Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - १२, द्वितीय किरणे
७९
શંકા- આત્માનું વ્યાપકપણું માનવા છતાં, પૂર્વોક્ત જે દોષ “બીજે ઠેકાણે સુખ-દુઃખનો ઉપભોગ આવી પડશે,' તે દોષ લાગુ નહિ પડે, કેમ કે- પોતાના અદષ્ટજન્ય દેહ નથી માટે દોષ નથી. અર્થાતુ પોતાના અદૃષ્ટજન્ય દેહને અવલંબી સુખ-દુ:ખનો ઉપભોગ માનીએ છીએ, એટલે દોષ ક્યાંથી સંભવે ?
સમાધાન-અષ્ટમાં સ્વકીયપણાની અસિદ્ધિ છે, કેમ કે- તમો નૈયાયિકો અદષ્ટને આત્માના વિશેષ ગુણ તરીકે માનો છો, એટલું જ નહિ પરંતુ ઉત્પન્ન થનાર સર્વ પદાર્થોમાં નિમિત્તકારણ અષ્ટ છે-સર્વવ્યાપક અદૃષ્ટ છે એમ માનો છો.
શંકા- ભલે અદૃષ્ટ સર્વવ્યાપક હોય એથી શું? પોતાના આત્મામાં અદષ્ટનો સમવાય હોવાથી તે અદષ્ટમાં સ્વકીયપણું છે જ ને?
સમાધાન- સમવાય, એક અને સર્વવ્યાપક હોવાથી પરકીય (બીજા આત્માના) અદષ્ટોનો પણ સ્વ આત્મામાં સમવાય તો છે જ, માટે અદષ્ટવશે કરી બીજે ઠેકાણે સુખ-દુઃખનો ઉપભોગ આવી પડશે જ.
(નિત્ય સંબંધનું નામ સમવાય છે. આ સમવાય અયુતસિદ્ધ પદાર્થોમાં રહે છે. જે બંનેની અંદર બેમાંથી એક પદાર્થ જ્યાં સુધી તે નષ્ટ ન થઈ જાય, ત્યાં સુધી પરસ્પર એકબીજા સિવાય રહી શકતા નથી. તે બે અયુતસિદ્ધ કહેવાય છે. જેમ કે-અવયવ-અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, જાતિ અને व्यक्ति, विशेष मने नित्य द्रव्य.)
વળી સમવાયમાં કોઈ પ્રમાણ નથી, વગેરે વિશેષ બીજા ગ્રંથોથી જાણી લેવું.
अथ संसारिणां बहुधा प्रभेदानामुक्तत्वेऽपि माध्यमिकं बोधविशेषाधायकञ्च प्रभेदमधुना वक्तिस च सूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियभेदेन सप्तविधोऽपि प्रत्येक
___ पर्याप्तापर्याप्तभेदतश्चतुर्दशविधः । १२ । स चेति । सूक्ष्माश्चैकेन्द्रियाश्च सूक्ष्मैकेन्द्रियाः, द्वे च त्रीणि च चत्वारि च द्वित्रिचत्वारि तानि इन्द्रियाणि येषां ते द्वित्रिचतुरिन्द्रियाः, असंज्ञिनश्च संज्ञिनश्चासंज्ञिसंज्ञिनस्ते च ते पञ्चेन्द्रियाश्चासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियाः ततस्सर्वेषां द्वन्द्वः, त एव भेदो विशेषस्तेन जीवत्वेनैकविधोऽपि जीवस्सप्तविधो भवति, प्रकारप्रकारिणोः कथञ्चिद्भेदाभेदत्वादेकवचनं, एवंभूतोऽपि प्रत्येकं पुनः पर्याप्तापर्याप्तभेदमादाय चतुर्दशविधो भवतीति भावः, यद्यपि द्विविधा एकेन्द्रियाः, सूक्ष्मा बादराश्चेति तथाप्यत्र सूक्ष्माणामेकेन्द्रियत्वाव्यभिचारेण सूक्ष्मपदेन शास्त्रप्रसिद्धत्वान्नामैकदेशग्रहणेऽपि नामग्रहणसंभवाच्च सूक्ष्मैकेन्द्रियाणां ग्रहणम्, बादराणान्त्वेकेन्द्रियत्वव्यभिचारित्वं द्वीन्द्रियाणामपि बादरत्वात्, ततो बादरमात्रग्रहणे बादरैकेन्द्रियालाभात् लघुनिर्देशसम्भवे लाघवार्थिना गौरवेण निर्देशकरणानौचित्याच्च बादरैकेन्द्रियेतिगुरुभूतनिर्देशमपहायै