Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xlvii શકશું કે અતિવિસ્તીર્ણ તેમજ વિપ્રકીર્ણ પાણિન્યાદિ વ્યાકરણો તેમજ અતિ સંકીર્ણ અને અધુરા કાતંત્ર આદિ વ્યાકરણોથી જુદી રીતની રચના કરવાના ઉદ્દેશથી સિદ્ધહેમ વ્યાકરણની રચના થઇ છે. તેથી અહીંમૌલિક સૂત્રોની રચના કરી હોય તો જ સમગ્ર સંસ્કૃત ભાષાને આવરતું લઘુ એવું આ સંસ્કૃત વ્યાકરણ તૈયાર થઇ શકે, અન્યથા નહીં. મૌલિક રચના નથી અને સંકલનાત્મક રચના છે” એમ તો ત્યારે કહી શકાય જ્યારે કેટલાક સૂત્રો બેઠેબેઠા અમુક વ્યાકરણના, તો વળી બીજા કેટલાક સૂત્રો અક્ષરશઃ અન્ય વ્યાકરણોના, આમ બધું જ પારકું ભેગું કરી આ વ્યાકરણની રચના થઈ હોય. પરંતુ એને માટે તો વાચકો પોતે જ તુલના કરી જુએ. એમને દીવાની જેમ સ્પષ્ટ થઈ જશે કે આ તો સિદ્ધહેમ વ્યાકરણની જૂઠી અવહેલના છે. હા, સિદ્ધહેમ વ્યાકરણના અમુક ગણ્યાગાંઠયા સૂત્રોમાં અન્ય વ્યાકરણના સૂત્રોનું સામ્ય જોવા મળે છે. તેમજ સ્વર, વ્યંજન, ઘોષ, અઘોષાદિ સંજ્ઞાઓ પૂર્વના ઈંદ્રાદિ વ્યાકરણો પ્રમાણે વપરાઈ છે તેમ કહો તો કબૂલ છે. પરંતુ તેનાથી મૌલિકતાનો હ્રાસ થયો છે તેમાં થોડું મનાય? કેમકે જે સંજ્ઞાઓ સાન્વર્થ અને લોકમાં પ્રચલિત કે પછી લાઘવ આપાદક હોય તે જ પરાપૂર્વથી પછી પછીના વ્યાકરણોમાં ક્રમશઃ વપરાતી આવતી હોય છે. ઉપરથી નવી મૌલિક સંજ્ઞાઓ રચવામાં આવે તો તે લોકજીભે ચડી ન હોવાથી તેને ભણવામાં છાત્રોને ક્લેશ ઉપજે. આમ પ્રચલિત સંજ્ઞાઓના વપરાશથી મૌલિકતાને કુંઠિત ના બતાવી શકાય. હવે રહી વાત ભાષાની તેમજ પદાર્થની. તો ભાષા એ એવી વસ્તુ છે કે જેને વ્યાકરણ અનુસાર મોડ નથી અપાતો, પરંતુ લોકમાં બોલાતી ભાષાનુસાર વ્યાકરણને મોડ આપવાનો હોય છે. અર્થાત્ સંસ્કૃત ભાષા જે લોકમાં વંચાય બોલાય છે તે તો એકની એક જ છે. તેથી જે સંસ્કૃત ભાષાને પાણિન્યાદિ વ્યાકરણોમાં આવરી છે, એ જ સંસ્કૃત ભાષાને સિદ્ધહેમ વ્યાકરણમાં આવશે તેનાથી તેની મૌલિકતા છીનવાઈ ન જાય. માત્ર ભાષાને આવરવાની રીતભાત અલગ અલગ હોય છે. (A) અને પદાર્થોની વાત કરો તો દરેક દર્શનકારોની પોતાની ચોક્કસ માન્યતાઓ હોય છે. તેથી વ્યાકરણકારોએ તેમના વ્યાકરણમાં દરેક દર્શનકારોના જે પદાર્થની જેટલા અંશે જરૂર જણાય તેટલા અંશે સમાનપણે જ તે પદાર્થો ગ્રહણ કરવા પડે. જેમ કે – મીમાંસકોનો શબ્દ નિત્યત્વવાદ, જાતિપક્ષ વિગેરે, તેની સામે તૈયાયિકોનો શબ્દ-અનિત્યત્વવાદ, વ્યકિતપક્ષ વિગેરેની આવશ્યકતાનુસાર દરેક વ્યાકરણોમાં આશ્રય કરવામાં આવે છે. તો આ બધા પદાર્થોના સરખા નિરુપણને લઈને કાંઈ પછીના વ્યાકરણોમાં મૌલિકતા ખંડિત થઇ છે એવું ન બતાવાય. તો હવે એવી કઇ વાત રહી જવા પામી છે જેને લઈને સિદ્ધહેમની મૌલિકતા પર આક્ષેપ કરવામાં આવે છે? પૂર્વના વ્યાકરણકારોનું અનુકરણ કરવું અને જે મૌલિકતા ન હોવામાં કારણ મનાતું હોય તો પછી તો જયશંકરલાલજી તેમજ સુધાકરજી પોતે જ પાણિનિ માટે કાશિકાની ભૂમિકાના પૃષ્ઠ-૨૩ ઉપર શું લખે છે તે જુઓ - પાણિનિ ી રસ ગમત કૃતિ મેં પૂર્વવર્તી ભાષા છે યોલિન કો अस्वीकार नहीं किया जा सकता। उनके मतों का सम्यगनुशीलन करके नीरक्षीरविवेकन्याय से पाणिनि (A) જેમ કે સિદ્ધહેમ વ્યાકરણમાં ‘મસ્તિવૃવો. ૪.૪.૨’ સૂત્રથી ભવ્યમ્ વિગેરે પ્રયોગો સિદ્ધ કરવા નમ્
ધાતુનો મૂ આદેશ કરવામાં આવે છે, જ્યારે “આપિશલી' એ પોતાના વ્યાકરણમાં માસીત્ વિગેરે પ્રયોગો સિદ્ધ કરવા નો અર્ આદેશ બતાવ્યો છે.