Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪ ૨
મુખ્ય નથી મનાઈ, અને જ્ઞાન જ મુખ્ય મનાયું છે, ત્યાં જ્ઞાન વધવા છતાં મોટે ભાગે અહંકારની વૃદ્ધિ, ક્રિયાની ઉપેક્ષા, પ્રમાદની પુષ્ટિ અને આલસ્યનો આદર થતો જાય છે. પરિણામે આત્માની અધોગતિ અને સ્વેચ્છાચારની પરંપરા વધે છે. અનાદિ કાળથી જીવને સ્વેચ્છાચારે વિહરવાની અને સ્વચ્છંદાચારે ચાલવાની કુટેવ છે. કુટેવથી ટેવાયેલા જીવોને જ્ઞાનની વાત મીઠી લાગે છે અને ક્રિયાની વાત કડવી લાગે છે. પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓની દષ્ટિએ તેવા પુરુષોની દશા
જૈસે પાગ કોઉ શિર બાંધે, પહિરન નહિ લંગોટી; સદ્ગુરુ પાસ ક્રિયા બિનુ સીખે, આગમ બાત હું ખોટી.
(-ઉપા. શ્રીયશોવિજયજી. ગુ. સા. સં. ભા. ૧લો, પૃ. ૧૬૨, ગા.૬) તેના જેવી થાય છે. નીચેનું અંગ ઢાંકવા માટે જેની પાસે એક નાની લંગોટી પણ નથી, તે મસ્તક ઉપર મોટી પાઘડી બાંધી બજારમાં થઈને નીકળે તો હાસ્યાસ્પદ જ બને. તેની જેમ લાગેલાં પાપનું શુદ્ધિકરણ કરવા જેટલી સ્વલ્પ ક્રિયા પણ જેણે રાખી નથી, તે જ્ઞાનની અને શાસ્ત્રની મોટી મોટી વાતો કરે તો તે વાતો કરવા માત્રથી તેની શુદ્ધિ કે સદ્ગતિ થઈ શકતી નથી.
જેઓ પ્રતિક્રમણની ક્રિયાને આ દૃષ્ટિએ તેઓ વિચારી શકે છે, તેઓને એ ક્રિયા માટેનાં અલ્પ પણ અત્યંત જરૂરી એવાં સૂત્રો ભણવા માટે અરુચિ કે કંટાળો થવાનો લેશ પણ સંભવ નથી. ઊલટું, આટલાં અલ્પ સૂત્રોમાં આવી મહાન ક્રિયાને ચતુર્વિધ સંઘના હિત માટે ઉતારી આપનાર, અપૂર્વ રચનાશક્તિ ધારણ કરનારા ગણધરભગવંતોનાં જ્ઞાન અને કરુણા ઉપર અત્યંત બહુમાન થવાનો સંભવ છે, અને એ સૂત્રોનાં અધ્યયનો અને એના આધારે થતી વિધિયુક્ત પ્રતિક્રમણની ક્રિયાનાં વિધાનોને આજપર્યન્ત આપણા સુધી પહોંચાડનાર શ્રદ્ધાસંપન્ન ચતુર્વિધ સંઘની અવિચ્છિન્ન પરંપરાનો ઉપકાર આપણા લક્ષ્યમાં આવવાની સંભાવના છે. આથી ફલિત થાય છે કે, તત્ત્વજ્ઞાનનાં સૂત્રોનું અધ્યયન કરાવતાં પહેલાં ક્રિયાપ્રધાન સૂત્રોનું અધ્યયન થાય તે મોક્ષમાર્ગમાં અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પ્રમાદ છે, ત્યાં સુધી પ્રતિક્રમણની જરૂર છે.
પ્રતિક્રમણનો અર્થ સ્પષ્ટ કરવાના પ્રસંગે શાસ્ત્રકાર મહર્ષિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org