Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
શા માટે સંસારી જીવોના ઘણા ભેદો છે ? આવી આશંકાના સમાધાન રૂપે સંસારી જીવોના ભેદપ્રભેદોના પ્રદર્શન દ્વારા તે ભેદોનું દિગ્દર્શન કરાવે છે કે
ભાવાર્થ- ‘અહીં ચેતનપણાની અપેક્ષાએ જીવ એક પ્રકારનો છે.’
७०
વિવેચન- અહીં એટલે જીવના પ્રકારના નિરૂપણ પ્રસંગમાં જીવ એટલે સંસારી જીવ એમ સમજવું, કેમ કે-અસંસારી જીવના વિભાગની ઉપેક્ષા છે અને સંસારી જીવના વિભાગનો આરંભ છે.
તથાચ એવંભૂત નામક નયની અપેક્ષાએ દશવિધ પ્રાણોને જે ધારે, તે જીવ માનેલ છે. તે જ સંસારી જીવ કહેવાય છે.
સિદ્ધ તો તથાવિધ નથી-દશવિધ પ્રાણધારી નથી, કેમ કે- ‘અનુમાનન્દ્રાળી’ વગેરેના વ્યવહારનો અભાવ છે. તે સિદ્ધો પણ કેવલ ભાવપ્રાણવાળા હોઈ જીવો કહેવાય છે. ઇત્યાદિ આશયથી કહે છે કે
અથવા જીવ માત્રનો સંસારી-અસંસારી ભેદથી બે પ્રકારનો વિભાગ છે.
આ વસ્તુસ્થિતિ હોઈ આ ચાલુ સૂત્ર એટલે જે ચેતનપણાએ એક પ્રકારનો જીવ છે, તે પૂર્વસૂત્રની સાથે અન્વિત છે. અર્થાત્ ચેતનપણાએ એક પ્રકારનો જીવ છે. તે સંસારી-અસંસારી ભેદે બે પ્રકારનો છે.
જો કે આવો ઉપરોક્ત અભિપ્રાય ‘અત્રે’- આ પ્રમાણેના વાક્યને ચેતના તક્ષળોનીવ:’- આવા લક્ષણ બાદ જોડવામાં આવવાથી સ્પષ્ટ થાય છે. અર્થાત્ ‘ચેતના લક્ષણવાળો જીવ છે.' અહીં આ લક્ષણમાં રહેલ સંસારી-અસંસારી ભેદ ભિન્ન જીવ ચેતનપણાની અપેક્ષાએ એક પ્રકારનો છે. આવી યોજના કરવી.
આવી યોજના કરવાથી પૂર્વોક્ત અભિપ્રાય સ્પષ્ટ થાય છે, તો પણ જીવનું નાનાપણું સાધવા માટે આ પ્રમાણેનો ઉપન્યાસ કરેલ છે, કેમ કે-તે જીવના નાનાત્વની સિદ્ધિમાં જ પ્રકાર-ભેદના નિરૂપણનો સંભવ છે એમ સમજવું.
(વળી આ પ્રમાણે પ્રથમ બે ભેદવાળા જીવનું નિરૂપણ કરી જીવનું નાનાપણું સાધી, શું સર્વથા જીવો નાના-અનેક જ છે ?- આવી શંકાને નિવારવા માટે અને વસ્તુઓ એક-અનેક સ્વભાવવાળી હોય છે એમ દર્શાવવા માટે ‘અત્ર’ આમ ગ્રંથનું કથન છે.
જીવત્વ આદિ સ્વભાવની અપેક્ષાએ એક પણ આત્મા, સંસારત્વ-ભવ્યત્વ આદિ પ્રકારે-સંસારી-ભવ્ય રૂપે વ્યવહૃત થાય છે. એકાન્તથી જો એક સ્વભાવ માનો, તો તેઓની વિચિત્રતાનો અભાવ થવાથી તે તે પ્રકારના કથનમાં પ્રવૃત્તિ ન થાય જ. ઇતિ.
આ ભાવ બતાવવા માટે ‘અત્ર ચેતનÒન નીવ વિધ:' -એ સૂત્રનું ગ્રંથન છે.
तदन्तर्गतः संसारी जीवस्तु संसारित्वेनैकोऽपि त्रसस्थावरभेदेन द्विविध इत्यभिप्रायेणाहत्रसस्थावरभेदेन द्विविधः । पुंस्त्रीनपुंसकभेदेन त्रिविधः । ५ । ६ ।
1
त्रसेति । त्रसनामकर्मोदयाद्वृत्तिविशेषास्त्रसा द्वीन्द्रियादयो न तूद्वेजनक्रियाविशिष्टाः गर्भाण्डजमूच्छितसुषुप्तादीनां त्रसत्वाभावप्रसङ्गात्, स्थावरनामकर्मोदयजनितविशेषाः स्थावराः पृथिवी