Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
४२
મોક્ષમાર્ગનું અનિવાર્ય અંગ છે. પહેલું તત્ત્વાર્થાધિગમસૂત્ર કે પહેલું પ્રતિક્રમણ સૂત્ર?
મુક્તિમાર્ગે પ્રયાણ કરવા ઇચ્છનાર મુમુક્ષુ આત્માને સૌથી પ્રથમ અધ્યયન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું કરાવવું? કે ક્રિયાપ્રધાન સૂત્રોનું કરાવવું? એ પ્રશ્ન ઘણો વિચારણીય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રથમ અધ્યયન મુખ્યત્વે ક્રિયાપ્રધાન સૂત્રોનું કરાવવામાં આવે છે. તેથી વિરુદ્ધ દિગંબર સંપ્રદાયમાં (તત્ત્વાર્થસૂત્ર જેમાં મુખ્ય છે એવા) તત્ત્વજ્ઞાનપ્રધાન ગ્રંથોનું કરાવવામાં આવે છે. મુક્તિમાર્ગમાં બનેય વસ્તુ ઈષ્ટ હોવા છતાં, એકાકીપણે બન્ને નિષ્ફળ છે, એ વાત આપણે ઉપર જોઈ આવ્યા છીએ. હવે જયારે ક્રમનો જ વિચાર કરવો છે, ત્યારે સૌથી પ્રથમ જ્ઞાનને મુખ્યતા આપવી કે ક્રિયાને ? એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સંવિજ્ઞ, ભવભીરુ અને ગીતાર્થ શ્વેતાંબર મહર્ષિઓ પાસે પંચાંગીસમેત સમસ્ત શ્રુતજ્ઞાનનો વારસો હોવાથી તેના મંથનસ્વરૂપ તેઓએ ક્રિયાપ્રધાન સૂત્રોના અધ્યયનનો જ ક્રમ પસંદ કર્યો છે, અને પોતાના અનુયાયીઓનું જીવન તદનુસાર ઘડવાને માટે જ મુખ્ય પ્રયાસ કર્યો છે. એનું પરિણામ આજે પ્રત્યક્ષ રીતે એ જોવા મળે છે કે શ્વેતાંબર સંપ્રદાયમાં દોષની શુદ્ધિ માટેની પ્રતિક્રમણરૂપી આવશ્યક ક્રિયા પ્રતિદિન ચાલુ છે. પ્રતિદિન નહિ કરી શકનાર પ્રતિપક્ષ, પ્રતિચાતુર્માસ અને છેવટે પ્રતિવર્ષ એક વાર તો અવશ્ય કરે જ છે. તેથી સંઘવ્યવસ્થા જળવાઈ રહે છે; પાપથી પાછા હઠવારૂપી કર્તવ્યનો અમલ કરવા માટેની સમગ્ર સંઘની ધર્મભાવના ટકી રહે છે; સમાન સૂત્રો વડે સૌ કોઈને તે ક્રિયા કરવાની હોવાથી સકલ સંઘ (પછી તે દ્રવ્યની અપેક્ષાએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ હો, અથવા ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ દેશમાં વસનારો હો, અથવા વયની અપેક્ષાએ બાળ, વૃદ્ધ, યુવાન કે પ્રૌઢ વયે પહોંચેલો હો, અથવા ભાવની અપેક્ષાએ બહુગુણી, અલ્પગુણી, મધ્યમગુણી કે સામાન્ય ગુણી હો-સૌ કોઈ) પોતાને લાગેલા દોષોની શુદ્ધિ કરવારૂપ ક્રિયાના આરાધક બનીને સુગતિને સાધવા માટે શક્તિમાન થાય છે. ક્રિયાપ્રધાનતાનો આ મહાન લાભ છે. એવા ક્રિયાપ્રધાન સંઘમાં જેટલું જ્ઞાન વધતું જાય તેટલું લાભદાયી છે, શણગારરૂપ છે, શોભારૂપ છે, કુગતિના માર્ગને કાપનારું છે. એથી વિરુદ્ધ જ્યાં ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org