते 'मन:५याप्ति' उवाय छे.
વિવેચન-મનપણાને યોગ્ય જે દ્રવ્યો છે, તે દ્રવ્યોની લેવા-મૂકવાની વિષયવાળી જે શક્તિ છે, તે શક્તિને પેદા કરવાને અનુકૂળ ક્રિયાની સમાપ્તિ જેનાથી થાય છે, તે “મન:પર્યાપ્તિ' કહેવાય છે.
અહીં મતલબ એવો છે કે- મન:પર્યાપ્તિથી જીવ મનને યોગ્ય મનોવર્ગણાના સ્કંધોને લે છે અને મનપણે પરિણાવે છે. ત્યારબાદ મનોયોગથી ચિંતન માટે મનોદ્રવ્યોને અવલંબીને છોડે છે.