Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xlviii
પ્રસ્તાવના ને નિયન (સૂત્રો) વી રવના કી દે' આના પરથી સમજી શકાય છે કે પાણિનિ ઋષિએ પણ પૂર્વના વ્યાકરણકારોનું અનુકરણ તો કર્યું જ છે. આ સિવાય પાણિનિ વ્યાકરણનાં સૂત્રોમાં આવતા અન્ય વ્યાકરણકારોના નામો, જેમ કે - કાશ્યપ- ૧.૧.૨૫, સેનક- ૫.૪.૧૧૨, આપિશલી- ૬.૧.૯૨, સ્ફોટાયન- ૬.૧.૧૨૩, ચાકધર્મગ૬.૧.૧૩૦, ભારદ્વાજ- ૭.૨.૬૩, ગાર્ગ્યુ- ૮.૩.૨૦, શાકલ્ય- ૮.૩.૧૯, શાકટાયન- ૮.૪.૫૦, ગાલવ - ૮.૪.૬૭ એ સૂચવી રહ્યા છે કે વ્યાકરણ રચતી વખતે પાણિનિ ઋષિની નજર સામે આ બધા વ્યાકરણો રમી રહ્યા હતા. તેથી પૂર્વ વ્યાકરણકારોના અનુકરણને લઈને પાણિનિ આદિ વ્યાકરણોને પણ મૌલિક રચના રૂપે નહીં કહી શકાય. અહીં કોઈ એમ કહે કે “પાણિનિ ઋષિએ પૂર્વના વ્યાકરણોનું અનુકરણ કરવા જતા તેમાં રહેલી અવ્યવસ્થિતતાને તેમજ અસારતા વિગેરેને પોતાના વિવેકથી ત્યજવા પૂર્વક જે એક સુગ્રથિત વ્યાકરણની રચના કરી છે. આ જ તેમની મૌલિકતા છે.” તો અમે પણ એ જ કહીએ છીએ કે “પાણિનિ આદિ વ્યાકરણોમાં વપરાયેલા અન્ આદિ પ્રત્યાહારો, સર્વનામ સંજ્ઞા, સર્વનામસ્થાન સંજ્ઞા વિગેરે અનેક બાબતોમાં અન્ય કોઈ વ્યાકરણકારોએ ન બતાવેલાં તેની અસારતાના સચોટ હેતુઓ બતાવવા પૂર્વક અસાર એવા તેમનો ત્યાગ કરી પ્રકરણશઃ સુગ્રથિત આ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી તે કલિકાલસર્વજ્ઞશ્રીની પણ મૌલિકતા જ છે.”
'કલિકાલસર્વજ્ઞશ્રીની રચનાઓ મૌલિક નથી” આ વાતને નકારતા પં.શ્રી સુખલાલજીએ પણ એકદમ વ્યાજબી લખ્યું છે. તેઓ લખે છે કે – હેમચન્દ્રાચાર્યના ગ્રંથોની તે વિષયના પ્રાચીન ગ્રંથો સાથે સરખામણી કરતા આજના કેટલાક વિદ્વાનો તેમણે બીજા ગ્રંથોમાંથી ઉતારાઓ લીધાની વાત કરે છે. આવા વિદ્વાનો કાં તો વસ્તુને યથાર્થપણે સમજતા નથી હોતા અથવા સાંપ્રદાયિક કે એવા કોઈ કારણે આમ માની લે છે, પણ એ સાવ ખોટું છે. ગીતા વાંચીને ઉપનિષદ્ વાંચીએ તો એમાં કેટલોય વિષય અને શબ્દરચના સમાન જગાયા વગરનથી રહેતા. જેનો એક એક શબ્દ અકાઢ્ય જેવો ગણાવવામાં આવે છે તે શંકરાચાર્યના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુબંધુ ને વાંચીએ તો વસુબંધુના કેટલાય વિચારો શાંકરભાષ્યમાં નોંધાયેલા મળે જ છે. તો શું આ બધા ઉપર ચોરીનો આરોપ મૂકી શકાય? માતા અને પુત્રીને સરખા રૂપ-રંગવાળા જોઈને શું પુત્રીનું વ્યક્તિત્વજ વિસરી જવું? ખરી વાત એ છે કે વિદ્યા અને વિચારની પરંપરાઓ તો ચાલી જ આવે છે, તો પછી એની છાયા પોતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર કેમ રહે ?..."આમ કલિકાલસર્વજ્ઞશ્રીની કૃતિઓ મૌલિક રચના જ છે.
છેલ્લે આ પ્રસ્તાવનાનું સમાપન કરતા એ જણાવવાનું કે આ વિવરણમાં આધાર તરીકે મેં પૂ.આ.શ્રી લાવણ્ય સૂ. મ. સા. દ્વારા સંપાદિત બૃહન્યાસનું પુસ્તક રાખ્યું છે. સંપાદન ઘણું સારૂ છે. પરંતુ કવચિત મને તેમાં ક્ષતિઓ થયેલી જણાઇ છે. તેથી મેં તેમાં સુધારો કરી અથવા તો સુધારાને સૂચવતી ટિપ્પણો મૂકી મને જે પાઠયુક્ત લાગ્યા છે તે પરિશિષ્ટ-૨માં સંપાદિત કરેલા ૧-૪ના બૃહન્યાસમાં દર્શાવ્યા છે. આ સિવાય ૧-૪ના બૃહન્યાસમાં પ્રાયઃ ત્રણ-ચાર સ્થળો અતિ કઠિન હોવાથી મેં તેનો સ્વશક્તિ અનુસાર અર્થ કરવા પ્રયત્ન કર્યો છે, અને સાથે ત્યાં (A) જુઓ ગુર્જર ગ્રંથ કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત પં.સુખલાલજીના લેખોનું સંકલનાત્મક પુસ્તકો