Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे જે જીવની મુક્તિ માટે તત્ત્વોપદેશ થાય છે, તે જીવનામક પદાર્થની સિદ્ધિમાં અમે તો કોઈ પ્રમાણ જોતા નથી. તે આ પ્રમાણે -
લોકમાં જે અત્યંત અપ્રત્યક્ષ (પરોક્ષ) છે તે નથી જ. જેમ કે- આકાશનું પુષ્પ. વળી જે છે તે પ્રત્યલક્ષી ગ્રહણ થાય છે જ. જેમ કે-ઘટ વગેરે.
વળી જીવ કોઈ કાળે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય થતો દેખવામાં આવતો નથી, તેથી આત્મા નથી. વળી આ આત્મા અનુમાનનામક પ્રમાણથી ગમ્ય થતો નથી, કેમ કે-લિંગ-લિંગીનું કોઈ સ્થળે પ્રત્યક્ષથી અવિનાભાવ-વ્યાપ્તિના જ્ઞાનથી જ અનુમાનની પ્રવૃત્તિ છે.
કોઈ વ્યક્તિને પણ લિંગી એવા આત્માની સાથે પ્રત્યક્ષથી કોઈ લિંગનો અવિનાભાવ સિદ્ધ જ છે. જો એમ માનો, તો લિંગ-લિંગીના અવિનાભાવના પ્રત્યક્ષથી જ જીવની પ્રત્યક્ષથી સિદ્ધ થતાં અનુમાનની નિરર્થકતા જ થાય. વળી “આદિત્ય ગતિવાળો છે, કેમ કે- દેશાત્તર પ્રાપ્તિ છે. જેમકે- દેવદત્ત.
આ પ્રમાણે સામાન્યથી દષ્ટાનુમાનથી અદષ્ટ પણ સૂર્યની ગતિના અનુમાનની માફક જીવ સિદ્ધ થશે જ.” – એમ ન માનો.
કેમ કે-દષ્ટાન્તભૂત દેવદત્ત આદિમાં સામાન્યથી દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક જ છે. આવું પ્રત્યક્ષથી અવધારીને જ સૂર્યમાં તેની સિદ્ધિ જ છે.
વળી અહીં તેમજ કોઈ પણ દષ્ટાન્તમાં જીવની સાથે વ્યાપ્ત એવું કોઈ પણ સાધન પ્રત્યક્ષથી દેખાતું નથી. વળી આગમપ્રમાણથી તે આત્મા સાધ્ય નથી, કેમ કે-વાસ્તવિક રીતે અનુમાનથી આગમપ્રમાણ ભિન્ન નથી. વળી કોઈને પણ જીવ પ્રત્યક્ષ નથી, કે જે કોઈનું વચન આગમ બને અને પ્રમાણ તરીકે મનાય !
તથાચ આ ઉપરોક્ત સઘળુંય વિવેચન અરણ્યના રૂદન જેવું છે. આ પ્રમાણેની આશંકાના સમાધાન માટે જીવના અસાધારણ ધર્મ રૂપ લક્ષણ-લિંગના પ્રદર્શન દ્વારા આત્માને સિદ્ધ કરે છે કે
ભાવાર્થ- “ત્યાં ચેતના રૂપી લક્ષણવાળો આત્મા છે.” વિવેચન- નવ તત્ત્વોમાં જીવતત્ત્વ ચેતના રૂપી લક્ષણવાળું છે. ચેતના એ જ લક્ષણ એટલે કથંચિદ્ ભેદની અપેક્ષાથી (અણધારણધ-તર્યાવચ્છેસનિયતો ધર્મ:) લક્ષ્યતાનો નિયામક ધર્મ. જેમ કે-ગાયનું સાસ્નાદિ (સાસ્ના એટલે ગાય-બળદને ગળે લટકતી ચામડાની ગોદડી) મત્ત્વ એ અસાધારણ ધર્મ છે. અસાધારણ ધર્મ અથવા કથંચિત્ અભેદની અપેક્ષાથી સ્વરૂપ-સ્વભાવ જે તત્ત્વનું છે, તે તત્ત્વ જીવ કહેવાય છે.
અથવા ચેતના વડે આ જીવ ઓળખાય છે. આવી વ્યુત્પત્તિથી ચેતના રૂપી નિશાનવાળો જીવ કહેવાય છે.
ચેતનાબુદ્ધિ-સંવેદન રૂપ તે ચેતના. જીવનો ગુણ રૂપ સ્વભાવ (સહભાવી) પર્યાય છે. તે જ જીવનું સામાન્ય સર્વ જીવ સાધારણ-વ્યાપક ધર્મ રૂપ સામાન્ય) ચેતના રૂપી સામાન્ય એ લક્ષણ છે. જીવ એ લક્ષ્ય છે. જીવ અને ચેતનાનો લક્ષ્ય-લક્ષણભાવ સમજવો.